કેરળ ગોલ્ડ સ્કેન્ડલ: NIAના અનેક ઠેકાણે દરોડા, જાણો શું છે UAE દૂતાવાસનું કનેક્શન 

કેરળ (Kerala) માં સોનાની દાણચોરી (gold scandal ) ને લઈને વિપક્ષના સતત વધતા પ્રહારો વચ્ચે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શનિવારે કહ્યું કે રાજ્ય સરકારની છબી ખરડવા માટે એક સુનિયોજિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે તપાસને આગળ વધારતા NIAએ રાજ્યમાં અનેક સ્થળોએ દરોડા માર્યાં. પિનરાઈ વિજયને જણાવ્યું કે રાજનયિક સામાન સંબંધિત કેસની તપાસ આગળ વધશે અને દોષિતોને ન્યાયના દાયરામાં લાવવામાં આવશે. 

કેરળ ગોલ્ડ સ્કેન્ડલ: NIAના અનેક ઠેકાણે દરોડા, જાણો શું છે UAE દૂતાવાસનું કનેક્શન 

તિરુવનંતપુરમ: કેરળ (Kerala) માં સોનાની દાણચોરી (gold scandal ) ને લઈને વિપક્ષના સતત વધતા પ્રહારો વચ્ચે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શનિવારે કહ્યું કે રાજ્ય સરકારની છબી ખરડવા માટે એક સુનિયોજિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે તપાસને આગળ વધારતા NIAએ રાજ્યમાં અનેક સ્થળોએ દરોડા માર્યાં. પિનરાઈ વિજયને જણાવ્યું કે રાજનયિક સામાન સંબંધિત કેસની તપાસ આગળ વધશે અને દોષિતોને ન્યાયના દાયરામાં લાવવામાં આવશે. 

તેમણે કહ્યું કે 'જ્યારે એરપોર્ટથી કસ્ટમ દ્વારા સામાન જપ્તીના સમાચાર આવ્યાં તો એક રાજકીય પક્ષના નેતાએ રાજ્ય સરકાર પર દોષ ઢોળવાની કોશિશ કરી અને કહ્યું કે મુખ્યમંત્રી કાર્યાલયના કોઈ વ્યક્તિએ કસ્ટમના અધિકારીઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો.' તેમણે કહ્યું કે 'જો કે આપણે બધા જાણીએ છીએ કે પછી શું થયું. આ રાજ્ય સરકારની છબી ખરડવા માટેનો તેમનો સુનિયોજિત અભિયાનનો ભાગ હતો.'

અત્રે જણાવવાનું કે NIAએ મામલાની તપાસની કડીમાં અનેક ફ્લેટ્સ અને કાર્યાલયો સહિત શહેરના અનેક સ્થળો પર સર્ચ માટે દરોડા પાડ્યાં. આ અગાઉ શનિવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વાણિજ્ય દૂતાવાસમાં સુરક્ષાકર્મી તરીકે તૈનાત કેરળના પોલીસકર્મી જય ઘોષનું હોસ્પિટલમાં મેજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધવામાં આવ્યું. જય ઘોષે કથિત રીતે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. 

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 'મેજિસ્ટ્રેટ હોસ્પિટલ આવ્યાં અને તેમણે તેનું નિવેદન લીધુ. પોલીસે હજુ સુધી પૂછપરછ કરી નથી. તેની હાલાત સ્થિર છે.'

આ ઘટના સોનાની દાણચોરીના કેસ વચ્ચે સામે આવ્યો છે. જેમાં યુએઈના વાણિજ્ય દૂતાવાસના સામાનમાં સોનુ છૂપાવીને લાવવામાં આવ્યું હતું. ઘોષ પહેલા અહીં એરપોર્ટ પર તૈનાત હતો અને તે 2017થી વાણિજ્ય દૂતાવાસ પર કાર્યારત છે. 

જુઓ LIVE TV

કથિત રીતે તેણે દાણચોરી મામલે મુખ્ય આરોપી સપના સુરેશ સાથે પાંચ જુલાઈના રોજ ત્રણવાર સંપર્ક કર્યો હતો. જે દિવસે કસ્ટમના અધિકારીઓ દ્વારા 15 કરોડ રૂપિયાની કિંમતનું સોનુ જપ્ત કરાયું હતું. આ અંગેની તપાસ કસ્ટમ વિભાગ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news