ગુજરાતમાં જોરદાર વાવાઝોડાને કારણે 4 ના મોત, ખતરા વચ્ચે પોરબંદરથી આવ્યા રાહતના સમાચાર

Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા ગુજરાત સરકારની તૈયારી.....આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટગાર્ડ એલર્ટ મોડમાં......સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવશે આર્મીની ટીમો.....

ગુજરાતમાં જોરદાર વાવાઝોડાને કારણે 4 ના મોત, ખતરા વચ્ચે પોરબંદરથી આવ્યા રાહતના સમાચાર

Ambalal Patel Prediction : ગુજરાત તરફ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના તટીય ક્ષેત્રે અનેક વિસ્તારોમાં વાવાઝોડાએ તારાજી સર્જવાની શરૂ કરી દીધી છે. આવામાં હવે મોતના આંકડા ધીમે ધીમે વધી રહ્યાં છે. તોફાનને પગલે ગુજરાતમાં 4 લોકોના મોત નિપજ્યા છે. જેમાં બે બાળકો ભૂજના છે. આ બંને બાળકો પર દીવાલ તૂટી પડી હતી. તો રાજકોટમાં એક મહિલા પર વૃક્ષ પડ્યુ હતું. તો પોરબંદરમાં જમીન ઘસતા એકનુ મોત નિપજ્યું હતું. 

પોરબંદરમાં એકનું મોત
વેરાવળમાં છેલ્લા એક જ દિવસમાં 10 ઈચ જેટલો ભારે વરસાદ પડતા વેરાવળ ગ્રામ્ય વિસ્તારમાં નાળિયેરીના પાકોને ભારે નુકસાન જોવા મળ્યું છે. બગીચાઓ બેટ બન્યા, તો ભારે પવનથી અનેક નાળિયેરીના ઝાડ જમીન દોસ્ત થયા છે. પોરબંદરમાં ભારે વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા છે. ચોપાટી ગેટથી એનએફસી તરફ જવાના રોડ પર વરસાદ બાદ પાણી ભરાયા છે. પોરબંદરમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. વાવાઝોડા બિપોરજોયના કારણે ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે મકાન ધરાશાયી થયું છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2023

 

દિવાલમાં બે બાળકો મર્યા 
ભુજમાં ગત રોજ દીવાલ ધરાસાઈ થતા 2 બાળકોના મોત નિપજ્યા છે. લખુરાઈ ચાર રસ્તા પાસે દીવાલ ધસી પડી હતી. જેમાં 2 બાળકોના મોત થયા હતા, તો એકને ઇજા પહોંચી છે. પરિવારજનોએ જણાવ્યુંક ે, બાળકો રમી રહ્યા હતા અને ઓચિંતી દીવાલ થઈ ધરાશાયી થઈ હતી. ભારે પવનના કારણે દીવાલ પડી હોવાનું પરિવારજનોનું કહેવું છે. 

જસદણમાં મહિલા પર વૃક્ષ પડ્યું 
જસદણના કમળાપુર પાસે વૃક્ષ ધરાશયી થતા મહિલાનું મુત્યુ થયું હતું. ગઈકાલે જસદણ કમળાપુર રોડ પર ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થઈને બાઈક પર જતાં પતિ પત્ની પર પડ્યુ હતું. વૃક્ષ પડતા પત્નીનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં પતિને સામાન્ય ઇજા પહોંચી હતી. વર્ષાબેન ભાવેશભાઈ બાવળીયા નામની મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2023

 

પોરબંદર આવામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા  મંત્રી અમિત શાહ વિડિઓ કોન્ફરન્સથી બિપોરજોયને લઇ બેઠક કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સંભવિત અસર રહી શકે તેના 8 જિલ્લાઓના સાંસદો સાથે બેઠક કરશે. આ બેઠકમાં સરકારે કરેલી કામગીરી અને આગામી આયોજન વિષયે ચર્ચા થશે. આજે 3 વાગે વિડિઓ કોન્ફ્રન્સથી બેઠકમાં જોડાશે. 

પોરબંદરમાં વરસાદે વિરામ લીધો
તો બીજી તરફ, હાલ પોરબંદરમાં વરસાદે વિરામ લીધો છે.  ફરી તડકો નીકળતા હાલ રાહતના સમાચાર સામે આવ્યા છે. જોકે, પોરબંદરમાં તકેદારી રૂપે અત્યાર સુધી 550 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બપોરે 2.30 કલાકની સ્થિતિએ સાયક્લોન બિપરજોય પોરબંદરથી થોડું વધુ દૂર થયું છે. હાલ પોરબંદરથી વાવાઝોડું 320 કિમી દૂર પહોંચ્યું છે. પરંતુ દેવભૂમિ દ્વારકા, જખૌ અને નલિયાથી અંતર ઓછું થયું છે. હાલ વાવાઝોડું દ્વારકાથી 290 કિમી અને જખૌથી 320 કિમી દૂર છે. તો નલિયાથી 330 કિમિ દૂર છે. 
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે છેલ્લા 48 કલાક દરમિયાન 20 હજારથી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2023

 

કુલ 20588 લોકોને સલામત સ્થળે ખસેડાયા 
રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાહત કમિશનરે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અને સમીક્ષા બેઠકમાં ચર્ચાયેલી બાબતોની વિગતો આપતા કહ્યું હતું કે, કેઝુઆલિટી અને નુકશાનને ઘટાડવા રાજ્ય સરકાર દ્વારા હાલ લોકોના સ્થળાંતર પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રભાવિત જિલ્લાઓમાં અત્યારસુધીમાં કુલ ૨૦ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે. અત્યારસુધીમાં જૂનાગઢ જિલ્લામાં ૫૦૦, કચ્છમાં ૬૭૮૬, જામનગરમાં ૧૫૦૦, પોરબંદરમાં ૫૪૩, દ્વારકામાં ૪૮૨૦, ગીર સોમનાથમાં ૪૦૮, મોરબીમાં ૨૦૦૦ અને રાજકોટમાં ૪૦૩૧ મળી કુલ ૨૦૫૮૮ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

રાહત કમિશનરે ઉમેર્યું કે, વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની ૧૭ અને SDRFની ૧૨ ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં ૪, દેવભૂમિ દ્વારકામાં ૩, રાજકોટમાં ૩, જામનગરમાં ૨ અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત વડોદરા ખાતે ૩ અને ગાંધીનગર ખાતે ૧ ટીમ રિઝર્વ રખાઈ છે. SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2023

 

તેમણે ઉમેર્યું હતું કે, વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ પોલ સહિતનો જરૂરી  જથ્થો સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વાવાઝોડા બાદ પ્રભાવિત વિસ્તારમાં રસ્તા ખુલ્લા કરવા ટ્રી કટરની સાથે વન વિભાગ અને જરૂરી સાધનો સાથે માર્ગ વિભાગની ટુકડીઓ સજજ કરવામાં આવી છે.

પાંડેએ કહ્યું હતું કે, દરિયાકિનારાના પ્રભાવિત જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં સલામત સ્થળોએ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની તમામ જરૂરી વ્યવસથા કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના સ્થળોએ હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી  હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ તેમજ દવા સહિતનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

હવામાન વિભાગની વાવાઝોડા અંગેની આગોતરી જાણ બાદ માછીમારો સલામત રીતે પરત ફર્યા છે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news