વડોદરા: લુખ્ખાનાં ત્રાસથી કંટાળેલા વેપારીએ ફાયરિંગ કર્યું
મુલ્લા મેમણ નામના વ્યક્તિએ અજ્જુ પર ફાયરિંગ કર્યા બાદ પોતાનાં મિત્રો અને રિવોલ્વર સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો
Trending Photos
વડોદરા : શહેરનાં પાણીગેટ વિસ્તારમાં અજ્જુ નામનાં એક લુખ્ખા તત્વનો ભારે આતંક હતો. તે તમામ દુકાનો પાસેથી હફ્તો ઉઘરાવતો હતો. જો કે તે ગમે તે વેપારી પાસેથી મન ફાવે તેવી ઉઘરાણી કરતો હતો. હપ્તો આપવા છતા પણ તેનાં લુખ્ખાઓનો આ વિસ્તારમાં આતંક હતો. તેઓ ગમે તે દુકાનમાં ઘુસીને મનમાની કરતા હતા અને સ્થાનિકોને પણ ભારે પરેશાન કરતા હતા. જેનાં કારણે સ્થાનિક વેપારીઓ ત્રાસી ચુક્યા હતા.
જો કે અજ્જુની દાદાગીરીથી કંટાળી ચુકેલ અને હોઝીયરીનો વ્યાપાર ધરાવતા ઉવેશ ઉર્ફે મુલ્લા મેમણને અજ્જુનાં સાગરિત સાથે હપ્તા મુદ્દે માથાકુટ થઇ હતી. જેનાં કારણે અજ્જુનાં ભાઇએ તેને હત્યા કરી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ અજ્જુએ પણ તેને ધમકી આપી હતી. દરમિયાન મુલ્લો મેમણ પોતાનાં મિત્રો સાથે ચા પીવા માટે ગયો હતો. જ્યાં અજ્જુનાં ભાઇએ આવીને તેને ધમકાવ્યો હતો. ત્યાર બાદ અજ્જુએ ફોન કરીને ફરીવાર તેને ધમકી આપવા ઉપરાંત બિભત્સ ગાળો પણ ભાડી હતી.
મેમણે હુમલાની આશંકા હોવાથી રિવોલ્વસ અને છરી રાખી હતી. દરમિયાન અજ્જુ પોતાનાં ભાઇ અને સાગરિત સાથે મેમણ પર હૂમલો કરવા માટે મોડી રાત્રે ધસી આવ્યો હતો. જેથી મેમણે પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. સીટી પોલીસ સ્ટેશનની નજીક જ ફાયરિંગ થતા તત્કાલ લોકો ભાગી ગયા હતા. અજ્જુ પણ પોતાનાં સાગરિતો સાથે નાસી છુટ્યો હતો. જ્યારે વેપારી પોતાનાં મિત્રો, રિવોલ્વર અને છરી સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે