આવતીકાલે વાઘબારસ : ઘર-ઘર દીવડા પ્રગટાવીને દિવાળીનો પ્રારંભ થશે

આવતીકાલે વાઘબારસ : ઘર-ઘર દીવડા પ્રગટાવીને દિવાળીનો પ્રારંભ થશે

દિવાળી હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. દિવાળીનો તહેવાર 5 દિવસો સુધી ચાલે છે. તેમાં એકાદશી, વાઘબારસ, ધનતેરસ, નરક ચતુર્થી, દીવાળી, ગોવર્ધન પૂજા અને બાઈબીજ આવે છે. જેમાં સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી મંદિરો અને ઘરોમાં રંગેબરંગી લાઈટિંગ્સ લાગી જાય છે. આંગણે રંગોળી બનાવાય છે. માર્કેટમાંથી લાવવામાં આવેલી નવી નવી વસ્તુઓથી ઘરને સજાવાય છે. દિવાળીમાં ઘરમાં અલગ પ્રકારની રોનક જોવા મળે છે. ત્યારે આ વર્ષે કયો તહેવાર કયા દિવસે આવે છે, તે જાણીને યોગ્ય રીતે પૂજા કરો. 

રમા એકાદશી - 3 નવેમ્બર
વાઘ બારસ - 4 નવેમ્બર
ધનતેરસ 5 નવેમ્બર
નાની દિવાળી - કાળી ચૌદસ - 6 નવેમ્બર
દિવાળી/લક્ષ્મી પૂજા - 7 નવેમ્બર
ન્યૂ યર (ગોવર્ધન પૂજા) - 8 નવેમ્બર
ભાઈબીજ - 9 નવેમ્બર 

દિવાળીના દિવસોનું મહત્વ
વાઘ બારસ

ગુજરાતમાં વાઘ બારસના દિવસથી દીવડા પ્રગટાવવાની શરૂઆત થઈ જાય છે. દરેકના આંગણામાં આ દિવસથી દીવા પ્રગટાવવામાં આવે છે. આ દિવસથી લઈને દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. આ દિવસે વેપારીઓ પોતાના તમામ જૂના હિસાબો પૂરા કરીને નવા હિસાબની શરૂઆત કરે છે. 

धनतेरस के दिन अपनाए ये उपाय, आप भी हो जाएंगे मालामाल

ધનતેરસ
આ વખતે ધનતેરસ 5 નવેમ્બર, 2018ના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે નવા વાસણો, સોનાના સિક્કા, જ્વેલરી ખરીદવી શુભ માનવામાં આવે છે. ઘરો અને ઓફિસોની સફાઈ કરવાની સાથે તેને લાઈટિંગથી શણગારવામાં આવે છે. જ્યોતિષાચાર્યો અનુસાર, ધનતેરસના દિવસે પૂજાનો શુભ સમય સાંજે 6 વાગીને 05 મિનીટથી લઈને રાત્રે 8 વાગીને 01 મિનીટ સુધીનો છે. એટલે કે ધનની દેવી લક્ષ્મીના આગમન માટે ભક્તોને કુલ 1 કલાક 55 મિનીટ સુધીનો સમય મળશે.

કાળી ચૌદશ
નાની દિવાળીને નરક ચતુર્થી પણ કહેવામાં આવે છે. નાની દિવાળી આ વખતે 6 નવેમ્બરના રોજ સેલિબ્રેટ કરાશે. આ દિવસે ખાસ કરીને મિત્રો અને સંબંધીઓને મિઠાઈ અને ગિફ્ટ્સ આપવામાં આવે છે. અનેક લોકો પોતાના ઘરમાં મીઠાઈ બનાવે છે. કાળી ચૌદશના દિવસે યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગુજરાતના દરેક પરિવારોમાં તેલમાં તળેલી ચીજો અવશ્ય બને છે. કહેવાય છે કે આવું કરવાથી ઘરમાંથી ખરાબ હવા નીકળી જાય છે અને ઘરમાં શાંતિ સ્થાપિત થાય છે. આ દિવસે સ્મશાનોમાં તથા કેટલાક સ્થળો પર તાંત્રિકો દ્વારા તાંત્રિક વિધી કરવામાં આવે છે. 

દિવાળી
પાંચ દિવસ સતત ચાલનારા આ ઉત્સવમાં સૌથી મોટો તહેવાર દિવાળી હોય છે. જેનું મહત્વ ખાસ હોય છે. આ દિવસે લક્ષ્મી પૂજનનું વિધાન છે. 7 નવેમ્બરે દિવાળી છે. માન્યતા છે કે, મા લક્ષ્મીની પૂજાથી ધનની સાથે સાથે વૈભવનું વરદાન પણ મળે છે. દિવાળી પૂજનમાં સૌથી પહેલા શ્રી ગણેશનું ધ્યાન કરો. તેના બાદ ગણપતિજીને સ્નાન કરાવો અને નવા વસ્ત્રો અને ફૂલ સમર્પિત કરો. તેના બાદ દેવી લક્ષ્મીનું પૂજન શરૂ કરો. મા લક્ષ્મી પ્રતિમાને પૂજા સ્થાન પર રાખો અને તેમની પ્રાર્થના કરો કે તેઓ ઘરમાં આગમન કરે. હવે લક્ષ્મીજીની સ્ના કરાવો. પહેલા જળ પછી પંચામૃત અને બાદમાં ફરીથી જળથી સ્નાન કરાવો. તેમને વસ્ત્ર અર્પિત કરો. બાદમાં આભૂષણ અને માળા પહેરાવો. હવે કુમકુમ તિલક લગાવો. દીપ પ્રગટાવીને માતાના ચરણોમાં ફૂલ અર્પિત કરો. તેના બાદ બિલી પાન પણ તેના પગ પાસે ધરાવો. 11 અથવા 21 ચોખા અર્પિત કરીને આરતી કરો. હવે તેમને ભોગ ધરાવો. આ વખતે દિવાળી પર સાંજે 5 વાગીને 57 મિનીટથી શરૂ થઈને 7 વાગીને 53 મિનીટ સુધીનું મુહૂર્ત છએ. આ દરમિયાન પરિવારના તમામ સદસ્યો એકસાથે મા લક્ષ્મીની પૂજા કરવી.

Lord Lakshmi's statue on Dhanteras

ન્યૂ યર (ગોવર્ધન પૂજા)
ગોવર્ધન પૂજા એટલે કે આપણે જેને ન્યૂ યર કહીએ છીએ. આ વર્ષે ન્યૂ યર 8 નવેમ્બરના રોજ ઉજવાશે. અનેક લોકો તેને અન્નકૂટના નામથી પણ જાણે છે. અન્નકૂટ અથવા ગોવર્ધન પૂજા ભગવાન કૃષ્ણના અવતાર બાદ દ્વાપર યુગથી પ્રારંભ થઈ હતી. તેમાં હિન્દુ ધર્માવલંબી ઘરના આંગણમાં ગાયના ગોબરથી ગોવર્ધનનાથજીની અલ્પના બનાવીને તેની પૂજા કરતા હતા. તેના બાદ ગિરીરાજ ભગવાન (પર્વત)ને પ્રસન્ન કરીને તેમને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવતો હતો. 

ભાઈબીજ
પાંચ દિવસો સુધી ચાલનારા તહેવારોમાં સૌથી છેલ્લો ભાઈબીજ છે. આ વખતે ભાઈબીજ 9 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ભાઈબીજનો તહેવાર બહેન અને ભાઈના પ્રેમનું પ્રતિક છે. આ તહેવાર રક્ષાબંધનની જેમ જ હોય છે. ફરક એટલો હોય છે કે, આ દિવસે રાખી બંધાતી નથી. પરંતુ બહેન તેના ભાઈની આરતી ઉતારે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news