બસપાએ ઝટકો આપ્યો છતા કોંગ્રેસે કહ્યું વાતચીત માટેનો રસ્તો હજી પણ ખુલ્લો

વિધાનસભા ચૂંટણી મુદ્દે ત્રણ ધારાસભ્યો સહિત 22 ઉમેદવારોની જાહેરાત બાદ એવી અટકળો લગાવાઇ રહી છે કે હવે બસપા- કોંગ્રેસનુ ગઠબંધન નહી થાય

બસપાએ ઝટકો આપ્યો છતા કોંગ્રેસે કહ્યું વાતચીત માટેનો રસ્તો હજી પણ ખુલ્લો

ભોપાલ : છત્તીસગઢમાં કોંગ્રેસને ગઠબંધનને ઠેંગો દેખાડીને છત્તીસગઢમાં જોગી સરકાર સાથે ગઠબંધન કરી ચુકેલી બસપાના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે મોટુ નિવેદન આપ્યું છે. કમલનાથે દાવો કર્યો કે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ગઠબંધન થઇ શકે છે. કમલનાથે રવિવારે કહ્યું કે, આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી (બસપા) અને સમાજવાદી પાર્ટી (સપા)ની સાથે કોંગ્રેસની વાતચીત ચાલી રહી છે. 

કોંગ્રેસની પ્રાથમિકતા છે મતની વહેંચણી અટકાવવી
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બસપાની સાથે ગઠબંધન તુટવા અંગે પુછાયેલા એક સવાલ અંગે તેમમે કહ્યું કે, ગઠબંધન માટે બસપાની તરફથી સપાની સાથે અમારી વાતચીત હાલ ચાલી રહી છે. તેમણે કહ્યું કે અમારી પ્રાથમિકતા (બિન ભાજપ) વોતોની વહેંચણીને અટકાવવાની છે. જેથી ભાજપને ફાયદો ન થાય. કમલનાથે દાવો કર્યો કે તેના સાર્થક પરિણામ નિકળશે.

સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે થઇ વાતચીત
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે તેમની રવિવારે સવારે ગઠબંધન માટે વાતચીત થઇ છે. સમજુતી શક્ય પણ છે અને નહી પણ. તેમમે કહ્યું કે, મને આશા છે કે ફઇ- ભત્રીજો (માયાવતી અને અખિલેશ યાદવ) ભાજપને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હરાવવા માટે કોંગ્રેસનો સાથ આપશે. 
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી મુદ્દે બસપા દ્વારા ત્રણ ધારાસભ્યો સહિત 22 ઉમેદવારોની જાહેરાત બાદથી એવી અટકળો ચાલુ તઇ ગઇ હતી કે બસપા- કોંગ્રેસનું ગઠબંધન નહી થાય .

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news