અમેરિકા અને ચીનના ટ્રેડવોરથી ભારતમાં સસ્તા ક્રૂડના ફૂવારા છુટશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનાં સહયોગી દેશોને ઇરાન પાસેથી નવેમ્બર સુધીમાં તમામ પ્રકારનાં આયાતને ખતમ કરવા માટે જણાવ્યું છે

Updated: Jul 12, 2018, 07:28 PM IST
અમેરિકા અને ચીનના ટ્રેડવોરથી ભારતમાં સસ્તા ક્રૂડના ફૂવારા છુટશે

નવી દિલ્હી : ઇરાન પર પ્રતિબંધ લાગુ થતા પહેલા અમેરિકાથી ભારતના કાચા તેલની ખરીદી રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ છે. જુનમાં અમેરિકાથી કાચા તેલનું આયાત રેકોર્ડ સ્તર સુધી પહોંચી ચુક્યું છે. આ આંકડો ગત્ત વર્ષની તુલનાએ લગભગ બમણો છે. એશિયન દેશોએ તેલની આપુર્તિ માટે ઇરાન અને વેનેજુએલાને બદલે અમેરિકા તરફનું વલણ કર્યું છે. જે ટ્રમ્પ તંત્ર માટે એક પ્રકારે જીત છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનાં સહયોગી દેશોને ઇરાનથી નવેમ્બર સુધી કોઇ પણ પ્રકારનાં આયાતને સંપુર્ણ ખતમ કરવા માટે જણાવ્યું છે. એવામાં ભારતની તરપથી તેને તેલની ખરીદીમાં વધારો થવા અમેરિકા માટે ક્રૂડ દ્વારા રાજનીતિક હિદોને સાધવાના પ્રયાસમાં સફળતાની જેમ છે. હાલના સરકારી આંકડાઓ અનુસાર દરરોજ 1.76 મિલિયન બેરલ કાચા તેલનો નિકાસ કરીને અમેરિકા ક્રૂડના મોટા એક્સપોર્ટ્સમાંથી એક થઇ ચુક્યું છે. આ આંકડો એપ્રીલ મહિનાનો છે. 

આંકડાઓ અનુસાર જુલાઇ સુધી અમેરિકાનાં પ્રોડ્યુસર્સ અને ટ્રેડર્સ 15 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ભારત મોકલશે, જ્યારે 2017માં આ આંકડો માત્ર  8 મિલિયન બેરલનો જ હતો. જો અમેરિકાથી આવનારા સામાન પર ચીને ટેરિફમાં વધારો કર્યો તો ફરીથી ભારતની તરફથી કાચા તોલની આયાત વધારવામાં આવી શકે છે. ચીનના ટેરિફના કારણે ભારતનો ફાયદો થશે કારણ કે અમેરિકાને કિંમતો ઘટાડવી પડી શકે છે. 

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં ફાઇનાન્સ હેડ એ.કે શર્માએ કહ્યું કે, અમેરિકી ક્રૂડની માંગમાં વધારો થયો છે કારણ કે તેની કિંમતો ઓછી છે. જો ચીનની તરફથી અમેરિકી તેલના આયાતમાં ઘટાડો કરવામાં આવે છે તો આ ઘટાડો હજી પણ વધી શકે છે. એવું થાય છે તો ભારતની તરફ દ્વારા ક્રૂડના ઇમ્પોર્ટમાં હજી પણ વધારો થઇ શકે છે.