દેશની સીમા પર મોટો ખતરો, ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે આતંકવાદી: સેના પ્રમુખ

ભારતીય સેનાના પ્રમુખ આર્મી ચીફ જનરલ એમએમ નરવણે (Indian Army Chief General MM Naravane) એ શનિવારે (28 નવેમ્બર)ના રોજ ચેતાવણી આપી છે કે દેશની સીમા અપ્ર આતંકવાદીઓનો ખતરો મંડરાઇ રહ્યો છે.

દેશની સીમા પર મોટો ખતરો, ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે આતંકવાદી: સેના પ્રમુખ

નવી દિલ્હી: ભારતીય સેનાના પ્રમુખ આર્મી ચીફ જનરલ એમએમ નરવણે (Indian Army Chief General MM Naravane) એ શનિવારે (28 નવેમ્બર)ના રોજ ચેતાવણી આપી છે કે દેશની સીમા અપ્ર આતંકવાદીઓનો ખતરો મંડરાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ (Union Territory) જમ્મૂ કાશ્મીરમાં સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયાને બાધિત કરવા માટે આતંકવાદી ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

પોતાની પત્રકાર પરિષદમાં સેના પ્રમુખ જનરલ નરવણેએ કહ્યું કે 'અમારી પશ્વિમી સીમાઓ પર હાલની સ્થિતિમાં આતંકવાદ હજુ પણ ગંભીર ખતરો બનેલો ચે અને તમામ પ્રયત્નો છતાં તેમાં કોઇ ઘટાડો આવી રહ્યો નથી. એલઓસી પર આતંકવાદીઓને લોંચ પેડ છે અને આતંકવાદી સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયાને બાધિત કરવા માતે જમ્મૂ તથા કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે. 

ઠંડીની શરૂઆતથી સીમામાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આતંકવાદી
આર્મી ચીફે જાણકારી આપી છે કે શિયાળની શરૂઆત સાથે જ આતંકવાદી ઘૂસણખોરીનો અંતિમ પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે બરફનું સ્તર વધુ થઇ જવાથી સીમા પર ઘૂસણખોરીક અરવા આતંકવદીઓ માટે અશક્ય થઇ જાય છે. જોકે આતંકવાદીઓ ઘાટીમાં દક્ષિણ તરફથી આવવાનું શરૂ દીધું છે અને હવે નીચલા વિસ્તારો દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયત્નમાં લાગી ગયા છે. તેમાં આંતરરાષ્ટ્રીય સીમા પર સુરંગ સામેલ છે. 

— ANI (@ANI) November 28, 2020

તમામ પડકારોનો સામનો કરી રહ્યો છે દેશ
સેના પ્રમુખ નરવણેએ આગળ કહ્યું કે 'આજે દેશ તમામ પડકારોનો સામનો કરી રહ્યો છે, કેટલાક ઘરેલૂ છે અને કેટલાક બહારી. દેશની સીમામાં સશસ્ત્ર બળ સૌથી મજબૂત સ્તંભ છે. જ્યારે દરેક વસ્તુ નિષ્ફળ થઇ શકે છે, અમે નહી. યુદ્ધમાં કોઇ ઉપવિજેતા હોતું નથી. દરેક પડકારના સમયે દેશ અમારી પાસે અપેક્ષા કરે છે ભલે યુદ્ધની સ્થિતિ હોય, કુદરતી આફત હોય, કાનૂન વ્યવસ્થા બગડવાની સ્થિતિ હોય કે પછી રાજકીય અભિયાન. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં સેનાપ્રમુખે ઇન્ડીય નેવી એકેડમી (Indian Naval Academy)ની પાર્સિંગ આઉટ પરેડનું નિરિક્ષણ કર્યું હતું. ટ્રેનિંગ પુરી કર્યા બાદ કુલ 164 ટ્રેની ઓફિસર બની ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news