'ધરતીપુત્ર' મુલાયમ સિંહ યાદવ પંચતત્વમાં વિલીન, અખિલેશ યાદવે આપી મુખાગ્નિ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા મુલાયમ સિંહ યાદવ પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. તેમના પૈતૃક ગામ સૈફઈમાં મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે નેતાજીને મુખાગ્નિ આપી હતી.
Trending Photos
સૈફઈઃ સમાજવાદી રાજનીતિના સૌથી મોટા સ્તંભ અને ત્રણ વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહેલા ધરતીપુત્ર મુલાયમ સિંહ યાદવ પંચતત્વમાં વિલીન થઈ ગયા. સૈફઈમાં યાદપ રવિરાની કોઠીથી આશરે 500 મીટર દૂર મેલા ગ્રાઉન્ડ પર તેમના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમને મુખાગ્નિ આપી. આ પહેલા રાષ્ટ્રીય સન્માનની સાથે તિરંગામાં લાવવામાં આવેલા તેમના પાર્થિવ શરીરને મંત્રોચ્ચાર વચ્ચે વૈદિક રીતિથી સ્નાન કરાવવામાં આવ્યું. ચંદનની ચિતા પર સુતેલા લોહિયાના શિષ્ટ મુલાયમ સિંહના અંતિમ દર્શન માટે લાખો લોકો પહોંચ્યા હતા. તેમને રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય તથા બ્રજેશ પાઠક, ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી જિતિન પ્રસાદ, અસીમ અરૂણ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, તેલંગણાના સીએમ કેસીઆર રાવ, આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂ સહિત જયા બચ્ચન, અનિલ અંબાણી, અભિષેક બચ્ચને સૈફઈમાં પહોંચીને મુલાયમ સિંહને અંતિમ વિદાય આપી હતી.
આ પહેલા મુલાયમ સિંહ યાદવના અંતિમ દર્શન કરવા માટે લાખો લોકો હાજર હતા તો અનેક વીવીઆઈપી લોકો પણ સૈફઈ પહોંચ્યા હતા. મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલો સવારે શરૂ થયો અને અંતિમ સંસ્કાર સુધી ચાલતો રહ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા રાજનાથ સિંહ, એનસીપી અધ્યક્ષ શરદ પવાર, અભિનેતા અભિષેક બચ્ચને મુલાયમ સિંહના અંતિમ દર્શન કર્યા હતા.
#WATCH | Last rites of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM Mulayam Singh Yadav being performed at his ancestral village, Saifai in Uttar Pradesh pic.twitter.com/nBUezhZqq1
— ANI (@ANI) October 11, 2022
સૈફઈમાં વરસાદ વચ્ચે નેતાજીના ચાહકોમાં દુખ જોવા મળી રહ્યુ હતું. સમાજવાદી વિચારધારાના નેતાને તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સીધા અંતિમ સંસ્કાર સ્થળે પહોંચ્યા અને નમન કરી અખિલેશ યાદવને સાંત્વના પાઠવી હતી.
We had a very strong relationship. Mulayam Singh Yadav was a big personality in Indian politics, it is a huge loss for the country. We all have come here to pay our tribute to him. PM Modi could not come here but he asked me to pay tribute on his behalf: Defence Min Rajnath Singh pic.twitter.com/pTFtnfXckZ
— ANI (@ANI) October 11, 2022
યુપી સરકારના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, કેશવ પ્રસાદ મૌર્ય, કેબિનેટ મંત્રીઓ રાકેશ સચન, જિતિન પ્રસાદ, સંજય નિષાદ અને સંજય સિંહે નેતાજીને શ્રદ્ધાંજલિ આપી હતી. સાંસદ રીટા બહુગુણા, આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, રાજ્ય મંત્રી અસીમ અરુણ અને સાંસદ દેવેન્દ્ર સિંહ ભોલે પણ સૈફઈ મેળા મેદાનમાં પહોંચ્યા અને નેતાજીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ નરેશ ટિકૈત અને રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીએ પણ અંતિમ દર્શન કર્યા હતા. મેનકા ગાંધી અને તેમના પુત્ર વરુણ ગાંધી પણ સૈફઈ પહોંચ્યા હતા અને નેતાજીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે