ઉજ્જૈન: મહાકાળ મંદિર બહારથી જ્યોતિરાદિત્યનાં ચપ્પલ ચોરાયા, કાર્યકર્તાઓ ખુશ !

ચપ્પલ પહેર્યા વગર જ ગરમ ફર્શ પર ચાલીને સિંધિયા પ્રવચન હોલ સુધી પહોંચ્યા હતા

Updated By: May 12, 2018, 08:22 PM IST
ઉજ્જૈન: મહાકાળ મંદિર બહારથી જ્યોતિરાદિત્યનાં ચપ્પલ ચોરાયા, કાર્યકર્તાઓ ખુશ !

ઉજ્જૈન : મધ્યપ્રદેશમાં આ વર્ષનાં અંતમાં વિધાનસભા ચૂંટણી છે. એવામાં તમામ મોટા નેતા પ્રદેશમાં પોતાનો વ્યાપ વધારવાનાં પ્રયાસો કરી રહ્યા છે. શિવરાજ, કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર ચાલુ કરી દીધા છે. આ ક્રમમાં મધ્યપ્રદેશ કોંગ્રેસનાં ચૂંટણી કેમ્પેઇન વડા જ્યોતિરાદિત્ય સિંધિયા શુક્રવારે જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર દર્શન કરવા માટે ઉજ્જૈન ગયા હતા. તેમણે પત્ની પ્રિયદર્શની અને પુત્ર સાથે પ્રભુને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. વિધિ -વિધાન સાથે પુજન અભિષેક કર્યું પરંતુ તેમનાં ચપ્પલ ચોરાઇ ગયા હતા. 

થોડા સમય સુધી ચપ્પલ શોધ્યા બાદ નહી મળતા તેઓ ખુલ્લા પગે જ ફર્શ પર ચાલીને પ્રવચન હોલ સુધી પહોંચ્યા હતા. જો કે સ્થાનિક કાર્યકર્તાઓ તેમનાં ચપ્પલ ચોરી થવાનાં કારણે ખુબ જ ખુશ થઇ ગયા હતા. તેઓએ કહ્યું કે, મહાકાલેશ્વર મંદિરમાંથી ચપ્પલની ચોરીથાય તે ખુબ જ સારૂ કહેવાય. તેમનાં માટે નવા ચપ્પલ મંગાવવામાં આવ્યા હતા. બીજી તરફ દર્શન કર્યા બાદ સિંધિયાએ મહાકાલ મંદિરમાં મીડિયા સાથે ચર્ચા કરી હતી. 

jyotiraditya scindia visit mahakaleshwar temple in ujjain'€‹

સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસમાં કોઇ જુથબાજી નથી અને મે તમામ સાથે વાત કરી છે. કોંગ્રેસ સાથે એક થયા બાદ હવે કોઇ જ જુથવાદ નથી. કોગ્રેસ એક થવાનાં કારણે વિરોધીઓ પણ ગભરાઇ ચુક્યા છે. ધાર્મિક સંસ્થામાં હું કોઇ રાજનીતિક વાત નથી કરતો અને રાજનીતિક મંચ પરથી ક્યારે પણ ધર્મની વાત નથી કરતો. મહાકાલી મંદિરમાં દર્શન બાદ સિંધિયાએ બડે ગણેશ મંદિરમાં પણ દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેઓ જ્યોતિષાચાર્ય પંડિત આનંદ શંકરને પણ મળ્યા હતા. 

આ મુલાકાત પાછળ અટકળો લગાવાઇ રહી હતી કે, આનંદ શંકર વ્યાપ સિંધિયાની કુંડળીમાં રહેલા દોષનું નિવારણ કરાવશે પરંતુ પંડિત આનંદ શંકર સાથે વાત કરતા કહ્યું કે, હાલ તેમની પાસે જ્યોતિરાદિત્ય સિંધિયાની કુંડળી નથી આવી પરંતુ તેઓ સારા વ્યક્તિ છે. તેમનાં યોગ સારા છે. 

ધાર્મિક કાર્યો પતાવ્યા બાદ સિંધિયાએ મહાકાલ મંદિરની બહારથી જ પોતાની જનાક્રોશ રેલીની શરૂઆત કરી હતી. આ રેલીમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. સિંધિયાએ ભાજપ અને શિવરાજ સરકાર પર સીધો હૂમલો કર્યો. તેમણે કહ્યું કે, 14 વર્ષમાં મધ્યપ્રદેશ બેહાલ થઇ ગયું છે.