Jammu Kashmir માં આતંકીઓ સાથે સંબંધના આરોપમાં 11 કર્મચારી ટર્મિનેટ, LG એ આપ્યો આદેશ
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) માં આતંકીઓ સાથે સંબંધના આરોપમાં 11 સરકારી કર્મચારીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સરકારના આ પગલાનું પ્રદેશના પૂર્વ ડીજીપી એસપી વૈદ્યએ પણ સમર્થન કર્યું છે.
Trending Photos
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) થી આર્ટિકલ 370 હટ્યા બાદ મોટા ફેરફાર જોવા મળી રહ્યાં છે. સુરક્ષાદળોના જવાન આતંકીઓનો સફાયો કરી રહ્યાં છે તો સરકારી નોકરીઓમાં રહેલા 'ગદ્દારો'ને પણ શોધી-શોધીને બેરોજગાર કરવામાં આવી રહ્યાં છે.
11 સરકારી કર્મચારી સસ્પેન્ડ
પ્રદેશના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા (Manoj Sinha) ના આદેશ પર વિભિન્ન વિભાગોમાં કાર્ય કરી રહેલા 11 સરકારી કર્મચારીઓને સેવામાંથી ટર્મિનેટ (Terminate) કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
પૂર્વ ડીજીપી શેષ પોલ વૈદે કર્યુ સમર્થન
જમ્મુ-કાશ્મીરના ડીજીપી નિવૃત શેષ પોલ વૈદ્યે સરકારની આ કાર્યવાહીનું સમર્થન કર્યુ છે. વૈદ્યે ટ્વીટ કરી કહ્યુ- આતંકીઓ સાથે સંપર્ક રાખનાર સરકારી કર્મચારીઓને નોકરીમાંથી ટર્મિનેટ કરી જમ્મુ-કાશ્મીર તંત્રએ યોગ્ય પગલું ભર્યું છે. પ્રદેશમાં આ પ્રકારની કઠોર કાર્યવાહીની જરૂર લાંબા સમયથી અનુભવાઈ રહી હતી.
આતંકીઓ સાથે સંબંધનો આરોપ
નોકરીમાંથી કાઢી મુકવામાં આવેલા 11 કર્મચારીઓમાં બે સરકારી ટીચર છે. આ બંને અનંતનાગ જિલ્લામાં તૈનાત હતા અને આતંકીઓના ઓવરગ્રાઉન્ડ વર્કરના રૂપમાં કામ કરતા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસના બે સિપાહીઓને પણ ટર્મિનેટ કરવામાં આવ્યા છે. તે બંને આતંકીઓને સુરક્ષાદળોના ઓપરેશનોની ગુપ્ત જાણકારી લીક કરવાનું કામ કરતા હતા.
આ વિભાગો પર થઈ કાર્યવાહી
સૂત્રો પ્રમાણે ટર્મિનેટ (Terminate) થનારા કર્મચારીઓમાં અનંતનાગ જિલ્લાથી 4, બડગામથી 3, બારામૂલા, શ્રીનગર, પુલવામા અને કુપવાડા જિલ્લામાંથી 1-1 કર્મચારી સામેલ છે. વિભાગવાર વાત કરીએ તો શિક્ષણ વિભાગમાં કામ કરતા 4 કર્મચારી, પોલીસ વિભાગના 2 અને કૃષિ, સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર, પાવર SKIMS અને સ્વાસ્થ્ય વિભાગના 1-1 કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે