કાશ્મીરની વાદીમાં આતંક વચ્ચે ઈન્ડિયન આર્મીનું મોટું પગલું! તૈયાર કરી રહી છે ડિફેન્સ ગાર્ડ

village defence guards : ભારતીય સેના ગામડાના લોકોને આતંકવાદ સામે તાલીમ આપી રહી છે... ભારતીય સેના વિલે ડિફેન્સ ગાર્ડ્સને યુનિટ લેવલ પર ટ્રેનિંગ આપી રહી છે... આ તાલીમમાં ગામના લોકોને વિશેષ કૌશલ્ય શીખવવામાં આવી રહ્યું છે

કાશ્મીરની વાદીમાં આતંક વચ્ચે ઈન્ડિયન આર્મીનું મોટું પગલું! તૈયાર કરી રહી છે ડિફેન્સ ગાર્ડ

Jammu Kashmir : હવે વાત પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરની. અહીંયા રાજૌરી ગામમાં ડિફેન્સ ગાર્ડની તહેનાતી છે. જે આતંકવાદી પ્રવૃતિઓ પર બાજ નજર રાખે છે અને તેની જાણકારી દેશની સુરક્ષા એજન્સીઓને આપે છે. વિલેજ ડિફેન્સ ગાર્ડ્સ પોતે પણ આતંકવાદીઓથી પોતાના ગામની રક્ષા કરે છે. કઈ રીતે તેઓ ગામના રક્ષકની ભૂમિકા ભજવે છે?... જોઈશું આ રિપોર્ટમાં... 

  • જમ્મુ કાશ્મીરના અનસંગ હીરો
  • ગામને આતંકીઓથી બચાવે છે ડિફેન્સ ગાર્ડ
  • આતંકી પ્રવૃતિઓ પર રાખે છે બાજ નજર
  • સેના સાથે મળીને કામ કરે છે ડિફેન્સ ગાર્ડ
  • કઈ રીતે VDG કરે છે રાજૌરીની સુરક્ષા?
  • VDGની મદદથી સેનાને મળે છે સફળતા

પૃથ્વી પરના સ્વર્ગ જેવુ લાગે છે જમ્મુ કાશ્મીરનું રાજૌરી. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે વિલેજ ડિફેન્સ ગાર્ડ્સ એટલે શું? તો પહેલા તેની માહિતી મેળવીએ. ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 1995માં વિલેજ ડિફેન્સ કમિટી બનાવી છે. તેનો ઉદ્દેશ્ય જમ્મુ કાશ્મીરમાં બોર્ડરની પાસેના વિસ્તારમાં લોકોને હથિયારની ટ્રેનિંગ આપવાનો અને આતંકવાદીઓથી ગામની રક્ષા કરવાનો હતો.

ડોડા, ઉધમપુર, રિયાસી, રાજૌરી, પૂંછ, કઠુઆ અને સાંબા જિલ્લામાં વિલેજ ડિફેન્સ કમિટી બનાવવામાં આવી છે. જોકે વર્ષ 2022માં તેનું નામ બદલીને વિલેજ ડિફેન્સ ગાર્ડ્સ કરી દેવામાં આવ્યું. તેમાં ગામના કેટલાંક લોકો સભ્યો હોય છે. આ સભ્યો જિલ્લાના SP કે ASPના નિર્દેશ પર કામ કરે છે. દરેક સભ્યને 1 ગન અને 100 રાઉન્ડ આપવામાં આવે છે. 

જમ્મુ કાશ્મીરને આતંકવાદીઓથી સુરક્ષિત રાખવામાં સેનાની સાથે સાથે વિલેજ ડિફેન્સ ગાર્ડનો પણ મોટો ફાળો છે. હવે ભારતીય સેના ગામના લોકોને ટ્રેનિંગ પણ આપી રહી છે. જેમાં હથિયાર ચલાવવા, રણનીતિ બનાવવી અને આતંકી ખતરા સામે  લડવા માટે જરૂરી તમામ ગુણ શીખવાડવામાં આવે છે. 

નવી સ્કીમ અંતર્ગત વિલેજ ડિફેન્સ ગાર્ડ્સને લીડ કરનાર સભ્યને સરકાર તરફથી આર્થિક મદદ પણ કરવામાં આવે છે. VDGને લીડ કરનાર સભ્યને સરકાર તરફથી 4500 રૂપિયા આપવામાં આવે છે... તો દરેક સભ્યને 4000 રૂપિયા દર મહિને આપવામાં આવે છે. એક ગ્રુપમાં લગભગ 15 લોકો હોય છે. તેમની પાસે હથિયારોનું લાયસન્સ પણ હોય છે. 

છેલ્લા ઘણા સમયથી જમ્મુ રિજનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે... જેના પછી વિલેજ ડિફેન્સ ગાર્ડ્સ પર ફરીથી વધારે ફોક્સ કરવામાં આવી રહ્યું છે... જમ્મુ કાશ્મીરમાં એકબાજુ ચૂંટણી છે... તો ભાજપે પણ વાયદો કર્યો છે કે વિલેજ ડિફેન્સ ગાર્ડ્સને ઓટોમેટિક રાઈફલ્સ આપીને વધારે મજબૂત કરવામાં આવશે... ત્યારે એ જોવાનું રહેશે કે ક્યારે વિલેજ ડિફેન્સ ગાર્ડ્સની જરૂરિયાતો પર ભાર મૂકવામાં આવે છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news