ભારતીય સેનામાં તૈયાર કરાશે ધુરંધરોનું બેટલ ગ્રૂપ, જે ટેન્ક પણ ચલાવશે અને રાફેલ પણ ઉડાવશે!
ભારતની સેના દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી સેના છે. સેનાને વધારે મજબૂત બનાવવા માટે એક મોટા પરિવર્તનની તૈયારી થઈ રહી છે. સેનામાં એક ઈન્ડિપેન્ડન્ટ બેટલ ગ્રૂપ બનાવવાની તૈયારી થઈ રહી છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતીય સેનામાં આગામી 2 મહિનામાં અભૂતપૂર્વ ફેરફાર જોવા મળી શકે છે. સેનામાં સૈનિકોનું એક એવું ગ્રૂપ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ એક ગ્રૂપ આદેશ પર યુદ્ધ માટે તોપ, ટેન્ક અને હેલિકોપ્ટર સાથે તૈયાર હશે. આ ગ્રૂપ એક આદેશ પર કોઈપણ સૈન્ય કાર્યવાહી માટે રેડી રહેશે.
ચીન-પાકિસ્તાન પર ભારે પડશે 10,000 સૈનિકો:
ઈન્ડિપેન્ડન્ટ બેટલ ગ્રૂપ એટલે લગભગ 10,000 જવાનોનું એક એવું ગ્રૂપ જે કોઈપણ પરિસ્થિતિમાં સૈન્ય કાર્યવાહી માટે તૈયાર રહેશે. હાલમાં સેનામાં હેલિકોપ્ટર, ટેન્ક અને તોપ જેવા હથિયાર ચલાવવા માટે અલગ-અલગ રેજિમેન્ટ છે. ઈન્ડિપેન્ડન્ટ બેટલ ગ્રૂપ બન્યા પછી ભારત અમેરિકા અને ચીન જેવા સુપરપાવર દેશની હરોળમાં આવી જશે.
કેમ અને કેવો હશે આ ફેરફાર:
ભારતીય સેના ઈન્ડિપેન્ડન્ટ બેટલ ગ્રૂપ એટલે IBG બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. IBG બન્યા પછી ભારતની યુદ્ધ રણનીતિમાં મોટો ફેરફાર થશે. આ ફેરફાર કેમ અને કેવો હશે? દરેક ઈન્ડિપેન્ડન્ટ બેટલ ગ્રૂપમાં 8000થી 10,000ની સંખ્યામાં સૈનિક હશે. આ ગ્રૂપ હેલિકોપ્ટર, તોપ, ટેન્ક અને સિગ્નલ સિસ્ટમથી સજ્જ હશે. ભારતીય સેનાએ પોતાને આધુનિક વોરફેર માટે તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. આ કડીમાં IBG બનાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે.
કેવું હશે IBG:
હાલના સમયમાં સેનામાં યુદ્ધ કરવાનું સૌથી મોટું સંગઠન કોર હોય છે. કોર અનેક ડિવિઝનમાં વહેંચાયેલું હોય છે. ડિવિઝનમાં અનેક બ્રિગેડ હોય છે. અને બ્રિગેડમાં અનેક બટાલિયન હોય છે. ટેન્ક માટે અલગ રેજિમેન્ટ હોય છે. સિગ્નલ માટે પણ અલગ રેજિમેન્ટ હોય છે. ત્યાં સુધી કે આર્મી પાસે હેલિકોપ્ટર માટે અલગ વિભાગ છે. ભારતીય સેનામાં આ સમયે કુલ 40 ડિવિઝન છે. જેમાં 3 આર્મ્ડ એટલે ટેન્ક, 2 આર્ટિલરી એટલે તોપખાનાના ડિવિઝન છે.
યુદ્ધની સ્થિતિમાં બ્રહ્માસ્ત્ર સાબિત થશે:
જ્યારે યુદ્ધની સ્થિતિ હોય છે, ત્યારે અલગ-અલગ રેજિમેન્ટને એકઠી કરવામાં આવે છે. એવામાં યુદ્ધના સમયે અલગ-અલગ રેજિમેન્ટને એકઠી કરવા માટે લાંબી પ્રક્રિયા અપનાવવી પડે છે. અને તેમાં સમય પણ વધારે લાગે છે. પરંતુ ઈન્ડિપેન્ડન્ટ બેટલ ગ્રૂપ બન્યા પછી આ લાંબી પ્રક્રિયા ખતમ થઈ જશે. IBGમાં સેના સાથે જોડાયેલ અનેક ડિવિઝન હશે. અને તે સીધા કોરના અંડરમાં હશે. જેનાથી કાર્યવાહીમાં શાનદાર સંતુલન સાધી શકે. જેના કારણે નિર્ણય લેવામાં ઓછામાં ઓછો સમય લાગશે. IBGને ડિવિઝનની જેમ મેજર જનરલ રેન્કના અધિકારી કમાન્ડ કરશે. સૈનિકોનું એક ગ્રૂપ યુદ્ધ લડવા માટે જમીનથી આકાશ સુધી તરત તૈયાર રહેશે.
ખતરાને જોતાં IBGની રચના:
સેના શરૂઆતમાં બે ઈન્ડિપેન્ડન્ટ બેટલ ગ્રૂપ બનાવવાનો વિચાર કરી રહી છે. આ બેટલ ગ્રૂપ ઉત્તર અને પૂર્વમાં બનાવવામાં આવશે. ઉત્તરમાં જો પાકિસ્તાન કે પછી ચીન સાથે યુદ્ધની સ્થિતિ બને છે તો બેટલ ગ્રૂપ તરત યુદ્ધ માટે તૈયાર થશે. આ જ રીતે દેશની પૂર્વી સરહદ પર ચીનથી ખતરાને જોતાં IBGની રચના કરવામાં આવશે. IBG બન્યા પછી ભારતીય સેનાને સૈનિક કાર્યવાહી માટે શાનદાર રીતે તૈયાર કરી શકાશે. અને સાથે જ મોટા સૈનિકો કેન્દ્રો પરનું દબાણ ઓછું થશે.
ચીન-અમેરિકાની હરોળમાં આવી જશે ભારત:
ભારતીય સેનાના ત્રણ અંગમાં એક મોટો ફેરફાર આગામી કેટલાંક મહિનામાં થવાની સંભાવના છે. ત્રણેય સેનાઓની અલગ-અલગ કમાનની જગ્યાએ થિયેટર કમાન્ડ લેશે. આખા દેશની સુરક્ષાની જવાબદારી 3થી 4 થિયેટર કમાન્ડ પર રહેશે. અમેરિકા અને ચીનની સેનાઓ થિયેટર કમાન્ડના માળખા પર જ કામ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે