હવે સરકાર એકસાથે બંધ કરી દેશે 20 બેંક ! લેવાયો મોટો નિર્ણય

ખોટમાં ચાલી રહેલી બેંકિંગ વ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકાર બેંકોના વિલયનો મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહી છે

હવે સરકાર એકસાથે બંધ કરી દેશે 20 બેંક ! લેવાયો મોટો નિર્ણય

નવી દિલ્હી : ખોટમાં ચાલી રહેલી બેંકિંગ વ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકાર બેંકોના વિલયનો મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહી છે. હાલમાં ત્રણ રાષ્ટ્રીયકૃત બેંકોના વિલય પછી હવે સરકારની નજર ગ્રામીણ બેંકો પર છે. કેન્દ્ર સરકાર સાર્વજનિક ક્ષેત્રની બેંકોની સાથેસાથે હવે ક્ષેત્રીય ગ્રામીણ બેંકો (આરઆરબી)ના એકીકરણની પ્રક્રિયા શરૂ કરવાની છે. સરકારનો ઇરાદો આરઆરબીની સંખ્યા 56માંથી ઘટાડીને 36 કરવાનો છે. આ મામલે કેન્દ્રએ રાજ્ય સાથે વિચારણા શરૂ કરી દીધી છે. 

સરકારે આ મહિને જ બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકની વિલયની પ્રક્રિયા શરૂ કરી દીધી છે એટલે આ ઘટનાક્રમ મહત્વનો છે. પ્રસ્તાવિત એકીકરણથી આરઆરબીની સંખ્યા 56માંથી ઘટાડીને 36 કરી દેવામાં આવશે. આના કારણે આરઆરબીની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધશે જેના કારણે બેંકોની નાણાંકીય સ્થિતિ સુધરી શકશે તેમજ ગ્રામીણ વિસ્તારમાં લોનનો પ્રવાહ વધશે.

ક્ષેત્રીય ગ્રામીણ બેંકોનું ગઠન આરઆરબી અધિનિયમ 1976 અંતર્ગત કરવામાં આવ્યું છે. આનો હેતુ નાના ખેડૂતો, કૃષિ શ્રમિકો તેમજ ગ્રામીણ વિસ્તારના કારીગરોને લોન અને બીજી સુવિધાઓ પુરી પાડવાનો છે. આ કાયદામાં 2015માં સંશોધન કરવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news