Rahul Gandhi Truck Ride: ચંદીગઢ બાદ અમેરિકામાં પણ ટ્રકમાં ચઢી ગયા રાહુલ ગાંધી, વીડિયો વાયરલ

Rahul Gandhi Truck Ride: રાહુલ ગાંધીએ આ પહેલાં પણ સક્રિય રાજનીતિથી અલગ રહીને આવી ઘણી રોચક બાબતોમાં રસ લીધો હોવાનું ચર્ચામાં રહ્યું છે. તેઓ વિવિધ વર્ગ તબક્કાના લોકોને મળે છે. ક્યારેક ગરીબની ઝોપડીમાં પણ જમવા જતા રહે છે. અગાઉ પણ ઘણીવાર તેમની આવી તસવીરો સામે આવી ચુકી છે.

Rahul Gandhi Truck Ride: ચંદીગઢ બાદ અમેરિકામાં પણ ટ્રકમાં ચઢી ગયા રાહુલ ગાંધી, વીડિયો વાયરલ

Rahul Gandhi Truck Ride: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. રાહુલ ગાંધી દેશમાં હોય કે વિદેશમાં તેમનો અંદાજ બદલાતો નથી. અમેરિકામાં પણ રાહુલ ગાંધી ટ્રકમાં ચઢી ગયા. જ્યા તેમણે ટ્રકમાં મુસાફરી કરી. ટ્રક ડ્રાઈવરને પૂછ્યું કેટલાં કમાઓ છો. ડ્રાઈવરનો જવાબ સાંભળીને અવાક રહી ગયા રાહુલ ગાંધી. એટલું જ નહીં રાહુલ ગાંધીએ અમેરિકામાં ટ્રક ડ્રાઈવરને કહ્યું સિ્દ્ધુ મુસેવાલા કા ગાના લગાઓ. રાહુલ ગાંધીએ અમેરિકાના વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રકમાં મુસાફરી કરી. રાહુલ ગાંધી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે તાજેતરમાં વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધીની 190 કિલોમીટરની મુસાફરી ટ્રકમાં કરી હતી. આ દરમિયાન તેમણે ટ્રકના ડ્રાઈવર તેજિંદર ગિલ સાથે પણ વાત કરી હતી. રાહુલે આ વાતચીતનો વીડિયો પણ શેર કર્યો છે. 

રાહુલ ગાંધીએ આ પહેલાં પણ સક્રિય રાજનીતિથી અલગ રહીને આવી ઘણી રોચક બાબતોમાં રસ લીધો હોવાનું ચર્ચામાં રહ્યું છે. તેઓ વિવિધ વર્ગ તબક્કાના લોકોને મળે છે. ક્યારેક ગરીબની ઝોપડીમાં પણ જમવા જતા રહે છે. અગાઉ પણ ઘણીવાર તેમની આવી તસવીરો સામે આવી ચુકી છે. ત્યારે રાહુલ ગાંધીનો ટ્રક પ્રત્યેનો પ્રેમ પણ ગજબ છે.  હાલમાં જ થોડા સમય પહેલાં રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યારે તેઓ ભારતમાં હતા. જ્યાં તેઓ અડધી રાત્રે ટ્રકની મુસાફરી કરતા જોવા મળ્યાં. ચંદીગઢ હાઈવે પર મુસાફરી કરતા સમયે ગુરુદ્વારા પણ પહોંચ્યા હતા રાહુલ ગાંધી. ટ્રકનો આ વીડિયો હાલ વાયુવેગે વાયરલ થયો હતો.

તે સમયે પણ રાહુલ ગાંધીએ અમૃતસરમાં ટ્રક ડ્રાઈવરો સાથે વાત કરીને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે રાહુલે ટ્રક ડ્રાઈવરની બાજુની સીટ પર બેસીને આ યાત્રા કરી હતી. આ દરમિયાન રાહુલે કહ્યું કે, અમેરિકાની ટ્રકો ભારત કરતા વધુ આરામદાયક છે. આ ડ્રાઇવરની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. ભારતમાં ટ્રકો ડ્રાઈવરની આરામની પરવા કરતી નથી. તે ટ્રક ડ્રાઇવરો માટે બનાવવામાં આવી નથી. આ દરમિયાન તેજિન્દર ગિલે જણાવ્યું કે, અહીં ટ્રકમાં સલામતી ઘણી વધારે છે. અહીં કોઈ પોલીસકર્મીને પરેશાન કરતું નથી. ચોરીનો ભય નથી. ઓવરસ્પેન્ડિંગમાં મેમો ચોક્કસપણે કાપવામાં આવે છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news