Good News: 1 મેએ ભારત પહોંચશે રશિયાની વેક્સિન Sputnik V નો પ્રથમ જથ્થો, RDIFએ કરી પુષ્ટિ

દેશમાં સ્પુતનિક-V  નો પ્રથમ જથ્થો એક મેએ પહોંચી રહ્યો છે. તેની જાણકારી રશિયન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ ફંડ (RDIF) ના પ્રમુખ કિરીલ દમિત્રીવ ( Kirill Dmitriev) એ આપી છે.
 

Good News: 1 મેએ ભારત પહોંચશે રશિયાની વેક્સિન Sputnik V નો પ્રથમ જથ્થો, RDIFએ કરી પુષ્ટિ

નવી દિલ્હીઃ ભારતને રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક V (Sputnik V) નો પ્રથમ જથ્થો 1 મેએ મળી જશે. 1 મેથી દેશમાં વેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે હેઠળ 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવશે. દેશમાં સ્પુતનિક-V  નો પ્રથમ જથ્થો એક મેએ પહોંચી રહ્યો છે. તેની જાણકારી રશિયન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ ફંડ (RDIF) ના પ્રમુખ કિરીલ દમિત્રીવ ( Kirill Dmitriev) એ આપી છે. હજુ તે જાણકારી આપવામાં આવી નથી કે પ્રથમ જથ્થામાં વેક્સિનના કેટલા ડોઝ આપવામાં આવશે. 

દમિત્રીવે કહ્યુ, પ્રથમ જથ્થાની ડિલીવરી 1 મેએ થઈ જશે. સાથે તેમણે તે વાતની આશા વ્યક્ત કરી કે તેનાથી ભારતને મહામારીને માત આપવામાં મદદ મળશે. RDIF વિશ્વભરમાં સ્પુતનિક વીનું માર્કેટિંગ કરી રહ્યું છે અને આ ક્રમમાં તેણે 5 મોટા ભારતીય નિર્માતાઓ સાથે વાર્ષિક 85 કરોડથી વધુ વેક્સિન ડોઝ તૈયાર કરવાની સમજુતિ કરી છે. સાથે સંભાવના વ્યક્ત કરી કે ભારતમાં જલદી આ વેક્સિનનું ઉત્પાદન શરૂ થઈ શકે છે. 

— Sputnik V (@sputnikvaccine) April 27, 2021

આ સિવાય રશિયા ફાર્માક્યૂટિકલ ફર્મ ફર્માસિન્ટેજે સોમવારે કહ્યું કે, રશિયાની સરકારની મંજૂરી મળતા તે મેના અંત સુધી ભારતને રેમડેસિવિર એન્ટીવાયરલ ડ્રગના એક મિલિયન પેકને મોકલવા માટે તૈયાર છે. મેક્સિકોની સરકાર દ્વારા તે પુષ્ટિ કરવામાં આવી ચુકી છે કે દેશમાં ઉપયોગ કરવામાં આવેલી બધી વેક્સિનમાં સૌથી સુરક્ષિત સ્પુતનિક વી છે. 

— Sputnik V (@sputnikvaccine) April 26, 2021

મહત્વનું છે કે ભારત હાલ મહામારીની બીજી લહેરની ઝપેટમાં છે. અહીં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન સહિત તમામ મેડિકલ સાધનોની અછત છે. તેવામાં બ્રિટન, અમેરિકા સહિત ઘણા દેશ સહાયતા પહોંચાડી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news