Corona સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે કડકનાથ મુરઘી, ICMR ને પત્ર લખી ગણાવ્યા ફાયદા
MP News: ઝાબુઆના કડકનાથ રિસર્ચ સેન્ટર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ અને ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચને લખવામાં આવેલા પત્રમાં કડકનાથ મુરઘીના ફાયદાનો દાવો કરવામાં આવ્યો છે.
Trending Photos
ઝાબુઆઃ મધ્યપ્રદેશના ઝાબુઆની ઓળખ બની ચુકેલા કડકનાથ મરઘી (Kadaknath) હવે કોરોના (COVID-19) સામે લડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ દાવો ઝાબુઆ કડકનાથ રિસર્ચ સેન્ટર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ (DHR) ને લખવામાં આવેલા પત્રમાં કરવામાં આવ્યો છે. પત્ર લખી સલાહ આપવામાં આવી છે કે કોરોના દરમિયાન કે તેનાથી રિકવર થઈ ચુકેલા દર્દીઓ માટે કડકનાથ મુરઘીનો ઉપયોગ ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે કડકનાથનું મીટ, ઇંડા અને સૂપ પોસ્ટ કોવિડ દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે, સાથે તેમાં પ્રોટીન અને આયરનનો સારો સ્ત્રોત છે. તેમાં વિટામિન, કાર્બોહાઇડ્રેડ વધુ માત્રામાં હોય છે. આ સિવાય તેમાં ફેટ ખુબ ઓછા હોય છે. તેનાથી ઇમ્યુનિટી સારી થાય છે. તેવામાં તેને દર્દીઓના ડાયટમાં સામેલ કરવા જોઈએ. કોયમ્બટૂર અને હૈદરાબાદ લેબોરેટરીના રિપોર્ટમાં પણ આ વાત સામે આવી છે.
જણાવ્યા કડકનાથના ફાયદા
ICMR અને DHR ને લખેલા પત્રમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબુઆએ સૂચન કર્યું કે, કડકનાથ મીટ, તેના ઇંડા અને સૂપને ડાયટમાં સામેલ કરી શકાય છે. તેમાં જરૂરી તત્વ પૂફા, ડીએચએ, ઝિંક, આયરન, વિટામિન સી, એસેંશિયલ એમીનો એસિડની સાથે અન્ય વિટામિન હોય છે. તે ઇમ્યુનિટી વધારવામાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. ઝાબુઆની પ્રસિદ્ધ કડકનાથ મુરઘી કાળા રંગ અને ઔષધીય ગુણોને કારણે વિશ્વભરમાં ઓળખાય છે. આ મુરઘી કાળી હોય છે. ત્યાં સુધી કે તેનું લોહી અને માંસ પણ કાળુ હોય છે. તેથી તેને બ્લેક ચિકન પણ કહેવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે