International Labour Day 2022: રિસર્ચમાં ખુલાસો, વિક્સિત દેશના લોકો કરતા ભારતીયો આટલા કલાક વધુ કરે છે કામ!

આજનો દિવસ એટલે કે પહેલી મે વિશ્વભરમાં મજૂર દિવસ તરીકે ઉજવાય છે. મજૂરોના સંઘર્ષ અને બલિદાનોને યાદ કરવા માટે આજના દિવસની ઉજવણી કરાય છે. પહેલી મે 1886ના રોજ અમેરિકામાં એક આંદોલન છેડાયું અને પછી એ નક્કી થયું કે મજૂરો પાસેથી દિવસના ફક્ત 8 કલાક જ કામ લેવડાવવું જોઈએ. અહીં હવે એ જાણવું જરૂરી છે કે કામના કલાકો પ્રમાણે આપણે ભારતીયોની દુનિયામાં અન્ય કરતા શું સ્થિતિ છે. 

International Labour Day 2022: રિસર્ચમાં ખુલાસો, વિક્સિત દેશના લોકો કરતા ભારતીયો આટલા કલાક વધુ કરે છે કામ!

International Labour Day 2022: આજનો દિવસ એટલે કે પહેલી મે વિશ્વભરમાં મજૂર દિવસ તરીકે ઉજવાય છે. મજૂરોના સંઘર્ષ અને બલિદાનોને યાદ કરવા માટે આજના દિવસની ઉજવણી કરાય છે. પહેલી મે 1886ના રોજ અમેરિકામાં એક આંદોલન છેડાયું અને પછી એ નક્કી થયું કે મજૂરો પાસેથી દિવસના ફક્ત 8 કલાક જ કામ લેવડાવવું જોઈએ. અહીં હવે એ જાણવું જરૂરી છે કે કામના કલાકો પ્રમાણે આપણે ભારતીયોની દુનિયામાં અન્ય કરતા શું સ્થિતિ છે. 

લેબર દિવસ એટલે કે મજૂર દિવસ કે શ્રમિક દિવસે તમારે એ જાણવું જરૂરી છે કે લગભગ 103 વર્ષ અગાઉ આંતરરાષ્ટ્રીય શ્રમ માપદંડ (1919)ના કન્વેન્શન નંબર 1 મુજબ દુનિયામાં કોઈ પણ વ્યક્તિએ અઠવાડિયાના 48 કલાક જ કામ કરવું જોઈએ. પરંતુ આજે જોઈએ તો દુનિયાની એક તૃતિયાંશ કામ કરતી વસ્તી હજુ પણ સપ્તાહના 48 કલાક કરતા વધુ કામ કરે છે. બીજી બાજુ દુનિયાના વિક્સિત દેશોની વાત કરીએ તો કામ કરવાના કલાકો ઓછા ભલે થયા પરંતુ હજુ પણ દુનિયાનો મોટો હિસ્સો પોતાના જીવનનો ઘણો ખરો હિસ્સો રોજીરોટી કમાવવામાં કાઢી નાખે છે. 

હવે એ જાણીએ કે ક્યાં કેટલા લોકો કેટલા કલાક કામ કરે છે. આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો પૂર્વ યુરોપ અવ્વલ નંબરે છે. અહીં માત્ર 5 ટકા લોકો જ 48 કલાકથી વધુ કામ કરે છે. જ્યારે ભારત અને પાડોશી દેશોવાળો એશિયા ખંડ આ મામલે નબળો પડે છે. અહીં 55 ટકા વસ્તી 48 કલાકથી વધુ કામ કરે છે. 

ભારત દુનિયામાં સૌથી વધુ કલાક કામ કરનારા દેશોમાં સામેલ

દેશ             વર્ષ              વ્યક્તિ દીઠ કામના કલાક (સાપ્તાહિક)

ગેમ્બિયા     2018              49.84
કતાર         2019              48
ભારત        2019              47.86
જોર્ડન        2019             47.47
મોંગોલિયા  2020             46.81

વિક્સિત દેશોની સરખામણીએ ભારતીયો 10 કલાક વધુ કામ કરે છે
આપણે ILO ના રિસર્ચમાં જોયુ કે વિક્સિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચે કામના કલાકોરમાં મોટું અંતર છે. આવામાં નેધરલેન્ડ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા, યુકે, ફ્રાન્સ, ઈટાલી, વગેરે દેશોમાં કામના સાપ્તાહિક કલાકો 35થી પણ ઓછા છે. એટલે કે વિક્સિત દેશોના લોકો પાસે ભારતીયો કરતા લગભગ 10 કલાક વધુ છે. 

દેશ             વર્ષ                    વ્યક્તિ દીઠ કામના કલાક (સાપ્તાહિક)
નેધરલેન્ડ      2020                      31.74
કેનેડા           2019                      32.1
ન્યૂઝીલેન્ડ     2019                      33
યુએસએ       2020                     35.85
યુકે              2019                      35.85
ફ્રાન્સ           2020                     35.88
ઈટાલી         2020                     35.82
ફિનલેન્ડ       2020                     35.78
બેલ્જિયમ     2020                    35.71

આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન  (ILO) ના રિસર્ચ મુજબ અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરવાના માપદંડોને ધ્યાનમાં લઈએ તો વિક્સિત અને વિકાસશીલ દેશો વચ્ચે ઘણું અંતર જોવા મળે છે. વિક્સિત દેશોમાં માત્ર 15.3 ટકાથી વધુ વસ્તી જ અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરે છે જ્યારે વિકાસશીલ દેશોમાં લગભગ 40 ટકાથી વધુ વસ્તીએ સાપ્તાહિક 48 કલાકથી વધુ કામ કરવું પડે છે. બ્રિક્સ દેશોની વાત કરીએ તો ભારત તમામ સાથી દેશો આ મામલે ભારત કરતા સારી સ્થિતિમાં છે. જ્યાં બ્રાઝીલ અને રશિયામાં ક્રમશ 35 અને 38 કલાક જ કામ થાય છે. જ્યારે ચીનમાં 46.61, દક્ષિણ આફ્રીકામાં 46.81 કલાક સાપ્તાહિક કામ થાય છે જેની સામે ભારતમાં 47.86 કલાક કામ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news