આંખ ઉઘાડતો કિસ્સો, મહિલાએ જાહેરમાં બાળક સાથે કરી એવી હરકત, IPS એ સમાજને દેખાડ્યો અરીસો

નવી દિલ્હી: એક સમારોહમાં અનેક લોકોની સામે મહિલા દ્વારા બાળક સાથે છીછરી હરકત કરવાનો વીડિયો સામે આવ્યો છે. મહિલાએ કરેલા આ વ્યવહારને લઈને સોશિયલ મીડિયામાં ખાસ્સો આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી પણ થઈ રહી છે. જ્યારે આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ મહિલાની આ હરકત પર નારાજગી વ્યક્ત કરતાકહ્યું કે આવામાં બાળકો મહિલાઓની શું ખાખ ઈજ્જત કરતા શીખશે?

બાળકના માતા પિતા પણ જવાબદાર
આ વીડિયો કોઈ સમારોહનો છે જેમાં મહિલા એક બાળકના હોઠ ચૂમી લે છે અને તેની સાથે અશ્લીલ હરકત કરવાની કોશિશ કરે છે. એટલે સુધી કે આ દરમિયાન બાળક પડી જાય છે પણ તે તેને છોડતી નથી. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કાબરાએ લખ્યું કે આ મહિલા સાથે બાળકના વાલીઓ, ઓછી હરકત માટે ઉક્સાવનારા દરેક જણ આ ફૂવડતા માટે સરખા જવાબદાર છે. બાળકોને આવું બધુ શીખવાડવામાં આવશે તો તેઓ મહિલાની ઈજ્જત કરવાનું ક્યાંથી શીખશે?

કાર્યવાહીની માંગણી
આ વીડિયોને સાઈકોલોજિસ્ટ અને પુરુષોના અધિકારો માટે કામ કરતા બિજય સિંહે ટ્વિટર પર શેર કરતા લખ્યું કે 'જો આનાથી ઉલટુ થાત તો શું થાત, તેમણે ટ્વીટ કરીને લખ્યું કે બસ આ મામલાને ઉલટાવી દો અને આ હરકત જો મહિલા સાથે થાત તો...પરંતુ આભાર કે આવું નથી. કોઈ છે જો આવી મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરશે. મને ખબર છે કે તેના વિરુદ્ધ કોઈ અવાજ નહીં ઉઠાવે. આ પાગલપણું છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

Section: 
English Title: 
ips reacted hard on video of woman misbehaves with child in a program
News Source: 
Home Title: 

આંખ ઉઘાડતો કિસ્સો, મહિલાએ જાહેરમાં બાળક સાથે કરી એવી હરકત, IPS એ સમાજને દેખાડ્યો અરીસો

આંખ ઉઘાડતો કિસ્સો, મહિલાએ જાહેરમાં બાળક સાથે કરી એવી હરકત, IPS એ સમાજને દેખાડ્યો અરીસો
Author No use: 
Viral Raval
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
આંખ ઉઘાડતો કિસ્સો, મહિલાએ જાહેરમાં બાળક સાથે કરી એવી હરકત, IPS એ સમાજને દેખાડ્યો અરી
Publish Later: 
No
Publish At: 
Friday, May 14, 2021 - 10:41
Created By: 
Viral Raval
Updated By: 
Viral Raval
Published By: 
Viral Raval
Is Breaking News: 
No