મારે કરોડો રૂપિયા નથી જોઈતા, મારે તો જોઈએ છે........
સુરતમાં રહેતા એક 12 વર્ષના બાળકે ગુરુવારે 19 એપ્રિલ 2018ના રોજ આચાર્ય રશ્મિરત્નસૂરી મહારાજના હસ્તે દીક્ષાગ્રહણ કરી.
Trending Photos
તેજસ મોદી, સુરત: સુરતમાં રહેતા એક 12 વર્ષના બાળકે ગુરુવારે 19 એપ્રિલ 2018ના રોજ આચાર્ય રશ્મિરત્નસૂરી મહારાજના હસ્તે દીક્ષાગ્રહણ કરી. 12 વર્ષનો આ બાળક સુરતના હીરાના વેપારીનો પુત્ર ભવ્ય શાહ છે. દીક્ષા લેતા પહેલા ભવ્યની શુભ મુહૂર્તમાં ફરારી કારમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવી છે. તેને વિદાય આપવા માટે જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. દીક્ષા લીધા બાદ ભવ્યને નવું નામ મળ્યું. હવેથી ભવ્ય બની ગયો નૂતન દિક્ષિત ભાગ્યરત્ન વિજયજી મહારાજ સાહેબ...
12 વર્ષની ઉંમર સુધી સંસારમાં ભૌતિક સુખો માનનાર સુરતના હીરા વેપારી દીપેશ શાહના પુત્ર ભવ્ય શાહે ગુરુવારે વૈભવી જીવનનો ત્યાગ કરી વૈરાગ્યનું જીવન અપનાવી લીધું. ગુરુવારે સવારે દીક્ષા બાદ ભવ્યને નવું નામ નૂતન દિક્ષિત ભાગ્યરત્ન વિજયજી મહારાજ સાહેબ આપવામાં આવ્યું છે. ફેરારી જેવી ભવ્ય સ્પોર્ટ્સ કાર, બ્રાન્ડેડ કપડા અને ગોગલ્સનોના ચાહક ભવ્ય આજે એક ઝાટકે તમામ વસ્તુઓને ત્યજી દીધી હતી. મહત્વનું એ હતું ભવ્યની મુહૂર્ત યાત્રામાં તેની પસંદગીની ફરારી કારમાં યાત્રા કાઢવામાં આવી હતી. તેને વિદાય આપવા માટે બગ્ગીમાં શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તે સમયે ભવ્યના પરિવારજનો સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી.
અત્રે જણાવવાનું કે ભવ્ય શાહ એ સુરતના હીરાના વેપારી દિપેશ શાહનો 12 વર્ષનો પુત્ર છે. જેણે તમામ જાહોજલાલી છોડીને ત્યાગ અને સંયમના માર્ગની પસંદગી કરી છે. ગઈ કાલે ભવ્ય શાહની જે શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં બાહુબલી ફિલ્મના સેટ આધારિત વિવિધ ટ્રકો પર તેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
પુત્ર દીક્ષા લેવાનો છે તે અંગે માતા પિતા દુ:ખની સાથે સાથે અનોખા આનંદની અનુભૂતિ પણ કરી રહ્યાં હતાં. ભવ્ય શાહને ગોગલ્સનો શોખ હતો, લક્ઝુરિયસ કારનો પણ શોખ હતો. દિપેશ શાહના સંતાનો પૈકી ભવ્ય બીજો બાળક છે, જે દીક્ષા લઈ રહ્યો છે. અગાઉ દિપેશભાઈની પુત્રી પ્રિયાંશીએ પણ દીક્ષા લીધી હતી. જેના પરથી પ્રેરણા લઈને ભવ્ય પણ સંસારની મોહમાયામાંથી મુક્ત થઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે