VIDEO રાજકોટ: ડો.આંબેડકરની પ્રતિમા હટાવાતા દલિતોમાં આક્રોશ, ઉગ્ર દેખાવો કરાયા

રાજકોટમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા હટાવવાના મામલે શહેરના દલિત સમાજના લોકોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે એક વ્યક્તિએ તો પોતાના હાથ પર બ્લેડથી ચેકા માર્યા હતા અને હાથ પર જયભીમ લખીને પોતાનો રોષ દર્શાવ્યો હતો. બીજી તરફ લોકોએ રસ્તો ચક્કાજામ કરી દેતા પોલીસે બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિને કાબુમાં લેવાના ભરપૂર પ્રયત્નો કર્યાં.
VIDEO રાજકોટ: ડો.આંબેડકરની પ્રતિમા હટાવાતા દલિતોમાં આક્રોશ, ઉગ્ર દેખાવો કરાયા

સત્યમ હંસોરા, રાજકોટ: રાજકોટમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા હટાવવાના મામલે શહેરના દલિત સમાજના લોકોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે એક વ્યક્તિએ તો પોતાના હાથ પર બ્લેડથી ચેકા માર્યા હતા અને હાથ પર જયભીમ લખીને પોતાનો રોષ દર્શાવ્યો હતો. બીજી તરફ લોકોએ રસ્તો ચક્કાજામ કરી દેતા પોલીસે બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિને કાબુમાં લેવાના ભરપૂર પ્રયત્નો કર્યાં.

મળતી માહિતી મુજબ રાજકોટના રાજનગર ચોક તેમજ આંબડકરનગર વિસ્તારની આ ઘટના છે. RMC દ્વારા આ પ્રતિમા હટાવવામાં આવી હોવાની આશંકા છે. રાજકોટમાં આ મામલે દલિત સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો અને ઉગ્ર દેખાવો પણ કરવામાં આવ્યાં. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર દલિત સમાજના લોકો ઉતરી આવ્યાં. લોકોએ છાજિયા લીધા અને ચક્કાજામ કર્યાં.

હાલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news