કેરળના શિક્ષણ મંત્રીએ AAP વિધાયકનું જુઠ્ઠાણું પકડ્યું!, 'દિલ્હી મોડલ' પર કરી આ વાત

V Sivankutty Slams AAP MLA Atishi: કેરળના શિક્ષણમંત્રી વી સિવાનકુટ્ટીએ આપના ધારાસભ્ય આતિશીના જુઠ્ઠાણાને પકડવાનો દાવો કર્યો છે.

કેરળના શિક્ષણ મંત્રીએ AAP વિધાયકનું જુઠ્ઠાણું પકડ્યું!, 'દિલ્હી મોડલ' પર કરી આ વાત

V Sivankutty Slams AAP MLA Atishi: કેરળના શિક્ષણમંત્રી વી સિવાનકુટ્ટીએ આપના ધારાસભ્ય આતિશીના જુઠ્ઠાણાને પકડવાનો દાવો કર્યો છે. વી સિવાનકુટ્ટીએ કહ્યું કે કેરળના અધિકારીઓને દિલ્હી મોડલના અભ્યાસ માટે દિલ્હી મોકલવાની વાત ખોટી છે. કેરળથી કોઈને મોકલવામાં આવ્યા નથી. 

કેરળના શિક્ષણમંત્રી વી સિવાનકુટ્ટીએ આ વાત ટ્વીટ કરીને જણાવી. તેમણે કહ્યું કે 'કેરળના શિક્ષણ વિભાગે દિલ્હી મોડલ વિશે જાણવા માટે કોઈને મોકલ્યા નથી. આ સાથે જ ગત મહિને કેરળ મોડલનું અભ્યાસ કરવા માટે દિલ્હીથી આવેલા અધિકારીઓને દરેક શક્ય મદદ કરાઈ હતી. અમે જાણવા માંગીશું કે આપ વિધાયકે કયા 'અધિકારીઓ'નું સ્વાગત કર્યું.'

— V. Sivankutty (@VSivankuttyCPIM) April 24, 2022

આતિશીએ કર્યો હતો આવો દાવો
આ અગાઉ આપ ધારાસભ્ય આતિશીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કાલકાજીમાં અમારી એક શાળામાં કેરળના અધિકારીઓની મેજબાની કરવાનો અદભૂત અનુભવ હતો. તેઓ અમારા શિક્ષણ મોડલને સમજવા અને પોતાના રાજ્યમાં લાગૂ કરવા માટે ઈચ્છુક હતા. આ અરવિંદ કેજરીવાલ સરકારનો રાષ્ટ્ર નિર્માણનો વિચાર છે. સહયોગથી વિકાસ.

આપ ધારાસભ્યએ શેર કરી હતી તસવીર
અત્રે જણાવવાનું કે આપ ધારાસભ્ય આતિશીએ સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યો હતો જેમાં 4 લોકો તેમની સાથે દિલ્હીની એક શાળામાં જોવા મળી રહ્યા છે. આ તસવીરોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આતિશીએ દાવો કર્યો કે કેરળના અધિકારી દિલ્હી મોડલને સમજવા માટે કેરળથી આવ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news