કર્ણાટક: VVPAT મશીનોમાંથી પાવતીના બદલે નિકળ્યા કપડાં, ચૂંટણી પંચે શરૂ કરી તપાસ
Trending Photos
બીજાપુર: ચૂંટણીમાં ઇવીએમના ઉપયોગ પર શરૂથી જ આંગળીઓ ઉઠી રહી છે. ઇવીએમની સત્યતાને સાબિત કરવા માટે વીવીપેટ મશીનોને ઇવીએમ સાથે જોડવામાં આવ્યા, જેથી વોટ નાખતાં જ ખબર પડી જાય છે કે તમારો વોટ ક્યાં ગયો છે. કર્ણાટકમાં એક નિર્માણધીન બિલ્ડીંગમાંથી વીવીપેટ મશીનો જપ્ત કરવામાં આવ્યા છે. આ મશીનોને સામાન અથવા કપડાં રાખવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ચૂંટણી પંચે મશીનોને પોતાના કબજામાં લઇ તપાસ શરૂ કરી દીધી છે.
આ ઘટના કર્ણાટકના બીજાપુર જિલ્લાની છે. અહીં એક અસ્થાઇ નિર્માણસ્થળમાં 8 વીવીપેટ મશીનો મળી આવ્યા છે. ચૂંટણીપંચના એક અધિકારીએ સ્પષ્ટ કર્યું કે બીજાપુર જિલ્લાના વિજયપુરામાં એક અસ્થાયી શેડમાંથી વીવીપેટ મશીનોના આઠ કવર મળી આવ્યા છે. કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક મજૂરો આ મશીનોના કવરનો ઉપયોગ કરી રહ્યા હતા.
મજૂર આ કવરનો ઉપયોગ પોતાના કપડાં મુકવા માટે કરી રહ્યા હતા. રાજ્ય ચૂંટણી કાર્યાલયના અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટનાસ્થળનું નિરિક્ષણ કરી તથ્યોની અગ્રિમ તપાસ શરૂ કરી દીધી છે, જોકે અધિકારીએ તે સ્પષ્ટ કર્યું નથી કે ઉક્ત સ્થાન પરથી કોઇ ઇમીએમ મશીન મળ્યું નથી.
#Karnataka: Police says, "we have seized 8 VVPATs without batteries from the house of a labourer in Vijayapura. A case has been registered, investigation will be conducted." pic.twitter.com/9HXvtF68v1
— ANI (@ANI) May 20, 2018
#Karnataka- "Eight covers of VVPATs were found from a shed in Bijapur district. Labourers were using the cover as box to keep their clothes. DC is on the spot, we are verifying further facts. There is no machine there.": Chief Election Officer Karnataka
— ANI (@ANI) May 20, 2018
કર્ણાટકમાં આ બીજો કિસ્સો છે જ્યારે ચૂંટણી સાથે જોડાયેલી સામગ્રી મળી આવી છે. આ પહેલાં રાજ રાજેશ્વરી વિધાનસભા ક્ષેત્રના એક મકાનમાંથી મોટી સંખ્યામાં વોટર કાર્ડ મળી આવ્યા હતા. મકાનમાંથી કાર્ડ બનાવવાની સામગ્રી પણ મળી આવી હતી. અહીં લગભગ 10 હજાર કાર્ડ ઘટનાસ્થળેથી મળી આવ્યા હતા. આ ઘટના બાદ રાજ રાજેશ્વરી સીટની ચૂંટણી રદ કરવામાં આવી હતી.
તમને જણાવી દઇએ કે કર્ણાટકમાં 15 મેના રોજ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજકીય હલચલ હજુ શાંત થઇ નથી. પાંચ દિવસમાં ભાજપની સરકાર બનતાં પહેલાં જ ધરાશય થઇ ગઇ. હવે જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન અહીં સરકાર બનાવવા જઇ રહી છે. જેડીએસના નેતા એચડી કુમારસ્વામી 23મા રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે