આખરે જયા પ્રદાએ કેમ કહેવું પડ્યું, ‘અખિલેશ તમારા પણ સંસ્કાર મરી ગયા છે...’

મપુરથી ભાજપ ઉમેદવાર જયા પ્રદાએ આઝમ ખાનના નિવેદનને લઇને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ નિશાન સાધ્યું છે. લોકોની સામે આવીને તમે પણ મને નાચવાવાળી કહી રહ્યાં છો, શું તમને હું નાચવાવાળી લાગુ છું. અખિલેશ તમારા પણ સંસ્કાર સમાપ્ત થઇ ગયા છે.

આખરે જયા પ્રદાએ કેમ કહેવું પડ્યું, ‘અખિલેશ તમારા પણ સંસ્કાર મરી ગયા છે...’

નવી દિલ્હી: રામપુરથી ભાજપ ઉમેદવાર જયા પ્રદાએ આઝમ ખાનના નિવેદનને લઇને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે રવિવારે કહ્યું હતું કે, અખિલેશ મારી વાત સાંભળો, તમને હું નાનો ભાઇ કહેતી હતી પરંતુ તમે શું કર્યું, લોકોની સામે આવીને તમે પણ મને નાચવાવાળી કહી રહ્યાં છો, શું તમને હું નાચવાવાળી લાગુ છું. ‘અખિલેશ તમારા પણ સંસ્કાર મરી ગયા છે...’

તેમણે આઝમ ખાન પર નિશાન સાધતા અખિલેશ યાદવ માટે કહ્યું કે, જે નેતાની સાથે તમે રહો છો, તમારું પણ દિમાગ તેમની જેમ તુચ્છ વાતો કરવા લાગ્યું છે. તે તમારા માટે શોભનિય નથી.

રામપુરથી સપા ઉમેદવાર આઝમ ખાને રવિવારે જયા પ્રદા પર વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ આઝમ ખાને સફાઇ આપતા કહ્યું કે, ‘હું નવ વખત રામપુરથી ધારાસભ્ય ચૂંટાયો છું. મંત્રી પણ રહ્યો છું. મને ખબર છે કે શું બોલવું જોઇએ. જો કોઇ સાબિત કરી બતાવે કે મેં મારા નિવેદનમાં કોઇનું નામ લીધું હોય અથવા કોઇનું અપમાન કર્યું હોય તો હું ચૂંટણીથી મારી ઉમેદવારી પરત ખેંચી લઇશ.’

વધુમાં વાંચો: 

આઝમ ખાનના વિવાદિત નિવેદન પર જયા પ્રદાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, તેમણે મને ગાળ આપી, હું તે વાણીને સહન કરી શકતી નથી. દિકરીઓના દમન સામે લોકોને લડવું પડશે. એક વોટ પણ આઝમ ખાનને ના જવો જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news