કાવેરી જળ વિવાદ મુદ્દે કુમાર સ્વામીએ રજનીકાંતની સલાહની આકરી પ્રતિક્રિયા આપી
કર્ણાટકમાં હશે તો તમિલનાડુને પાણી આપવું શક્ય બનશે, હું રજનીકાંતને બંધની મુલાકાત લેવા માટે આમંત્રણ આપુ છું
Trending Photos
બેંગ્લુરૂ : કાવેરી નદીનું જળ તમિલનાડુને આપવાનાં મુદ્દે જેડીએસ નેતા એચડી કુમાર સ્વામીએ રજનીકાંતને રાજ્યમાં આવવા અને સ્થિતીને જોવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, સ્થિતી જોઇને તેઓ પોતાનું વલણ બદલી નાખશે. કુમાર સ્વામીએ કહ્યું કે, કર્ણાટકમાં પાણી હશે તો અમે તેમને આપી શકીશું. હું રજનીકાંતને આગ્રહ કરુ છું કે તેઓ આવે અને બંધની પરિસ્થિતી જુએ કે અમારા ખેડૂતોનું શું થઇ રહ્યું છે. આ જોયા બાદ તમે પાણી ઇચ્છો તો અમે ચર્ચા કરવા તૈયાર છીએ.
અત્રે ઉલ્લેખનીય છેકે અભિનેતામાંથી નેતા બનેલા રજનીકાંતે અગાઉ નવી રચાયેલી સરકારને શુભકામનાઓ આપવાની સાથે સાથે તમિલનાડુ માટે કાવેરી નદીનું તમિલનાડુનો હિસ્સો છોડવા માટે કહ્યું હતું. જેડીએસ નેતાએ કહ્યું કે, અહીં સ્થિતી જોઇને તેઓ પોતાનું વલણ બદલી નાખશે મને તેનો વિશ્વાસ છે. તેમણે એકવાર કર્ણાટકની મુલાકાતે આવવું જોઇએ.
કર્ણાટકમાં જે કાંઇ પણ થયું તે લોકશાહીની જીત: રજનીકાંત
કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી પદ માટે પરીક્ષણ પહેલા ભાજપનાં નેતા બી.એસ યેદિયુરપ્પાનાં રાજીનામાં બાદ રવિવારે રજનીકાંતે કહ્યું કે, પાડોશી રાજ્યોમાં થયું રાજનીતિક ઘટનાક્રમ લોકશાહીની જીત છે. રજનીકાંતે કહ્યું કે, સંવિધાનનાં અનુસાર બહુમત વિધાનસભાની અંદર સાબિત કરવાનો હોય છે. કોંગ્રેસ અને જય(એસ) આ કરવા જઇ રહ્યા છે અને હું આ લોકશાહીની જીત સ્વરૂપે જોઉ છું.
કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા દ્વારા યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપવાને અયોગ્ય ગણાવતા તમિલ સુપર સ્ટારે કહ્યું કે એવું ન થવું જોઇએ. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટને સલામ, જેમણે સારો સંદેશ આપ્યો. તેમનો સંકેત સુપ્રીમનાં તે આદેશ પર હતો જેમાં ભાજપને બહુમતી સાબિત કરવા માટે બીજા જ દિવસે આદેશ અપાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે