ફ્લાઇટમાં મહિલાઓને જોઇને આવી ગંદી હરકત કરતો હતો મુસાફર

 દિલ્હી પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી, જે પ્લેનમાં મહિલાઓને જોઇને માસ્ટરબેટ (હસ્તમૈથુન) કરતો હતો. જોકે ઇસ્તાંબુલથી એક ફ્લાઇટ દિલ્હી આવી રહી હતી. તેમાં એક ભારતીય મહિલા મુસાફરી કરી રહી હતી. પ્લેનમાં મહિલા ત્યારે સ્તબ્ધ થઇ ગઇ જ્યારે સીટ પર બાજુમાં બેસેલો વ્યક્તિ તેને જોઇને માસ્ટરબેટ (Masturbation) કરવા લાગ્યો. મહિલા આ જોઇને ગભરાઇ ગઇ. 

Updated By: May 21, 2018, 08:34 AM IST
ફ્લાઇટમાં મહિલાઓને જોઇને આવી ગંદી હરકત કરતો હતો મુસાફર
પ્રતિકાત્મક તસવીર

નીરજ ગૌડ, નવી દિલ્હી: દિલ્હી પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી, જે પ્લેનમાં મહિલાઓને જોઇને માસ્ટરબેટ (હસ્તમૈથુન) કરતો હતો. જોકે ઇસ્તાંબુલથી એક ફ્લાઇટ દિલ્હી આવી રહી હતી. તેમાં એક ભારતીય મહિલા મુસાફરી કરી રહી હતી. પ્લેનમાં મહિલા ત્યારે સ્તબ્ધ થઇ ગઇ જ્યારે સીટ પર બાજુમાં બેસેલો વ્યક્તિ તેને જોઇને માસ્ટરબેટ (Masturbation) કરવા લાગ્યો. મહિલા આ જોઇને ગભરાઇ ગઇ. 

મહિલા તેને સતત નજરઅંદાજ કરવા લાગી, પરંતુ તે વ્યક્તિએ પોતાની હરકતો બંધ ન કરી. મહિલાએ હિંમત દાખવતાં હોબાળો મચાવ્યો. હોબાળો સાંભળી ક્રૂ મેમ્બર મહિલા પાસે આવ્યા. મહિલાએ પોતાની આપવિતી ક્રૂ મેમ્બરને જણાવી. હંગામો વધતાં જોઇ તે વ્યક્તિ પોતાની આગળની સીટ પર બેસી ગયો.

31 મે સુધી બેંક અકાઉન્ટમાં રાખી મૂકજો 342 રૂપિયા બેલેન્સ, નહીં તો થશે આ નુકસાન 

ફ્લાઇટ જેવી આઇજીઆઇ એરપોર્ટ પર લેંડ થવાની હતી. ત્યારે રવિવારે સવારે 4 વાગ્યાને 10 મિનિટ પર ક્રૂ મેમ્બરે આ વાતની જાણકારી  CISF ઓફિસરને આપી અને પોલીસને એલર્ટ રાખી દીધી. જેવી જ ફ્લાઇટ આઇજીઆઇ એરપોર્ટ પર પહોંચી ત્યારે પોલીસે આરોપી વ્યક્તિની ધરપકડ કરી લીધી.

કોંગ્રેસને નારાજ નહી કરે કુમાર સ્વામી: રાહુલ-સોનિયાનાં માર્ગદર્શનમાં બનશે CM  

આરોપી મૂળરૂપે ભારતીય છે, જેનું નામ કૃષ્ણા છે. તેની પાસેથી પોલીસને રશિયન પાસપોર્ટ મળ્યો છે. પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે આ વ્યક્તિને મને જોઇને પેંટની જીપ ખોલીને માસ્ટરબેટ કરી રહ્યો હતો. પોલીસે આરોપી વિરૂદ્ધ આઇપીસી કલમ 509 (અશ્લીલ હરકત કરવી) હેઠળ કેસ દાખલ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.