શું તમને ખબર છે? કેટલો હોય છે ભારતીય સેનાના સિપાઈનો પગાર? જાણો રોચક વિગતો

ભારતીય સેનામાં દર વર્ષે કોઈને કોઈ ખૂણામાં જવાનની ભરતી થતી જ રહે છે. દેશની રક્ષા કરવા માટે કે દેશ માટે પ્રાણ ન્યોછાવર કરવા માટે ભારતીય સેનાના જવાનો માટે કોઈ મોટી વાત નથી. પરંતુ શું તમારા મનમાં સવાલ થાય છે કે સેનાના સિપાઈનો કેટલો પગાર હોય છે. નહીં, તો અમે તમને બતાવીશું સેનાના સિપાઈનો પગાર અને તે બધું જે તમે જાણવા માગો છો.

શું તમને ખબર છે? કેટલો હોય છે ભારતીય સેનાના સિપાઈનો પગાર? જાણો રોચક વિગતો

નવી દિલ્લી: ભારતીય સેનામાં દર વર્ષે જવાનોની ભરતી થતી જ રહે છે. કેમ કે ભારતીય સેના આખા ભારતની દરેક સરહદ પર તહેનાત છે. એટલા માટે તેમની ભરતી કરવી જરૂરી બને છે. લાખોની સંખ્યામાં નવયુવાનો સેનામાં ભરતી થવા માટે ભાગ લે છે. સિલેક્ટ થયેલા જવાનોને ટ્રેનિંગ દરમિયાનથી જ પગાર અને અન્ય સુવિધાઓ મળવાનું શરૂ થઈ જાય છે. સેનામાં જવાનથી લઈને જનરલ સુધી બધાના સાતમા પગાર પંચ અંતર્ગત પગાર અને અન્ય સુવિધાઓ મળે છે.

સેનામાં કેટલા બેન્ડ હોય છે:
સેનામાં કુલ મળીને 17થી વધારે પદ હોય છે. તેમાં સેલરી ઉપરાંત અલગ-અલગ બેન્ડ હોય છે. સિપાઈ સૌથી નીચેનું પદ હોય છે. આ જ સૈનિક સરહદ પર આતંકીઓ, દુશ્મન સેના અને ઘૂસણખોરો સાથે સંઘર્ષ કરે છે. ગોળી પોતાની છાતી પર ઝીલે છે. તેમાં સિપાઈના બે બેન્ડ હોય છે. પહેલું એક્સ અને બીજું વાય.

કેટલો પગાર મળે છે:
સિપાઈ (X)ને 5200-20,000+1400+2000+DA મળે છે. એટલે કુલ મળીને 26,900 રૂપિયા પગાર મળે છે. જ્યારે સિપાઈ (Y)ને 5200-20,200+2000+2000+DA મળે છે. આ કેટેગરીમાં કુલ 27,100 રૂપિયા પગાર મળે છે. આ સિવાય આજીવન પેન્શન, 60 દિવસની વાર્ષિક રજા, 20 દિવસની કેઝ્યુઅલ લીવ, છેલ્લાં પગારના આધારે મહત્તમ 300 દિવસની રજાની ચૂકવણી, બે વર્ષના અભ્યાસ માટે રજા વગેરેનો સમાવેશ થાય છે. આટલું જ નહીં IMA, OTA, CME,MCME અને MCTEમાં કેડેટ ટ્રેનિંગ વિંગમાં નિશ્વિત માસિક પગાર 21 હજાર રૂપિયા આપવામાં આવે છે.

બીજી કઈ-કઈ છૂટ મળે છે:
આ સિવાય હવાઈ, રેલવે યાત્રામાં છૂટ, મિલિટરી હોસ્પિટલમાં ફ્રી સારવારની સુવિધા, ઓછા વ્યાજ પર લોન, કેન્ટીનની ફેસિલિટી, રાશન વગેરે સુવિધાઓ મળે છે. સરકાર ઈચ્છે છે કે સૈનિકને પગારને લઈને કોઈ પ્રકારનો તણાવ ન રહે. કેમ કે તે જ્યારે સરહદ પર તહેનાત હોય છે, ત્યારે તેનો પગાર તેના ઘરના લોકોના કામમાં આવે છે. કે પછી તેની બચત થાય છે. પરંતુ આ તે જવાનો છે જે અવાર-નવાર દેશની સરહદોની સુરક્ષા માટે પોતાનો જીવ ન્યોછાવર કરી છે. છાશવારે સિઝફાયરિંગ હોય કે ઘૂસણખોરી કે પછી કોઈ કુદરતી આફત. આ જવાનો સૌથી પહેલા પોતાના જીવનું બલિદાન આપે છે. માટે દેશની સુરક્ષા કરતાં આવા જવાનોને સો સો સલામ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news