રેલવેમાં મહિલા સુરક્ષા માટે બદલાશે કાયદો, RPFને મળશે અધિકાર
Trending Photos
નવી દિલ્હી: ટ્રેનમાં કોઇ મહિલાની છેડતી કરનારને ત્રણ વર્ષની સજા થઇ શકે છે. આ સંબંધે રેલવે દ્વારા રેલવે એક્ટમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં આ પ્રકારની કોઇ ઘટનામાં રેલવે એક્ટ અંતર્ગત કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં. મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેના એક્ટમાં આ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
આરપીએફે માંગ્યા વધુ અધિકાર
રેલવેના કોચમાં મહિલાઓની સામે વધાતા ગુનાઓને ધ્યાનમાં રાખીને રેલવે સુરક્ષા દળે રેલવે એક્ટમાં સુધારા કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. રેલવે એક્ટમાં ફેરફાર કર્યા બાદ આરપીએફને ટ્રેનમાં મહિલાઓની છેડતી કરનાર આરોપીઓ પર કાર્યવાહી કરવા માટે જીઆરપીની મદદની જરૂર નથી. હજૂ સુધી આરપીએફને અધિકાર નથી કે કોઇપણ પ્રકારના ગુનામાં કોઇ કાર્યવાહી કરી શકે નહી. એવામાં રેલવેમાં મહિલાઓની છેડતી મામલે આરપીએફે આ ઘટનાની જાણ જીઆરપીને આપી તેમની મદદ લેવી પડતી હતી.
રેલવેમાં વધી રહેલી મહિલા છેડતની ઘટના
આરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા છેડતીના ગુનામાં અમે તાત્કાલીક કોઇ કાર્યવાહી કરી શકીએ માટે રેલવે એક્ટમાં ફેરફાર કરવાની માંગ કરી હતી. વર્તમાન સમયમાં દર વખતે જીઆરપીની મદદ લેવી પડે છે. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે, 2014થી 2016ની વચ્ચે રેલેવમાં મહિલાઓની છેડતીના ગુનામાં 35 ટકા વધારો થયો છે. આ દરમિયન લગભગ 1607 કેસ મહિલાની છેડતી સાથે જોડાયેલા છે. વર્ષ 2014માં જ્યાં 448 કેસ દાખલ થયા હતા ત્યાં 2015માં 553 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2016માં 606 કેસ નોંધાયા હતા.
મહિલા કોચમાં ચઢવા પર લાગશે 2 ગણો દંડ
આરપીએફે મહિલા કોચમાં યાત્રિયો પર લગાવવામાં આવતા દંડને વધારવાનો પ્રસ્તાવ પર રાખ્યો હતો. જોકે કોઇ પુરૂષ કોઇ મહિલા કોચમાં યાત્રા કરતો ઝડપાય તો તેને 500 રૂપિયા દંડ ભરવાનો રહેતો હતો. જેને વધારીને 1000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે. હાલના સમયમાં રેલવે એકની કલમ 162ના અંતર્ગત મહિલા કોચમાં યાત્રા કરતા પુરૂષો પર કાર્યવાહી કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે