રાજકારણમાં ઉતરવા માટે તૈયાર કંગના રણાવત...અહીંથી લડી શકે છે ચૂંટણી!

અભિનેત્રીએ દરેકવાર પોતાના પોલિટિકલ સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. તે રાજકીય મુદ્દાઓથી માંડીને સામાજિક અને દેશની સમસ્યાઓ પર ખુલીને પોતાના વિચાર રજૂ કરે છે. બોલીવુડની આ બેબાક અભિનેત્રી હવે જલદી પોતે રાજકારણમાં ઉતરવાની જાહેરાત કરી શકે છે. 

રાજકારણમાં ઉતરવા માટે તૈયાર કંગના રણાવત...અહીંથી લડી શકે છે ચૂંટણી!

Kangana Ranaut Will Contest Election: બોલીવુડ અભિનેત્રી કંગના રણાવત રાજકીય મુદ્દાઓ પર પોતાના બેબાક નિવેદનો માટે પણ જાણિતી છે. અભિનેત્રીએ દરેકવાર પોતાના પોલિટિકલ સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. તે રાજકીય મુદ્દાઓથી માંડીને સામાજિક અને દેશની સમસ્યાઓ પર ખુલીને પોતાના વિચાર રજૂ કરે છે. બોલીવુડની આ બેબાક અભિનેત્રી હવે જલદી પોતે રાજકારણમાં ઉતરવાની જાહેરાત કરી શકે છે. 

ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા માંગે છે કંગના
કંગના રણાવતે એક ચેનલના કાર્યક્રમમાં પોતાના રાજકીય કેરિયરને લઇને મોટું નિવેદન આપ્યું છે. હિમાચલ પ્રદેશમાં પંચાયત ચૂંટણી યોજાવવાની છે. તેને લઇને યોજાયેલા કાર્યક્રમમાં કંગના રણાવતે પણ ભાગ લેવા પહોંચી હતી. હિમાચલ કંગના રણાવતનું હોમટાઉન છે. રાજ્યમાં ચૂંટણી હોવાની છે અને આ દરમિયાન કંગના રણાવતે જાહેરાત કરી છે કે તે હિમાચલ પ્રદેશથી ચૂંટણી લડવા માંગે છે. અભિનેત્રીએ કહ્યું કે જનતા જે ઇચ્છે છે અને ભારતીય જનતા પાર્ટી તેમને ટિકીટ આપે છે તો તે ચૂંટણી લડવા માટે તૈયાર છે. 

કોંગ્રેસમાંથી ભાજપનો સપોર્ટર બન્યો પરિવાર
કંગનાએ કહ્યું કે 'હું રાજકીય પરિવારમાંથી આવું છું. મારા પિતાજી પણ રાજકારણમાં હતા. અમારી જે પણ સિસ્ટમ રહી છે, મારા પિતાએ બધી વસ્તુઓ કોંગ્રેસના માધ્યમથી કરી હતી. પરંતુ 2014 માં જ્યારે પ્રધાનમંત્રી નરન્દ્ર મોદીની સરકાર બની તો અચાનક ટ્રાંસર્ફોમેશન થયું. મારા પિતાએ પહેલીવાર મને પીએમ વિશે જણાવ્યું અને 2014 માં અમે ઓફિશિયલ કોંગ્રેસમાંથી ભાજપમાં કંવર્ટ થઇ ગયા. 

હોમટાઉન હિમાચલની સેવા કરવા માંગે છે કંગના
રાજકારણમાં આવવાની યોજના પર કંગના રણાવતે કહ્યું કે 'પરિસ્થિતિ અનુસાર જો ભાજપ સરકાર મારી ભાગીદારીને ઇચ્છશે તો હું તમામ પ્રકારની ભાગીદારી માટે તૈયાર છું. સારું રહેશે જો હિમાચલ પ્રદેશના લોકો મને સેવા કરવાની તક આપે. તો નિશ્વિતરૂપથી, આ સૌભાગ્યની વાત રહેશે.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news