જમ્મુ કાશ્મીર: કુલગામમાં સેનાની ટુકડી પર આતંકવાદી હૂમલો: 2 આતંકવાદી ઠાર

રાજ્યપાલ શાસન બાદ પણ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો નથી થયો. રવિવારે કુલગામ જિલ્લામાં પેટ્રોલિંગ પર નિકળેલીસેનાની એક ટુકડી પર ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ હૂમલો કરી દીધો. અચાનક થયેલા આ હૂમલામાં ઘણા જવાનો ઘાયલ થઇ ચુક્યા છે. સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં આતંકવાદીઓ પર ફાયરિંગ કરી, જો કે આતંકવાદી જીવ બચાવીને ભાગી નિકળવામાં સફળ રહ્યા. 
જમ્મુ કાશ્મીર: કુલગામમાં સેનાની ટુકડી પર આતંકવાદી હૂમલો: 2 આતંકવાદી ઠાર

જમ્મુ : રાજ્યપાલ શાસન બાદ પણ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો નથી થયો. રવિવારે કુલગામ જિલ્લામાં પેટ્રોલિંગ પર નિકળેલીસેનાની એક ટુકડી પર ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ હૂમલો કરી દીધો. અચાનક થયેલા આ હૂમલામાં ઘણા જવાનો ઘાયલ થઇ ચુક્યા છે. સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં આતંકવાદીઓ પર ફાયરિંગ કરી, જો કે આતંકવાદી જીવ બચાવીને ભાગી નિકળવામાં સફળ રહ્યા. 

ઘાયલ જવાનોને સેનાની હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યા છે. સેના અને પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરીને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું છે. મળતી માહિતી અનુસાર બંન્ને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે. સેનાની અન્ય ટુકડીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ચુકી છે. આતંકવાદીઓની વિરુદ્ધ સેનાની કાર્યવાહી ઉપરાંત તંત્રએ કુલગામ જિલ્લાની ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓને પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. સેનાનાં એક અધિકારીએ જણાવ્યું કે, ઘાયલોની સ્થિતી ખતરાની બહાર છે. 

પોલીસ મહાનિરીક્ષક (ડીજીપી) એસ.પી વૈદ્યે જણાવ્યું કે, જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. કાર્યવાહી હજી પણ ચાલી રહી છે. તે અગાઉ 22 જુન, શુક્રવારે પણ આતંકવાદીઓએ સીઆરપીએફ અને પોલીસની એક સંયુક્ત ટુકડી પર ગ્રેનેડ ફેંક્યો અને ગોળીબાર પણ કર્યો. ત્રાલના બસ સ્ટેન્ડ પર થયેલા આ હૂમલામાં 9 જવાન ખરાબ રીતે ઘાયલ થયા હતા. આ દિવસે સેનાને અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓની વિરુદ્ધ કાર્યવાહી કરતા મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ ઘર્ષણમાં ઇસ્લામીક સ્ટેટનાં ચાર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરમાં 19 જુને ભાજપે પીડીપી સરકારનુ ગઠબંધન પડી ભાંગ્યું હતું જેથી 3 વર્ષ જુની સરકાર પડી ભાંગી હતી. મહેબુબા મુફ્તી દ્વારા રાજીનું આપવામાં આવ્યા બાદ ત્યાં અન્ય ઘણા દળો સરકાર બનાવવા અથવા કોઇ અન્યને સમર્થન આપવા માટે સામે નહોતા આવ્યા. ત્યાર બાદ 20 જુન, બુધવારે રાજ્યમાં છ મહિના માટે રાજ્યપાલ શાસન લાગુ કરી દેવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news