JK: સોપોરથી LeTના ત્રણ આતંકીઓની ધરપકડ, હથિયાર-દારૂગોળા જપ્ત


જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને રાજ્ય પોલીસને મોટી સફળતા મળી છે. લશ્કર-એ-તોયબાના ત્રણ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. 
 

JK: સોપોરથી LeTના ત્રણ આતંકીઓની ધરપકડ, હથિયાર-દારૂગોળા જપ્ત

જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોનું  આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે. આ વચ્ચે સુરક્ષા દળો અને રાજ્ય પોલીસને તે સમયે મોટી સફળતા મળી, જ્યારે સોપોરમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડ કરાયેલા લશ્કર-એ-તૈયબાના આ આતંકીઓની પાસે મોટી સંખ્યામાં હથિયાર, દારૂગોળા અને અન્ય ખતરનાક સામગ્રી જપ્ત થઈ છે. 

પાકિસ્તાનના આતંકી ષડયંત્રને લઈને તપાસ એજન્સીઓને ઘણી મોટી જાણકારીઓ મળી છે. ગુપ્ત રિપોર્ટથી એવી જાણકારી પણ મળી છે કે લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી)થી તાલિબાન કમાન્ડો ટ્રેનિંગ અને ઘુષણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 

તપાસ એજન્સીઓને પાકિસ્તાન તરફથી ઘુષણખોરી કરાવવા અને તેની આતંકી ગતિવિધિઓના ષડયંત્ર વિશે જાણકારી મળી છે. તે ગુપ્ત રિપોર્ટ્સ અનુસાર, આતંકીઓના 2 અજાણ્યાગ્રુપ ગુરેજ સેક્ટરની વિરુદ્ધ સરદારીની પાસેથી ઘુષણખોરી કરાવવાના પ્રયાસમાં લાગેલા છે. જેમાં જેઈએમ અને યૂનીડેનના સંગઠન સાથે જોડાયેલા બે જૂથ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news