જુનાગઢના જામકાના ખેડૂતોની ખેતપેદાશોની માર્કેટમાં ડિમાન્ડ વધી, આ છે કારણ
Organic Farming : જૂનાગઢના જામકા ગામના ખેડૂતો વળ્યા પ્રાકૃતિક ખેતી તરફ... પ્રાકૃતિક ખેતીના છે અનેક ફાયદાઓ... માનવ આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતી આશીર્વાદ સમાન
Trending Photos
Junagadh News અશોક બારોટ/જુનાગઢ : ભારતને કૃષિ પ્રધાન દેશ માનવામાં આવે છે. અહીં મોટાભાગના લોકો કૃષિ સાથે સંકળાયેલા છે. આજે જુનાગઢ જિલ્લાના જામકા ગામના ખેડૂતોની વાત કરીએ, જેઓએ પ્રાકૃતિક ખેતી દ્વારા કૃષિ ક્ષેત્રે મોટી સફળતા મેળવી છે.
જુનાગઢ જિલ્લામાં જામકા ગામ આવેલું છે. જામકા ગામમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અહીં પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલ ખેડુતોનું માનવું છે કે, પ્રાકૃતિક ખેતીથી અનેક ગણો ફાયદો પહોંચે છે. ઓછા ખર્ચમાં જાજુ ઉત્પાદન અને કોઈપણ જાતની આડઅસર વગરની વસ્તુ મળે તે સૌથી મોટી વિશેષતા છે. એવા જ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂત કિસનભાઈનું કહેવું છે કે તેઓ વિવિધ જાતના ફ્રુટ અને ધાન્ય પાકોનું છેલ્લા ઘણા સમયથી ઉત્પાદન લઈ રહ્યા છે અને તેમાં તેમ મોટી સફળતા પણ મળી છે.
જામકા ગામના જ અન્ય ખેડૂતના મતે પ્રાકૃતિક ખેતીએ માનવ આરોગ્ય માટે પણ આશીર્વાદરૂપ સમાન છે. ઉપરાંત તેઓએ એવુ પણ કહ્યું કે, માર્કેટિંગના માધ્યમથી પ્રાકૃતિક ખેતી દ્વારા મેળવેલી વિવિધ ઉપજ ન માત્ર જામકા કે ન માત્ર જુનાગઢ, પરંતુ દૂર દૂર સુધી તેમની વસ્તુ માટે માંગ રહે છે. એટલે આર્થિક દ્રષ્ટિકોણથી પણ પ્રાકૃતિક ખેતી ખેડૂતોને સારી એવી આવક કરાવે છે.
મહત્વનું છે કે, સરકાર દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પણ ઋતુ પ્રાકૃતિક ખેતી તરફ પડે તે માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવતું હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે