જોધપુરમાં વાયુસેનાનું MIG- 27 વિમાન થયું ક્રેશ, લાગી ભીષણ આગ

અકસ્માત મંગળવારે સવારે જોધપુર નજીક દેવલિયા ગામ પાસે થયો છે. જોકે આ અકસ્માતમાં વિમાનના પાયલોટને નુકસાન થયું નથી.

જોધપુરમાં વાયુસેનાનું MIG- 27 વિમાન થયું ક્રેશ, લાગી ભીષણ આગ

જોધપુર: રાજસ્થાનના જોધપુરમાં મંગળવારે સવારે વાયુસેનાનું એક વિમાન ક્રેશ થઇ ગયું. આ અકસ્માત બનાડ પાસે દેવલિયામાં થયો. અકસ્માત બાદ ઘટનાસ્થળે પોલીસ અને ફાયરબ્રિગેડ પહોંચી ગઇ છે. ઘટનાની જાણકારી મળતાં જ વાયુસેનાના સ્ટેશન પરથી હેલિકોપ્ટર ઘટના સ્થળે રવાના થઇ ગયું છે. 

અકસ્માત મંગળવારે સવારે જોધપુર નજીક દેવલિયા ગામ પાસે થયો છે. જોકે આ અકસ્માતમાં વિમાનના પાયલોટને નુકસાન થયું નથી. રિપોર્ત અનુસાર, આ અકસ્માત ટેક્નિકલ ખામીના લીધો સર્જાયો હતો. વિમાન ક્રેશ થતાં ખાલી જગ્યા પર આગ લાગી ગઇ હતી, જેને ફાયર બ્રિગેડ દ્વારા ઓલવવામાં આવી. એરફોર્સના જવાન અને પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. 

— ANI (@ANI) September 4, 2018

જે સ્થળ પર પ્લેન ક્રેશ થયું, તેની આસપાસ બધા લોકો સુરક્ષિત છે, પરંતુ પ્લેન ક્રેશ થવાના કારણે તેમાં આગ લાગી ગઇ છે. ઘટનાસ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.
जोधपुर में वायुसेना का MIG- 27 विमान हुआ क्रैश, लगी भीषण आग

વિસ્તૃત જાણકારી માટે રાહ જુઓ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news