Big Breaking: જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં આર્મી કેમ્પની અંદર વિસ્ફોટ, બે જવાન ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં ભારતીય સેનાના કેમ્પમાં મોટો વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ 15 રાષ્ટ્રીય રાયફલ્સના કેમ્પમાં થયો છે.

Big Breaking: જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં આર્મી કેમ્પની અંદર વિસ્ફોટ, બે જવાન ઘાયલ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં ભારતીય સેનાના કેમ્પમાં મોટો વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ 15 રાષ્ટ્રીય રાયફલ્સના કેમ્પમાં થયો છે. કહેવાય છે કે આ વિસ્ફોટમાં સેનાના બે જવાનો ઘાયલ થયા છે. હાલ જો કે વિસ્ફોટ થવાના કારણની જાણ થઈ નથી. 

જુઓ LIVE TV

સૂત્રોના જણાવ્યાં મુજબ કૂપવાડા જિલ્લાના હંદવાડા ક્ષેત્રના લખમપોરા રાજવારમાં 15 રાષ્ટ્રીય રાઈફલ્સ કેમ્પની અંદર આ રહસ્યમયી વિસ્ફોટ થયો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિસ્ફોટ દુર્ઘટનાવશ થયો છે. 

વિસ્તૃત માહિતી થોડી વારમાં...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news