ભારતીય નૌસેના INS ખોસાને અંદમાન નિકોબાર ખાતે ફરજંદ કરવામાં આવશે

ચીનની સતત વધી રહેલી ગતિવિધિઓ વચ્ચે ભારતીય નૌસેના માટે અંદમાન-નિકોબાર પોઇન્ટ ખુબ જ મહત્વનો છે

Updated By: Jan 24, 2019, 10:22 PM IST
ભારતીય નૌસેના INS ખોસાને અંદમાન નિકોબાર ખાતે ફરજંદ કરવામાં આવશે

નવી દિલ્હી : હિંદ મહાસાગરમાં ચીનની વધી રહેલી ગતિવિધિઓથી સતર્ક ભારતીય નૌસેના અંડમાન- નિકોબારમાં એક નવો એરબેઝ ચાલુ કરવા જઇ રહ્યું છે. 24 જાન્યુઆરી ઉત્તરી અંડમાનના દિલગીપુરમાં નૌસેનાઅધ્યક્ષ અડમિરલ સુનીલ લાંબા આઇએનએસ કોહાસા (INS KOHAASA)ને નૌસેનામાં સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધી અંડમાન નિકોબારમાં કુલ ત્રણ એરબેઝ છે. આઇએનએસ કોહાસાની તંત્રની મુખ્યમથક પોર્ટ બ્લેયરથી અંતર આશરે 180 કિલોમીટર છે. 

હાલ અગાઉ હેલિકોપ્ટર્સ અને ડોર્નિયર વિમાન ઉડ્યન કરવા અને ઉતરવાની સુવિધા હશે પરંતુ ભવિષ્યમાં તેની હવાઇ પટ્ટીને વધારે મોટી કરવામાં આવશે જેથી મોટા એરક્રાફ્ટને પણ અહીં ઉતારવામાં આવી શકે છે. અંડમાન - નિકોબાર દ્વિપસમુહમાં આ સૌથી ઉતરમાં બનેલો સૌપ્રથમ એરબેઝ હશે. અત્યાર સુધી અંડમાન-નિકોબારમાં પોર્ટ બ્લેયરમાં સૌથી મોટુ એરપોર્ટ છે. જેનો ઉપયોગ નૌસેના અને વાયુસેના ઉપરાંત વધારાની સિવિલ ફ્લાઇટ્સ માટે પણ ઉપયોગ કરવામાં આવતો હતો. 

પોર્ટ બ્લેયરનાં દક્ષિણમાં કાર નિકોબારમાં વાયુસેનાનું એરબેઝ છે અને આ દ્વીપ સમુહનાં બિલ્કુલ દક્ષિણમાં કેમ્પબેલમાં નૌસેનાનો એરબેઝ આઇએનએસ બાજ છે. આઇએનએસ કોહાસાના શરૂ થઇ જવાથી દ્વીપ સમુહનાં ઉત્તરમાં એક મજબુત એરબેઝ થઇ જશે.  750 કિલોમીટર લાંબા અંડમાન- નિકોબાર દ્વીપસમુહમાં કુલ 572 દ્વીપ છે. અહીંથી ભારતની મુખ્યભુમિથી દુર 1200 કિલોમીટર છે એટલા માટે તેને હિંદ મહાસાગરમાં ભારતની સૌથી દુરસ્થ ચોકી કહેવામાં આવે છે. 

જો કે તેની સ્થિતી રણનૈતિક દ્રષ્ટીએ ખુબ જ મહત્વપુર્ણ છે, અહીંથી ઇન્ડોનેશિયા માત્ર 90 કિલોમીટર, મ્યાંમારા 45 કિલોમીટર અને થાઇલેન્ડ 550 કિલોમીટર છે. તે મલક્કા સ્ટ્રેટ ખુબ જ નજીક છે જ્યાંથી ચીનને જનારા 80 ટકા માલા જાય છે. અહીં ચીની જંગી જહાજો ઉપરાંત સબમરીનોની સતત ગતિવિધિઓ ચાલી રહી છે. એટલા માટે અહીંથી ત્રણેય સેનાઓની મજબુત ફરજંદ થાય છે. અહીં ચીની જંગી જહાજો ઉપરાંત સબમરીનોની સતત ગતિવિધિઓ ચાલી રહે છે. એટલા માટે અહીં ત્રણેય સેનાઓની મજબુત ફરજંદ થાય છે અને તેને એક અલગ કમાન અંડમાન - નિકોબાર કમાન હેઠળ રાખવામાં આવે છે. અહીં ભારતીય સેનાની એક બ્રિગેડ ઉપરાંત વાયુસેનાનાં એકક્રાફ્ટ પણ હોય છે, પરંતુ સૌથી વધારે નૌસેના અધિકારીઓ અહીં ફરજંદ હોય છે.