દલિત ખાતર મુખ્યમંત્રીપદની ખુરશી પણ કુર્બાન કરી દઇશ: સિદ્ધારમૈયા
જો કોઇ દલિતને મુખ્યમંત્રી બનાવવાની નોબત આવી તો હું સ્વયં મુખ્યમંત્રી પદ પરથી હટી જઇશ
Trending Photos
બેંગ્લુરૂ : કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામને હવે બે દિવસની વાર છે ત્યારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મહત્વની જાહેરાત કરી દીધી છે. સમાચાર એજન્સી એએનઆઇનાં અનુસાર સિદ્ધારમૈયાએ કહ્યું કે, તેઓ દલિતો ખાતર મુખ્યમંત્રીની કુર્શી છોડવા માટે પણ તૈયાર છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે, જો કોઇ દલિતને મુખ્યમંત્રી પદ સોંપવાની નોબલ આવશે તો હું પોતે જ તેને આગળ કરી દઇશ. જો કોઇ દલિત માટે મારે મુખ્યમંત્રી પદ છોડવું પડશે તો હું જરા પણ પાછો નહી હટું.
અગાઉ સિદ્ધારમૈયાએ કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપને સૌથી મોટી પાર્ટી સ્વરૂપે ઉભરવાની વાતને ફગાવી દીધી હતી.તેમણે કહ્યું કે, કોંગ્રેસ પુર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભા થવાની શક્યતાનાં સમાચાર આવ્યા બાદ આ સમાચારોને મનોરંજક માહિતી ગણાવી હતી. સિદ્ધારમૈયાએ ટ્વીટ કરીને લખ્યું કે, એક્ઝીટ પોલ આવતા બે દિવસ માટે મનોરંજન પુરૂ પાડશે.
ક્ઝિટ પોલ એવા વ્યક્તિ જેવા છે જેને તરતાં નથી આવડતું પરંતુ તેને એવો વિશ્વાસ છે કે તે ક્યારે પણ ડુબશે નહી. કારણ કે તેને નદીની ઉંડાઇ માત્ર 4 ફુટ હોવાનું કહીને ભ્રમિત કરવામાં આવ્યો છે. તે ન ભુલવું જોઇએ કે 6+4+2ની સરેરાશ પણ 4 થાય છે એટલે કે છ ફુટ ઉંડાણમાં તમે ડુબી જ જશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે