'તેણે મારૂ સ્કર્ટ ખેંચ્ચું અને...' મોડેલની જાહેરમાં છેડતી છતાં કોઇ બચાવમાં ન આવ્યું

ઇન્દોરમાં છેડતીની એક ઘટના બની અને તેનું વર્ણન યુવતીએ સોશ્યલ મીડિયા પર કરતા ચકચાર મચી ગઇ છે. એક કથિત મોડલ અને બ્લોગરે ટ્વીટ કરીને પોતાની સાથે થયેલ છેડતીની ઘટનાનો ખુલાસો કર્યો હતો. આ મોડલે જણાવ્યું કે, જ્યારે તે પોતાનાં સ્કુટર પર જઇ રહી હતી તો લોકોએ તેનો સ્કર્ટ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ મહિલાએ સોશ્યલ મીડિયા પર પોતાની સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ ઘટના ઇન્દોર શહેરનાં સૌથી વ્યસ્ત ગણાતા માર્ગ પર બની હતી. 
'તેણે મારૂ સ્કર્ટ ખેંચ્ચું અને...' મોડેલની જાહેરમાં છેડતી છતાં કોઇ બચાવમાં ન આવ્યું

નવી દિલ્હી : ઇન્દોરમાં છેડતીની એક ઘટના બની અને તેનું વર્ણન યુવતીએ સોશ્યલ મીડિયા પર કરતા ચકચાર મચી ગઇ છે. એક કથિત મોડલ અને બ્લોગરે ટ્વીટ કરીને પોતાની સાથે થયેલ છેડતીની ઘટનાનો ખુલાસો કર્યો હતો. આ મોડલે જણાવ્યું કે, જ્યારે તે પોતાનાં સ્કુટર પર જઇ રહી હતી તો લોકોએ તેનો સ્કર્ટ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ મહિલાએ સોશ્યલ મીડિયા પર પોતાની સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ ઘટના ઇન્દોર શહેરનાં સૌથી વ્યસ્ત ગણાતા માર્ગ પર બની હતી. 

આ મહિલાએ ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું કે, આજે જ્યારે હું મારી એક્ટિવા પર જઇ રહી હતી ત્યારે બાઇક પર આવેલા યુવાનોએ મારો સ્કર્ટ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે મારો સ્કર્ટ ખેંચીને કહ્યું કે, આની  નીચે શું છે? મે જ્યારે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને હું મારૂ સંતુલન ગુમાવી બેઠી અને મારો અકસ્માત થતા હું નીચે પટકાઇ. આ ઇન્દોરનો સૌથી વ્યસ્ત માર્ગ હતો પરંતુ કોઇએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો નહી. હું આ ઘટનાથી સ્તબ્ધ છું. કારણ કે, અકસ્માત બાદ મારી પાસે દોડી આવેલા એક વૃદ્ધે કહ્યું કે, આ બધું જ તારા સ્કર્ટનાં કારણે થયું છે. 

indor

જો કે તેણે કહ્યું કે, આ ઘટના એટલી ઝડપી બની કે તેઓ ભાગી ગયા, કોઇએ તેને પકડ્યા પણ નહી કે હું પણ તેનાં બાઇકનો નંબર નોટ કરી શકી નહી. મે મારી જાતને આટલી અસહાય ક્યારે પણ અનુભવી નથી. જો કે હું તેવી યુવતી નથી કે જે ચુપ બેસી રહે. મારી છેડતી કરનારા ભાગી ગયા અને હું કાંઇ કરી શકી નહી તેનો મને અફસોસ છે. મારા મિત્રો મને નજીકની કેફેમાં લઇ ગયા અને મે સંપુર્ણ પ્રયાસ કર્યો કે હું તે ઘટનાને ભુલી શકું. એટલા માટે નહી કે હું નબળી છું, પરંતુ તે અડધા કલાક માટે હું તે બધા સામે ઝઝુમવા માટે તૈયાર નહોતી. હું નિશબ્દ છું. 

indor

યુવતીએ કહ્યું કે, મે જે કાંઇ પણ પહેર્યું હોય મારી મરજી હતી. તે યુવકોએ મને પરેશાન કરવાનો કોઇ જ હક નથી. મારી મદદ માટે આવેલા એક અંકલે કહ્યું કે, આ બધુ જ મારા સ્કર્ટનાં કારણે થયું છે. મે આટલું ખરાબ ક્યારે પણ અનુભવ્યું નથી. મે ત્યાર બાદ નક્કી કર્યું કે, હું ઇન્સ્ટાગ્રામ પર લાઇવ જઇને આ અંગે લોકો સાથે વાત કરીશ.કલ્પના કરો કે આ એક વ્યસ્ત માર્ગ હતો પરંતુ જો હું એકાંત માર્ગ પર હોત તો મારી સાથે જે થાય તે વિચારીને જ હું થથરી જાઉ છું. આવી ઘટના અંગે મોટે ભાગે યુવતીઓ ચુપ રહે છે કારણ કે તેનાં કારણે સોસાયટીમાં બદનામ થવાનો ડર છે. પરંતુ આવું કરવાથી તે લંપટ લોકોને આવું કરવાની વધારે શક્તિ મળે છે. 

હું બીજી વકત તે રોડ પર ગઇ અને આસપાસ પુછ્યું, પરંતુ દુર્ભાગ્યવશ ત્યાં સીસીટીવી કેમેરાનું કવરેજ નહોતું. હું કાલે જ પોલીસ કંપ્લેન્ટ નોંધાવવાની છુ. મારૂ માનવું છે કે, પોલીસ શોધી શકશે કે નહી પરંતુ જો હવે હું ફરિયાદ નહી નોંધાવું તો મારો ઉદ્દેશ્ય ખરાબ થઇ જશે. આ ઘટના સામે આવતાની સાથે જ શિવરાજસિંહ ચૌહાણે ઘટનાને શરમજનક ગણાવતા ત્વરીત તપાસનાં આદેશ આપ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news