'કઠુઆ ગેંગરેપ કેસ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર'-JKના ડેપ્યુટી સીએમ નિર્મલ સિંહ
જમ્મુ અને કાશ્મીર રાજ્યના કઠુઆમાં એક આઠ વર્ષની બાળકી પર થયેલા ગેંગરેપ અને હત્યાના મામલે હાલ દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે.
- 10 જાન્યુઆરીના રોજ કઠુઆ જિલ્લાના રસાના ગામથી બાળકી ગાયબ થઈ હતી
- 17 જાન્યુઆરીના રોજ જંગલમાંથી મળ્યો હતો મૃતદેહ
- બાળકને નશીલી દવા પીવડાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું
Trending Photos
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર રાજ્યના કઠુઆમાં એક આઠ વર્ષની બાળકી પર થયેલા ગેંગરેપ અને હત્યાના મામલે હાલ દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કર્યા બાદ આ મામલે જમ્મુ અને કાશ્મીરના ડેપ્યુટી સીએમ નિર્મલ સિંહે આજે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે આ મામલાને આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટનો ફેસલો આવ્યા બાદ બે મંત્રીઓએ નૈતિક સ્તરે રાજીનામું આપી દીધુ છે.
આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ 12 એપ્રિલે જણાવ્યું હતું કે તેમની સરકાર બાળકીઓના બળાત્કાર મામલે મોતની સજાની જોગવાઈવાળો કાયદો ઘડશે. તેમણે કહ્યું કે સરકાર આ મામલે કાયદાને બાધિત થવા દેશે નહીં અને બાળકી સાથે ઈન્સાફ થશે.
ચાર્જશીટમાં થયા અનેક ખુલાસા
કઠુઆ બળાત્કાર મામલે ચાર્જશીટમાં ખુલાસો થયો હતો કે આઠ વર્ષની બાળકીને નશીલો પદાર્થ ખવડાવવામાં આવતો હતો. તેની હત્યાના બે દિવસ પહેલા જ આરોપીઓએ તેને ફરીથી હવસનો શિકાર બનાવી હતી. ચાર્જશીટમાં કહેવાયુ છે કે રેપના સહ આરોપી વિશાલ જંગોત્રા પોતાના પિતરાઈ ભાઈનો ફોન આવ્યાં બાદ મેરઠથી રાસના પહોંચ્યો હતો. તથા કિશોર અને પરવેશ સાથે મળીને બાળકી પર બળાત્કાર કર્યો. બાળકીનો મૃતદેહ મળ્યો તેના છ દિવસ પહેલા એટલે કે 11 જાન્યુઆરીએ આરોપી કિશોરે ફરીથી પિતરાઈ ભાઈ જંગોત્રાને ફોન કર્યો હતો અને મેરઠથી આવવા જણાવ્યું હતું. વિશાલ ત્યાં અભ્યાસ કરતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે