Karnataka: કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં કર્ણાટકના સીએમ અંગે લેવાયો શું નિર્ણય, જાણો કોણ બનશે CM
Karnataka Elections Result 2023: કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર આ રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે.
Trending Photos
Karnataka Assembly Election Updates: ભાજપના વિકાસની વાત વચ્ચે કર્ણાટકમાં લોકોએ કોંગ્રેસ પર ભરોસો મુક્યો છે. કર્ણાટક વિધાનસભામાં શાનદાર જીત બાદ હવે કોણ કર્ણાટકના મુખ્યમંત્રી બનશે એ મુદ્દો ચર્ચામાં છે. કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક પુરી થઈ ગઈ છે. આ બેઠકમાં સીએમ કોણ બનશે તે અંગે મહત્ત્વની ચર્ચાઓ કરવામાં આવી. આખરે ચર્ચાને અંતે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છેકે, કોંગ્રેસ હાઈકમાન્ડ જેના નામ પર મહોર મારશે તેની તાજપોશી કરવામાં આવશે. તેને કર્ણાટકના સીએમ બનાવવામાં આવશે. કર્ણાટકના કેપ્ટન કોંગ્રેસ કોને બનાવે છે તેના પર હાલ સૌ કોઈની નજર છે.
Resolution copy of Congress CLP meeting
Congress Legislature Party has unanimously decided to leave the selection of Congress Legislature Party leader to the decision of the AICC President
— ANI (@ANI) May 14, 2023
આ પણ ખાસ વાંચોઃ નોટો પર ક્યારે છપાયો ગાંધીજીનો પહેલો ફોટો? ફોટો ક્યાં નો છે? કેમ આ જ તસવીર કરાઈ પસંદ
આ પણ ખાસ વાંચોઃ એક કરતા વધારે બેંક ખાતા ધરાવતા ગ્રાહકો સાવધાન! આ નિયમ નહીં ખબર હોય તો ધંધે લાગશો
આ પણ ખાસ વાંચોઃ શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો
ઉલ્લેખનીય છેકે, કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ કોંગ્રેસના નેતાઓ ઉજવણી કરી રહ્યા છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. પાર્ટીએ રાજ્યમાં 224 વિધાનસભા બેઠકો સાથે 135 બેઠકો જીતી છે. હવે કર્ણાટકના નવા સીએમને લઈને કોંગ્રેસ પાર્ટીમાં મંથન શરૂ થઈ ગયું છે. હાલમાં કર્ણાટકના સીએમ પદની રેસમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર આગળ ચાલી રહ્યા છે. ડીકે શિવકુમાર કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ છે, જ્યારે પૂર્વ સીએમ સિદ્ધારમૈયાને કર્ણાટકના મોટા નેતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે બેમાંથી કોઈ એકની પસંદગી કરવી મુશ્કેલ સાબિત થઈ શકે છે.
આ પણ ખાસ વાંચોઃ Phone Tracking: હવે ઝટથી મળી જશે ખોવાયેલો ફોન! સરકાર લાવી રહી છે નવી સિસ્ટમ
આ પણ ખાસ વાંચોઃ IPL 2023: T20માં વિરાટનો વર્લ્ડ રેકોર્ડ, બધાને પાછળ પાડી કોહલીએ કરી બતાવી આ કમાલ
આ પણ ખાસ વાંચોઃ આ હીરોઈન સામે ચાલીને માંગી રહી હતી મોતની ભીખ, કારણ જાણીને ચોંકી જશો
કર્ણાટકના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે કોંગ્રેસે આજે સાંજે વિધાનમંડળ પક્ષની બેઠક બોલાવી છે. હમણાં થોડી જ વારમાં આ બેઠક શરૂ થશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે આજે સાંજે 6.30 વાગ્યે બેંગલુરુની હોટેલ શાંગરી-લામાં કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાંથી જે પણ પરિણામ આવશે તે અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ જ મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ પણ ખાસ વાંચોઃ યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી
આ પણ ખાસ વાંચોઃ આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ આ પણ ખાસ વાંચોઃ અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે