12 આતંકીઓ અને 4 નાગરિકોના મોતથી કાશ્મીરમાં તણાવ, સ્કૂલ-કોલેજ-ઈન્ટરનેટ બંધ
સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં કુલ 11 આતંકીઓને ઠાર કરી દેવાયા છે.
- શોપિયાંના ત્રણ જિલ્લામાં થઈ અથડામણ
- ઓપરેશન ચલાવીને આતંકીઓને કર્યા ઠાર
- હિજ્બુલ મુદાહીદીન સંગઠન સાથે હતો આતંકીઓને નાતો
Trending Photos
જમ્મૂ-કાશ્મીરઃ આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા સેનાના એનકાઉન્ટર ઓપરેશનમાં 12 આતંકવાદીઓ માર્યા ગયા. આ દરમિયાન સુરક્ષાદળોએ નાગરિકોના સંઘર્ષનો સામનો કરવો પડ્યો, અત્યાર સુધીમાં ચાર નાગરિકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આ કાર્યવાહીમાં ત્રણ જવાન પણ શહીદ થયા છે. સેનાનું સર્ચ ઓપરેશન જારી છે, આતંકવાદીઓના મોતના સમાચાર ફેલાયા બાદ શોપિયાં, અનંતનાગ, કુલગામ અને પુલવામામાં તણાવ ફેલાઇ ગયો છે. વધુ એક અલગાવવાદિઓ કાશ્મીરને બે દિવસ બંધ રાખવાનું એલાન કર્યું છે. બીજીતરફ જમ્મૂ-કાશ્મીર સરકારે પણ સાવચેતીના ભાગરૂપે સોમવારે તમામ સ્કૂલ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
સ્કૂલ-કોલેજ બંધ, ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ
સંબંધિત વિભાગના સત્તાવાર પ્રવક્તા પ્રમાણે સ્કૂલ-કોલેજ બંધ કરવાનો નિર્ણય ઘાટીમાં કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવાની સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યો છે. પ્રવક્તાએ કહ્યું, હાલતને જોતા તમામ શાળા-કોલેજ એક દિવસ માટે બંધ રહેશે. દક્ષિણ કાશ્મીરમાં ઈન્ટરનેટ અને રેલ સેવા બંન્ને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે.
નાગરિકોના મોત બાદ તણાવ
શોપિયાંમાં એનકાઉન્ટર બાદ ઘાટીમાં હાલત તણાવપૂર્ણ થઈ ગઈ છે. શોપિયાં સહિત દક્ષિણ કાશ્મીરના બીજા વિસ્તારોમાં પણ માહોલ સંવેદનશીલ થઈ ગયો છે. બે નાગરિકોના મોત અને 50થી વધુને ઈજા થતા આ વિસ્તારમાં લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. શોપિયાં જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું કે, આટલા બધા દર્દીઓની એકસાથે સારવાર કરવા માટે સક્ષમ ન હોવાને કારણે તેઓએ 20થી વધુ દર્દીઓને શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે.
કુલ 11 આતંકીઓના મોત
રવિવારે સવારે જ શોપિયાંના દ્રાગડ ગામ અને કાચદોરા ગામમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા. ત્યારબાદ બંન્ને તરફથી ફાયરિંગ થયું. આ અથડામણમાં સાત આતંકીઓના મોત થયા, જ્યારે કાચદોરામાં 4 આતંકીઓ સુરક્ષાદળોની ગોળીઓના ભોગ બન્યા. જ્યારે એક આતંકીને અનંતનાગમાં ઠાર કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે દ્રગડ, કચદૂરા અને સુગાન ગામોમાં પ્રદર્શનકારિઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ ટિયર ગેસ અને પેલેટ્સનો ઉપયોગ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે