લેખપાલ બનતા જ પત્નીએ દેખાડ્યા તેવર, કાર્પેન્ટર પતિને કહ્યું- તારો મારો કોઈ મેળ નથી

ઉત્તર પ્રદેશના બરેલીમાં જ્યોતિ મોર્યનો કેસ સામે આવ્યો હતો અને હવે ઝાંસીમાં એક આવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ થોડા સમય પહેલા એક કાર્પેન્ટર સાથે લવ મેરેજ કર્યા હતા. બંને વચ્ચે એવો પ્રેમ હતો કે એકબીજાને જોયા વગર રહી શકતા નહતા. હવે યુવતીએ કારપેન્ટર પતિને સ્પષ્ટ કહી દીધુ કે તેમનો બંનેનો કોઈ મેળ નથી.

લેખપાલ બનતા જ પત્નીએ દેખાડ્યા તેવર, કાર્પેન્ટર પતિને કહ્યું- તારો મારો કોઈ મેળ નથી

ઉત્તર પ્રદેશના બરેલીમાં જ્યોતિ મોર્યનો કેસ સામે આવ્યો હતો અને હવે ઝાંસીમાં એક આવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ થોડા સમય પહેલા એક કાર્પેન્ટર સાથે લવ મેરેજ કર્યા હતા. બંને વચ્ચે એવો પ્રેમ હતો કે એકબીજાને જોયા વગર રહી શકતા નહતા. પતિના વિયોગથી બચવા માટે યુવતી ક્યારેય પીયર જતી નહતી. જો કે સાસરામાં રહીને તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી રહી. આ બધા વચ્ચે યુવતીનું લેખપાલની પરીક્ષામાં સિલેક્શન થઈ ગયું. 

હવે યુવતીએ કારપેન્ટર પતિને સ્પષ્ટ કહી દીધુ કે તેમનો બંનેનો કોઈ મેળ નથી. તે બીજી કોઈ યુવતી શોધી લે. હાલ મામલો પોલીસ પાસે પહોંચી ગયો છે. પોલીસ બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયત્ન કરી રહી છે. પીડિત પતિ નીરજ વિશ્વકર્માએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે લગભગ પાંચ વર્ષ પહેલા તેા એક મિત્ર દ્વારા ઋચા સાથે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે પહેલી નજરે પ્રેમ થઈ ગયો હતો. થોડા દિવસ સુધી બંને ફોન પર અને પછી મળીને પ્રેમભરી વાતો કરતા રહ્યા પરંતુ બંનેને એકબીજાથી છૂટા  પડવું પસંદ નહતું. 

2022માં કર્યા કોર્ટ મેરેજ
પ્રેમને પગલે બંનેએ 6 ફેબ્રુઆરી 2022ના રોજ કોર્ટમાં લગ્ન કરી લીધા. નીરજે જણાવ્યું કે તે કાર્પેન્ટર હતો પરંતુ ઋચાના સપના મોટા હતા અને તે ભણીને કઈક બનવા માંગતી હતી. તેણે પણ ઋચાનો જુસ્સો વધાર્યો અને પોતે ખુબ કષ્ટ સહન કરીને પણ તેને આગળ અભ્યાસ કરાવ્યો. કોચિંગની ફી ભરી. આ બધા વચ્ચે લેખપાલ ભરતી માટે ફોર્મ બહાર પડ્યું અને તે પોતે જ તેના માટે ફોર્મ પણ લઈ આવ્યો. તેણે આ પરીક્ષાની તૈયારી માટે ઋચાને ઘરેલુ કામોથી મુક્ત કરી. 

છ મહિના પહેલા છોડ્યું ઘર
એટલે સુધી કે તેના માટે ભોજન પણ તે પોતે બનાવતો હતો. ગત વર્ષે આ પરીક્ષાનું પરિણામ આવ્યું. જેમાં જ્યારે ઋચાની પસંદગી થઈ તો તેનું આખું ઘર ખુશીથી ભરાઈ ગયું. પરંતુ આ ખુશી લાંબો સમય ટકી નહીં. રિઝલ્ટ જોયા બાદ પત્ની ઋચાના તેવર બદલાઈ ગયા. લગભગ 6 મહિના પહેલા એક દિવસ તેની પત્ની ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી અને પછી પાછી ફરી નહીં. ત્યારબાદ પરિજનોએ યુવતીની શોધ આદરી. 

લેખપાલ બનતા જ દેખાડ્યા તેવર
એટલે સુધી કે સાસરામાં પણ પૂછપરછ કરી. જ્યારે કોઈ ખબર ન મળ્યા ત્યારે તેણે પોલીસમાં પત્ની ગૂમ થયાની ફરિયાદ નોંધાવી. હવે પોલીસે ઋચાની શોધ કરીને બંને પતિ પત્નીને પોલીસ સ્ટેશનમાં આમનો સામનો કરાવ્યો. આ દરમિયાન પહેલા તો ઋચાએ ઓળખવાની પણ ના પાડી દીધી. એમ કહ્યું કે હવે તે લેખપાલ બની ગઈ છે આવામાં કોઈ કાર્પેપેન્ટર સાથે તેનો કોઈ મેળ નથી. નીરજે પોલીસને જણાવ્યું કે લેખપાલ બનતા જ તેની પત્નીના રંગઢંગ બદલાઈ ગયા હતા. વાતચીત તો દૂર, ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધુ હતું. એટલે સુધી કે બુધવારે તે લેખપાલનું સર્ટિફિકેટ લેવા પહોંચી તો તે પણ ત્યાં પહોંચ્યો હતો. પરંતુ તેને જોઈને ઋચા ચૂપચાપ પાછળના રસ્તેથી નીકળી ગઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news