ISRO એ લોન્ચ કર્યો PSLV-C51/Amazonia-1, અંતરિક્ષમાં આત્મનિર્ભર ભારતની ઉડાણ
આત્મનિર્ભર ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. અંતરિક્ષમાં પણ જય હિન્દ ગૂંજશે. ઈસરોનું પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ આ વખતે પોતાની સાથે સેટેલાઈટ ઉપરાંત ભગવદ ગીતાની એક ઈલેક્ટ્રોનિક કોપી લઈને ઉડાણ ભરી ચૂક્યું છે.
Trending Photos
બેંગ્લુરુ: આત્મનિર્ભર ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. અંતરિક્ષમાં પણ જય હિન્દ ગૂંજશે. ઈસરોનું પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ આ વખતે પોતાની સાથે સેટેલાઈટ ઉપરાંત ભગવદ ગીતાની એક ઈલેક્ટ્રોનિક કોપી લઈને ઉડાણ ભરી ચૂક્યું છે. એક નેનો સેટેલાઈટ પર PM નરેન્દ્ર મોદીની તસવીર પણ લાગેલી છે. સવારે 10:24 વાગે શ્રી હરિકોટાથી PSLV-C51/Amazonia-1 નું લોન્ચિંગ થયું. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) નું 2021માં આ પહેલું લોન્ચિંગ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર
ઈસરો (ISRO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીએસએલવી-સી51 પીએસએલવીનો 53મું મિશન છે. આ રોકેટ દ્વારા બ્રાઝિલના અમેઝોનિયા-1 ઉપગ્રહ સાથે 18 અન્ય ઉપગ્રહ પણ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ રોકેટને ચેન્નાઈથી લગભગ 100 કિલોમીટર દૂર શ્રીહરિકોટાથી લોન્ચ કરાશે. આ ઉપગ્રહોમાં ચેન્નાઈની સ્પેસ કિડ્સ ઈન્ડિયાના સતીષ ધવન એસએટી સામેલ છે. આ અંતરિક્ષ યાનના શીર્ષ પેનલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની તસવીર કોતરાઈ છે. આ ઉપરાંત ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરપર્સન ડોક્ટર કે સિવન અને વૈજ્ઞાનિક સચિવ ડોક્ટર આર ઉમામહેશ્વરનના નામ નીચેની પેનલ પર લખવામાં આવ્યું છે. એસકેઆઈએ કહ્યું કે "આ તેમની (પ્રધાનમંત્રીની) આત્મનિર્ભર પહેલ અને અંતરિક્ષ ખાનગીકરણ માટે એકજૂથતા અને આભાર વ્યક્ત કરવા માટે છે."
#WATCH ISRO's PSLV-C51 carrying Amazonia-1 and 18 other satellites lifts off from Satish Dhawan Space Centre, Sriharikota pic.twitter.com/jtyQUYi1O0
— ANI (@ANI) February 28, 2021
ડિજિટલ ગીતા અને 25 હજાર ભારતીયોના નામ
એસકેઆઈએસડી (સુરક્ષિત ડિજિટલ) કાર્ડમાં ડિજિટલ ભગવદ ગીતા પણ મોકલવામાં આવી છે. આ સાથે જ આ સેટેલાઈટ 25 હજાર ભારતીયોના નામ લઈને અંતરિક્ષમાં જશે. ઈસરોની વાણિજ્ય શાખા ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે પણ આ ખાસ દિવસ છે. ઈસરોનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. પીએસએલવી (પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ) સી51/અમેઝોનિયા-1 એનએસઆઈએલનું પહેલું સમર્પિત વાણિજ્ય મિશન છે જેનું પ્રક્ષેપણ અમેરિકાના સિએટલના ઉપગ્રહ રાઈડશેર અને મિશન મેનેજમેન્ટ પ્રદાતા સ્પેસસપ્લાઈટ ઈન્કના વાણિજ્ય મેનેજમેન્ટ હેઠળ થઈ રહ્યું છે. એનએસઆઈએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડાઈરેક્ટર જી નારાયણે જણાવ્યું કે 'અમે પ્રક્ષેપણનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. અમારા માટે બ્રાઝિલ નિર્મિત પહેલો ઉપગ્રહ લોન્ચ કરવો ખુબ ગર્વની વાત છે.'
અમેઝોનિયા-1 (Amazonia-1) બ્રાઝિલનો પહેલો ઉપગ્રહ
637 કિલોગ્રામ વજનનો અમેઝોનિયા-1 (Amazonia-1) બ્રાઝિલનો પહેલો ઉપગ્રહ છે જે ભારતથી લોન્ચ કરવામાં આવ્યો. તે રાષ્ટ્રીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (INPI) નો ઓપ્ટિકલ પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે. અમેઝોનિયા-1 અંગે ઈસરોએ એક નિવેદનમાં જણાવ્યું કે આ ઉપગ્રહ અમેઝોન ક્ષેત્રમાં જંગલો કાપવા પર નિગરાણી અને બ્રાઝિલના ક્ષેત્રમાં વિવિધ કૃષિ વિશ્લેષણ માટે ઉપયોગકર્તાઓને દુરસ્થ સંવેદી આંકડા ઉપલબ્ધ કરાવશે તથા હાલના માળખાને વધુ મજબૂત બનાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે