શહીદ ગરૂડ કમાન્ડો જેપી નિરાલાને અશોક ચક્ર આપતી વખતે રાષ્ટ્રપતિની આંખો ભીની થઈ

18 નવેમ્બર 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓને ધૂળ ચટાડનારા ભારતીય વાયુસેનાના જવાન ગરુડ કમાન્ડો જે પી નિરાલાને આજે 69માં ગણતંત્ર દિવસના અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કર્યાં. 

શહીદ ગરૂડ કમાન્ડો જેપી નિરાલાને અશોક ચક્ર આપતી વખતે રાષ્ટ્રપતિની આંખો ભીની થઈ

નવી દિલ્હી: 18 નવેમ્બર 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓને ધૂળ ચટાડનારા ભારતીય વાયુસેનાના જવાન ગરુડ કમાન્ડો જે પી નિરાલાને આજે 69માં ગણતંત્ર દિવસના અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કર્યાં. રાજપથ પર જે પી નિરાલાના પત્ની અને માતાને રાષ્ટ્રપતિએ અશોક ચક્ર આપ્યો. નિરાલાને અશોક ચક્રથી સન્માનિત કરતી વખતે રામનાથ કોવિંદની આંખો ભરાઈ આવી હતી. ભારતીય ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ભારતીય વાયુસેનાના કોઈ ગરુડ કમાન્ડોને અશોક ચક્રથી નવાજવામાં આવ્યાં છે. નિરાલા 18 નવેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતાં. 

શાંતિના સમયે અપાતું સર્વોચ્ચ સૈન્ય સન્માન
નિરાલાની વીરતાને જોઈને તેમને વન મેન આર્મી પણ કહેવાયા હતાં. દુશ્મનો સાથે લડતા લડતા સર્વોચ્ચ બલિદાન આપનારા જે પી નિરાલાની બહાદુરીના કારણે અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આવું બીજીવાર બન્યું કે વાયુસેનાના કોઈ જવાનને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં. નિરાલા  પહેલા વર્ષ 1971માં રાકેશ શર્માએ ભારતીય વાયુસેનાને પહેલો અશોકચક્ર અપાવ્યો હતો. અત્રે જણાવવાનું કે અશોક ચક્ર શાંતિ સમયે અપાતો સૌથી સર્વોચ્ચ સૈન્ય સન્માન છે. 

કુખ્યાત આતંકી જકીના ભત્રીજાને મોતને ઘાટ ઉતાર્યો હતો
18 નવેમ્બરના રોજ કાશ્મીર ઘાટીમાં આતંકીઓ સાથે થયેલી અથડામણમાં નિરાલા આતંકવિરોધી અભિયાન અંતર્ગત સ્પેશિયલ ડ્યૂટી પર બાંદીપોરામાં સેના સાથે તહેનાત હતાં. નિરાલા વાયુસેનાના ગરૂડ કમાન્ડોની તે ટીમનો ભાગ હતાં જેણે કુખ્યાત આતંકી ઝકી ઉર રહેમાન લખવીના ભત્રીજા ઓસામા જંગીને મોતને ઘાટ ઉતાર્યો હતો.આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાએ 6 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતાં. અત્રે જણાવવાનું કે શ્રીનગરમાં આ ઓપરેશન દરમિયાન સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આતંકી મસૂદ અઝહરના ભત્રીજા તલ્હા રશીદને પણ ઠાર કરાયો હતો. 

 

આતંકીઓ પર કહેર બનીને તૂટ્યા હતાં નિરાલા
18 નવેમ્બરના રોજ ઘાટીમાં સુરક્ષા દળોને જિલ્લીના હાજિન વિસ્તારના ચંદરગીર ગામમાં આતંકીઓ હોવાની માહિતી મળી હતી. ગુપ્ત જાણકારી મળ્યા બાદ તેના પર કાર્યવાહી હાથ ધરાઈ અને ઘાટીમાં અભિયાન ચલાવવામાં આવ્યું. અભિયાન દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. આતંકીઓને જડબાતોડ જવાબ આપતા જે પી નિરાલાએ પોતાની એકે 47 રાઈફલથી ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આતંકીઓમાં હાહાકાર મચી ગયો હતો અને ત્રણ  આતંકીઓને તેમણે ઠાર કર્યા હતાં. આ અભિયાનમાં કુલ 6 આતંકીઓ માર્યા ગયા જેનો શ્રેય નિરાલાને જ જાય છે. 

શહીદ નિરાલાની શહાદતને સલામ
શહીદ નિરાલા બિહારના રોહતાસના રહીશ હતાં. તેઓ વર્ષ 2005માં વાયુસેનામાં સામેલ થયા. જે પી નિરાલાના પરિવારમાં તેમની બહેન અને માતા પિતા છે. નિરાલાને અશોક્ર ચક્રથી સન્માનિત કરવામાં આવતા તેમના પિતા ખુબ ખુશ છે. નિરાલના પિતાએ કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ  કોવિંદના હસ્તે આ સન્માન મળશે જેનાથી નિરાલાની શહાદત અમર થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news