J-K DG Murder Case: DG હત્યાકાંડનો આરોપી ઝડપાયો, તેની ડાયરીમાંથી થયો સ્ફોટક ખુલાસો

J-K DG Murder Case: જમ્મુ અને કાશ્મીરના ડીજી (જેલ) હેમંતકુમાર લોહિયાની હત્યાના આરોપી નોકરની ધરપકડ થઈ છે. પોલીસને આ આરોપીની એક ડાયરી પણ મળી આવી છે જેમાંથી અત્યંત સ્ફોટક ખુલાસા થયા છે. લીસના જણાવ્યાં મુજબ નોકર હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગઓ હતો. તેણે મૃતદેહને બાળવાની પણ કોશિશ કરી હતી. પોલીસે ત્યારબાદ તેની સર્ચમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 

J-K DG Murder Case: DG હત્યાકાંડનો આરોપી ઝડપાયો, તેની ડાયરીમાંથી થયો સ્ફોટક ખુલાસો

Kashmir News: જમ્મુ અને કાશ્મીરના ડીજી (જેલ) હેમંતકુમાર લોહિયાની હત્યાના આરોપી નોકરની ધરપકડ થઈ છે. DG જેલ હેંમત લોહિયાનો મૃતદેહ ઉદયવાલા ખાતે તેમના મિત્રના ઘરેથી મળી આવ્યો હતો. તેમનું ગળું ચીરીને હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમના શરીર પર ઈજાના અને દાઝવાના નિશાન પણ હતા. પોલીસના જણાવ્યાં મુજબ નોકર હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગઓ હતો. તેણે મૃતદેહને બાળવાની પણ કોશિશ કરી હતી. પોલીસે ત્યારબાદ તેની સર્ચમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 

ડાયરીમાં સ્ફોટક ખુલાસા
આ બધા વચ્ચે પોલીસને યાસિરની એક ડાયરી પણ મળી આવી છે. જેમાં તેણે મોત સંલગ્ન કેટલીક વાતો લખી છે. પોલીસના જણાવ્યાં મુજબ યાસિર ડિપ્રેશનનો ભોગ બન્યો હતો અને ડાયરીમાં તેણે લખ્યું છે કે તેને જિંદગીથી નફરત છે. જમ્મુના એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે નોકર મુખ્ય આરોપી છે. હત્યાનું હથિયાર જપ્ત કરાયું છે. એક ડાયરી પણ મળી છે. જેનાથી જાણવા મળે છે કે તે ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. આગળની તપાસ ચાલુ છે. પોલીસે આરોપીનો ફોટો પણ જારી કર્યો છે. 

રામબનનો રહીશ છે યાસિર
યાસિર અહેમદ રામબનનો રહીશ છે. હત્યા બાદ તે સીસીટીવીમાં  ભાગતો જોવા મળ્યો હતો. ડીજીના ઘરે કામ કરતા તેને 6 મહિના થયા હતા. મળતી માહિતી મુજબ તે શરૂઆતથી જ ઉગ્ર સ્વભાવનો હતો. જમ્મુ કાશ્મીર DG જેલની હત્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે. DGP દિલબાગ સિંહ અને ચીફ સેક્રેટરી અરુણ મહેતા પણ ઘટના સ્થળે હાજર છે અને ફોરેન્સિક ટીમની તપાસ હાલ ચાલુ છે. પોલીસે શરૂઆતી તપાસમાં ટેરર એંગલનો ઈન્કાર કર્યો છે. જો કે ટેરર લિંક હોવાની શક્યતા નકારી શકાય પણ નહીં. આથી પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે. 

— J&K Police (@JmuKmrPolice) October 4, 2022

હત્યા પર દિલબાગ સિંહે કહ્યું કે તેઓ થોડા દિવસથી તેમના મિત્રના ઘરે રહી રહ્યા હતા.  તેમના ઘરમાં રિનોવેશનનું કામ ચાલુ હતું. ડિનર બાદ તેઓ પોતાના રૂમમાં સૂવા માટે જતા રહ્યા. યાસિર અહેમદ કોઈ બીમારીમાં મદદના બહાને તેમના રૂમમાં જ હતો. 

શું છે મામલો
સોમવારે મોડી રાતે જમ્મુમાં ડીજી જેલ હેમંત લોહિયાની હત્યા કરી નાખવામાં આવી. આતંકી આતંકી સંગઠન TRF એ એચકે લોહિયાની હત્યાની જવાબદારી લીધી છે. TRF નું પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફોર્સ નવું આતંકી સંગઠન છે. તે હાલમાં જ કાશ્મીરમાં બિન કાશ્મીરી લોકોની હત્યા સહિત તમામ હુમલા માટે જવાબદાર છે. ટીઆરએફએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે અમારી સ્પેશિયલ સ્ક્વોડે જમ્મુના ઉદયવાલામાં ગુપ્ત ઓપરેશનને અંજામ આપતા ડીજી પોલીસ જેલ એચકે લોહિયાની હત્યા કરી. આતંકી સંગઠને કહ્યું કે આ હાઈ પ્રોફાઈલ ઓપરેશન્સની શરૂઆત છે. આ હિન્દુત્વ શાસન અને તેમના સહયોગીઓને ચેતવણી છે કે અમે ગમે ત્યાં હુમલો કરી શકીએ છીએ. આ ગૃહમંત્રીને તેમના પ્રવાસ પહેલા નાનકડી ભેટ છે. અમે ભવિષ્યમાં પણ આવા ઓપરેશન ચાલુ રાખીશું.     

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news