Latest News Live Update: ભાવનગરના દરિયામાં ભારે કરંટથી 6 યુવાનો ડૂબ્યા, બેના ડૂબી જવાથી મોત

Latest News Live Update: ભાવનગર શહેરના ઘોઘારોડ લીંબડીયું વિસ્તારના 6 મિત્રો નિષ્કલંકના દરિયામાં નાહવા પડ્યા હતા. દરિયાના પાણીમાં ભારે કરંટના કારણે તમામ યુવાનો ડૂબવા લાગ્યા હતા.

Latest News Live Update: ભાવનગરના દરિયામાં ભારે કરંટથી 6 યુવાનો ડૂબ્યા, બેના ડૂબી જવાથી મોત

Latest News Live Update: ભાવનગરના કોળિયાકના દરિયામાં ડૂબી જતાં વધુ બેના મોત થવાની ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના ઘોઘારોડ લીંબડીયું વિસ્તારના યુવાનો ભાદરવી સ્નાન માટે ગયા હતા. 6 મિત્રો નિષ્કલંકના દરિયામાં નાહવા પડ્યા હતા. દરિયાના પાણીમાં ભારે કરંટના કારણે તમામ યુવાનો ડૂબવા લાગ્યા હતા. જે પૈકી ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે એકની શોધખોળ ચાલુ છે. આમ આજે આધેડ અને યુવાન સહિત કુલ 3 લોકોના ડૂબી જતાં મોત નીપજ્યા છે.

ખૂંટીમાં 4 કલાકની પિકનિક મનાવી રાંચી પરત ફર્યા CM સોરેન સાથે ધારાસભ્યો
ઝારખંડમાં હેમંત સોરેનના વિધાનસભા સભ્યપદને લઇને અનિશ્ચિતતા હજુ પણ ચાલી રહી છે. ખાણકામ લીઝ ફાળવણી મામલે ઝારખંડના મુખ્યમંત્રી મુશ્કેલીઓમાં ઘેરાયા છે. આ વચ્ચે સોરેન અને શાસકપક્ષ ગઠબંધનના ધારાસભ્યો શનિવારના ખૂંટી જિલ્લાના લતરાતૂ પહોંચ્યા હતા.

ત્રણ-ચાર કલાકની પિકનિક માનાવી હેમંત સોરેન તમામ ધારાસભ્યો સાથે રાંચી પરત ફર્યા છે. સમાચાર છે કે હવે સોરેન આજ રાતે ગઠબંધનના 45 ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી આવાસ પર સીક્રેટ મીટિંગ પણ કરવાના છે.

નવસારીના વાંસદામાં અનુભવાયા ભૂકંપના આંચકા
નવસારીના વાંસદામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. વાંસદાના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે. વાંસદાના ખડકાળા, હનુમાનબારી વિસ્તારમાં હળવા આંચકા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારે આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ ઉપર 1.9 નોંધાઈ છે. ભૂકંપનુ કેન્દ્ર બિંદુ નવસારીથી પૂર્વમાં 42 કિલોમીટર દૂર નોંધાયું છે.

મોરના પીંછા ઘરમાં રાખવાથી મળે છે આર્થિક લાભ, માત્ર જાણી લો જરૂરી નિયમ
શાસ્ત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ ધારણ કરેલા બતાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હિંદુ ધર્મ અનુસાર માતા સરસ્વતી, માતા લક્ષ્મી, ઇન્દ્રદેવ અને ભગવાન કાર્તિકેયને પણ મોરપીંછ ખુબ જ પ્રિય છે. મોરપીંછ માત્ર ઘરની શોભા જ નથી વધારતા, પરંતુ શાસ્ત્રોમાં તેના ઘણા લાભ વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં મોરપીંછને સુખ-સમૃદ્ધિ અને ધન સાથે જોડીને જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મોરપીંછ ઘરમાં રાખવાથી ઘણા પ્રકારના વાસ્તુ દોષનું સમાધાન થઈ જાય છે. જોકે, તેની સાથે જોડાયેલા કેટલાક ખાસ નિયમોને ધ્યાનમાં રાખવાની જરૂર છે.

મોરપીંછ લગાવવાની સાચી દિશા
મોરપીંછ ઘરમાં રાખવાથી પહેલા આ નિયમ જરૂરીથી જાણી લો. કોઈપણ શુભ પ્રસંગે જ્યારે પણ મોરપીંછ ખરીદીને ઘરે લાવો તો તેને અગ્નિ ખુણા દિશા એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો. આ દિશામાં મોરપીંછ રાખવા માટે સૌથી સારું માનવામાં આવે છે. આ કરવાથી જો ઘરમાં કોઈ પ્રકારની આર્થિક તંગી સમસ્યા છે તો તેનું સમાધાન થશે. આ સાથે જ પરિવારની પ્રગતિના અન્ય માર્ગો પણ ખુલશે. જો કોઈ વ્યક્તિની કુંડલીમાં રાહુ દોષ છે તો તેને પોતાની પાસે મોરપીંછ જરૂર રાખવું જોઇએ. મોરપીંછ ઘણા પ્રકારની નકારાત્મક ઉર્જાના પ્રસારને ઘટાડે છે અને તેને ઘરમાં રાખવાથી ગ્રહ દોષથી મુક્તિ મળે છે. મોરપીંછને લઇને રાખવાથી ઘનમાં વધારો થયા છે. આ સાથે જ આર્થિક તંગીની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.

હીરાબાને મળવા પહોંચ્યા PM નરેન્દ્ર મોદી
પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ રિવરફ્રન્ટ પર અટલ ફૂટઓવરબ્રિજ પર પહોંચ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર રાયસણ માતા હીરાબાને મળવા દોડી ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા છે. અટલબ્રિજની મુલાકાત બાદ માતા હીરાબાના આશીર્વાદ લેવા પીએમ મોદી પહોંચ્યા છે.

માતા હીરાબાના ઘરે પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. માતાને મળ્યા બાદ પ્રધાનમંત્રી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર બે કલાક મીટિંગ કર્યા બાદ તેઓ રિવરફ્રન્ટ પર યોજાયેલ ખાદી મહોત્સવમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે રેટિંયો કાંત્યો હતો. બીજી બાજુ અમદાવાદની જનતાને એક ભેટ આપી હતી. પીએમ મોદીએ અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી. ત્યાં પીએમ મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.
વધુ માહિતા વાંચવા માટે અહીં ક્લિક કરો...

સોનાલી ફોગાટનો મોત પહેલાનો વધુ એક વીડિયો આવ્યો સામે
ભાજપ નેતા સોનાલી ફોગાટના મોતના મામલે એક નવી વીડિયો ક્લિપ સામે આવી છે. જેમાં જોઇ શકાય છે કે તેમને ડાન્સ ફ્લોર પર દારૂ પીવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. વીડિયોમાં દેખાતી વ્યક્તિ સુધીર સાંગવાન જેવી લાગે છે. જે ફોગાટના બે સહયોગીઓમાંથી એક છે. જેમને પોલીસ દ્રારા હત્યાના મામલે તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્રારા આ ક્લિપનો હવાલો આપવામાં આવ્યો છે.

પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે સુધીર સાંગવાને સોનાલી ફોગાટને બળજબરીપૂર્વક 'કંઇક પદાર્થ' પીવડાવતા જોવા મળ્યા છે. પોલીસના અનુસાર સહયોગી તેના મોત પહેલાં હોટલ ગ્રાંડ લિયોની લઇ ગયા, જ્યાં તે બધા રોકાયા હતા.
વધુ માહિતા વાંચવા માટે અહીં ક્લિક કરો...

'ના મિલો હમ્સે જ્યાદા...' 55 વર્ષના ફારૂખને દિલ આપી બેઠી 18 વર્ષની મુસ્કાન!
પાકિસ્તાનમાં રહેતી 18 વર્ષની મુસ્કાનને 55 વર્ષના ફારૂખથી પ્રેમ થઈ ગયો. ત્યારબાદ બંને હંમેશા માટે એકબીજાના થઈ ગયા. ફારૂખે જણાવ્યું કે તે મુસ્કાનની સિંગિંગથી પ્રભાવિત થઈને તેની નજીક આવ્યો હતો. ત્યારે મુસ્કાન, ફારૂખના વાતચીત કરવાના અંદાજ પર મોહિત થઈ ગઈ હતી. એક ઇન્ટરવ્યૂમાં આ કપલે તેમની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું.

સોનાલી ફોગાટ મોત મામલે ચોંકાવનારા ખુલાસા
ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગાટના મોત મામલે હવે દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સોનાલીના મોત બાદ તેમના સચિન નામના ભત્રીજાએ પીએ સુધી સાંગવાનને ફોન કર્યો હતો. તેનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં સચિન ફોન પર સુધિર પાસેથી ઘટનાની જાણકારી લઈ રહ્યો છે અને સુધીર સંપૂર્ણ રીતે ગેરમાર્ગે દોરતા સાંભળાઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, સોનાલી ફોગાટ 22 ઓગસ્ટના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર વાસી સાથે ગોવા ગઈ હતી. ત્યાં બીજા દિવસે મંગળવારની સવારે પોલીસ અને પીએ સુધીરે જણાવ્યું કે સોનાલીનું હાર્ટ એટેકથી મોત થયું છે. જોકે, પરિવારજનો શરૂઆતથી હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. બાદમાં પોસ્ટમાર્ટમ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસે ગોવાના કર્લી ક્લબના માલિકની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે ક્લબના બાથરૂમમાંથી ડ્રગ્સ પણ જપ્ત કર્યા છે.

પીએમ મોદી પહોંચ્યા 'ખાદી ઉત્સવ'ના કાર્યક્રમમાં
પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર બે કલાક સીએમ સહિતના દિગ્ગજો સાથે બેઠક કર્યા બાદ પીએમ મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવના કાર્યક્રમમાં પહોંચ્યા છે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખાદી મહોત્સવનું આયોજન કરાયું છે. જ્યાં 7500 ચરખાથી મહિલાઓ વણાંટનું કામ કરશે. ખાદી ઉત્સવમાં ચરખા ગોઠવવામાં આવ્યા છે. જેમાં રાજ્યભરમાંથી ચરખા સાથે જોડાયેલા લોકોને બોલાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા તમામ લોકો સફેદ કપડાં પહેરીને આવે તેવો આગ્રહ રાખવામાં આવે છે. આ સિવાય પીએમ મોદી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા અટલ બ્રિજનું લોકાર્પણ કરશે.
વધુ માહિતા વાંચવા માટે અહીં ક્લિક કરો...

ખાદી મહોત્સવમાં PM મોદીએ કાંત્યો ચરખો
આજે પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદીએ ખાદીને પ્રોત્સાહન મળે તેના માટે અનેક વખત જાહેર મંચો પરથી આહવાન કર્યું છે. પીએમ મોદીએ Khadi for fashion, Khadi for nation and khadi for transformationનું સૂત્ર આપ્યું છે. આજથી પીએમ મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે ત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ખાદી ઉત્સવમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કર્યું. 7500 મહિલા કારીગરોનું આવુ આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. પીએમ મોદી મહિલા કારીગરોની સાથે ચરખો કાંત્યો હતો. આ ઉપરાંત વિવિધ લોકવાદ્યો દ્વારા ગાંધી વિચારધારા આધારિત જીવંત સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.
વધુ માહિતા વાંચવા માટે અહીં ક્લિક કરો...

ટ્વિન ટાવરને તોડી પાડવા તમામ તૈયારીઓ પૂર્ણ
નોઈડા સેક્ટર 93 ના ટ્વિન ટાવરના ડિમોલેશન વચ્ચે રહેવાસીઓના સ્વાસ્થ્યને લઇને એક મોટો પડકાર છે. રહેવાસીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાની દ્રષ્ટીએ પ્રદેશ સરકારે મોટા પગલા ઉઠાવ્યા છે. ટાવર તોડી પાડતા પહેલા 3 હોસ્પિટલોને 'સેફ હોસ્પિટલ' જાહેર કરી છે. એટલે કે ટાવર તોડી પાડતા સમયે કોઈપણ પ્રકારના ઇમરજન્સી હાલાત પેદા થવા પર, હળવી અથવા ગંભીર ઈજા અથવા ઉડતી ધૂળથી કોઈપણ શારીરિક સમસ્યા થશે તો હોસ્પિટલ આવનારા કોઈપણ ઇજાગ્રસ્ત અથવા બીમાર શખ્સને યોગ્ય સારવાર આપવામાં આવશે.

ત્યારે નોઈડા ઓથોરિટીમાં આજે ટ્વિન ટાવરના સુરક્ષિત તોડી પાડવાને લઇને બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાક જરૂરી સૂચનો જાહેર કર્યા છે.
વધુ માહિતા વાંચવા માટે અહીં ક્લિક કરો...

સોમનાથમાં વિજય રૂપાણીનું નિવેદન
પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ શ્રાવણ મહિનાના અંતિમ દિવસે સોમનાથના દર્શન કરીને મહાદેવ સામે શીશ ઝૂકાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી ચૂંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાર્ટી ટિકિટ આપશે તો લડીશું. કોઈને જીતાડવાનું કહેશે તો જીતાડીશું. ભાજપમાં કોઈ જૂથવાદ નથી. 

આજ રોજ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ હોવાથી ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શનાર્થે ગયા હતા. જ્યાં તેઓએ સોમનાથ દાદાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. પરંતુ અહીં તેઓએ ચૂંટણીલક્ષી મોટું નિવેદન આપ્યું છે. રાજકોટમાં વજુભાઇ વાળા ફરી રાજકારણમાં સક્રિય થયા છે ત્યારે પ્રવર્તમાન રાજકીય સ્થિતિમાં વિધાનસભાની ટીકીટ મુદ્દે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાર્ટી લડાવશે તો લડીશું, કોઈને જીતડવાનું કહેશે તો જીતાડીશું...ભાજપમાં પ્રદેશ કક્ષાએ કોઈ જૂથવાદ ન હોવાનું જણાવ્યું હતું. બીજી બાજુ રાજ્યના બે કેબિનેટ મંત્રીઓને કટ ટુ સાઈઝ કરી ખાતા આંચકી લેવા મુદ્દે આ વ્યવસ્થાનો ભાગ હોવાનું જણાવ્યું હતું.
વધુ માહિતા વાંચવા માટે અહીં ક્લિક કરો...

સલમાન ખાનની મોટી જાહેરાત, હવે બનશે 'કિસી કા ભાઈ... કિસી કી જાન'
ભારતીય સિનેમામાં 34 વર્ષ પૂરા કરવા પર બોલીવુડના ભાઈજાન સલમાન ખાને શુક્રવારે જાહેરાત કરી કે તેમની ફિલ્મ 'કભી ઇદ કભી દિવાલી'નું નામ બદલી 'કિસી કા ભાઈ... કિસી કી જાન' કરવામાં આવ્યું છે. સલમાને 26 ઓગસ્ટ 1988 ના 'બીબી હો તો એસી'થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. જ્યારે આ સલમાન ખાન માટે એક ટૂંકી ભૂમિકા હતી. તેઓ 1989 ના સુપરહિટ 'મેને પ્યાર કિયા' ફિલ્મથી ચર્ચામાં આવ્યા.

સલમાન ખાનના ચાહકોએ શુક્રવારના હેશટેગ- સલમાનખાનના34વર્ષ ટ્રેન્ડ કરી ઉજવણી કરી. કેમ કે, સુપરસ્ટારે તેમના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ખાસ પોસ્ટ શેર કરી આ ભાવને સ્વીકાર કર્યો. સલમાન ખાને વીડિયોમાં તેમનો અનોખા અંદાજમાં ફિલ્મના શીર્ષકનો ખુલાસો કરતા કહ્યું- 'કિસી કા ભાઈ... કિસી કી જાન'
વધુ માહિતા વાંચવા માટે અહીં ક્લિક કરો...

યુપીએસસી ભરતીનું નોટિફિકેશન જાહેર, આ જગ્યા માટે કરો અરજી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને માનવવિજ્ઞાની (સાંસ્કૃતિક માનવશાસ્ત્ર વિભાગ), સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકાર ગ્રેડ-1, વૈજ્ઞાનિક 'બી' (બેલિસ્ટિક્સ), વૈજ્ઞાનિક 'બી' (ફોરેન્સિક ઇલેક્ટ્રોનિક્સ), વૈજ્ઞાનિક 'બી' (ફોરેન્સિક મનોવિજ્ઞાન), પુનર્વસન અધિકારી, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ/ ક્ષેત્રીય નિયામકની જગ્યા પર ભરતી માટે રોજગાર સમાચારમાં નોટિફિકેશન જાહેર કર્યું છે.

યુપીએસસી ભરતી 2022 થી ભરવામાં આવશે પદ
માનવવિજ્ઞાની (સાંસ્કૃતિક માનવશાસ્ત્ર વિભાગ): 1
સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકાર ગ્રેડ-1: 4
વૈજ્ઞાનિક 'બી' (બેલિસ્ટિક્સ): 1
વૈજ્ઞાનિક 'બી' (ફોરેન્સિક ઇલેક્ટ્રોનિક્સ): 3
વૈજ્ઞાનિક 'બી' (ફોરેન્સિક મનોવિજ્ઞાન): 3
પુનર્વસન અધિકારી: 4
ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ/ ક્ષેત્રીય નિયામક: 3

યુપીએસસી ભરતી 2022 સૂચના કેવી રીતે લાગુ કરવી
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 15 સપ્ટેમ્બર 2022 સુધી અથવા તે પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી જમા કર્યા બાદ ઉમેદવાર ભવિષ્યના સંદર્ભ માટે અરજીની પ્રિન્ટઆઉટ લઈ શકે છે.

ઉડવા માટે બન્યા છે આ ટૂરિસ્ટ સ્પોટ્સ, જાણો ભારતમાં પેરાગ્લાઇડિંગની 7 બેસ્ટ જગ્યા
હવામાં ઉડવાનો શોખ કોને નથી હોતો, પરંતુ પાંખો વગર તે સંભવ નથી. તેમ છતાં તમે પેરાગ્લાઈડિંગ કરી ઉડાન ભરી શકો છો અને હવામાં તરવાનો શોખ પુરો કરી શકો છો. ટુરિસ્ટ સ્પોટ્સ પર આજકાલ પેરાગ્લાઇડિંગ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો તમે પણ ફરવા જાઓ છો અને પેરાગ્લાઇડિંગ ના કરો તો તમારું ફરવું બેકાર છે. ખુલ્લા આકાશમાં ઉડવાની મજા તમને બીજા કોઈ એડવેન્ચરમાં નહીં મળે. એડવેન્ચર લવર્સને પેરાગ્લાઇડિંગની મજા માણવી જ જોઇએ. જો તમે પેરાગ્લાઈડિંગ કરવા જઈ રહ્યા છો તો જાણી લો કે તમે કઈ જગ્યાઓ પર પેરાગ્લાઈડિંગ કરવું જોઇએ. જેથી તમે ડબલ એન્જોય કરી શકો.

પેરાગ્લાઈડિંગની ટિકિટ?
ભારતમાં અલગ-અલગ જગ્યા પર પેરાગ્લાઇડિંગનું ભાડું અલગ-અલગ છે. પેરાગ્લાઈડિંગનું ભાડું તમારી રાઈડના સમય અને જગ્યાના આધારે લેવામાં આવે છે. પેરાગ્લાઇડિંગની ટિકિટ 1000 થી લઇને 5000 વચ્ચે હોય છે. ત્યારે ભારતમાં પેરાગ્લાઇડિંગ માટે કેરળમાં વાગામોન, રાજસ્થાનમાં જોધપુર, મહારાષ્ટ્રમાં પંચગની, હિમાચલ પ્રદેશમાં બીર બિલિંગ, ઉત્તરાખંડમાં નૈનીતાલ, મેઘાલયમાં શિલાંગ અને સિક્કિમમાં ગંગટોક જગ્યા સૌથી બેસ્ટ જગ્યા માનવામાં આવે છે.

ખરીદ-વેચાણની આશંકા વચ્ચે મહાગઠબંધનના ધારાસભ્યોને લઇ સીએમ આવાસથી નીકળી
ઝારખંડમાં રાજકિય સંકટને લઇને આજે મુખ્યમંત્રી હેમંત સોરેનના આવાસ પર મહાગઠબંધનના ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. ત્યારે બેઠક પૂર્ણ થયા બાદ ત્રણ બસો ગઠબંધનના ધારાસભ્યોને લઇને મુખ્યમંત્રી આવાસથી અજ્ઞાત જગ્યાએ જવા માટે રવાના થતી જોવા મળી છે. બસોમાં ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્યો સાથે સુરક્ષાકર્મી પણ હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે, ખરીદ-વેચાણની આશંકા વચ્ચે ધારાસભ્યોને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે. જોકે, ધારાસભ્યોને ક્યાં મોકલવામાં આવી રહ્યા છે તેની જાણકારી હજુ સામે આવી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાચાર આવ્યા હતા કે સત્તાધારી ગઠબંધનના ધારાસભ્યોને જરૂર પડવા પર પશ્ચિમ બંગાળ અથવા છત્તીસગઢ જેવા મિત્ર રાજ્યોમાં સ્થાનાંતરિક કરવાની તૈયારી કરવામાં આવી છે. આ ભાજપના ડરથી કરવામાં આવી રહ્યું છે. એક કોંગ્રેસ નેતાએ સમાચાર એજન્સી પીટીઆઇને જણાવ્યું હતું કે, અમારા ગઠબંધનના ધારાસભ્યોને છત્તીસગઢ અથવા પશ્ચિમ બંગાળ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને બિન-ભાજપ સરકાર દ્વારા સંચાલિત છે. ત્રણ બસો ધારાસભ્યોને રોડ માર્ગથી પહોંચાડવા માટે રાંચી પહોંચી ગઈ છે. કેટલાક એસ્કોર્ટ વાહનો પણ હશે.

ચારેતરફથી હુમલા વચ્ચે રાહુલ ગાંધીને મળ્યો મોટા નેતાનો સાથ, કહીં આ વાત
વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી ચૂક્યા છે. જે બાદ રાહુલ ગાંધી પર ઘણા નેતાઓ પ્રહાર કરી રહ્યા છે. ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને લખેલા લેટરમાં રાહુલ ગાંધીની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. ચારેતરફથી થતા હુમલા વચ્ચે રાહુલ ગાંધીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેનો સાથ મળ્યો છે. રાજ્યસભામાં વિપક્ષી નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધીની કોંગ્રેસ અધ્યક્ષ તરીકે વાપસી માટે પ્રયત્નો કરશે કેમ કે, પાર્ટીમાં તેમના શિવાય કોઈ એવા નેતા નથી જેના માટે અખિલ ભારતીય અપીલ થયા.

મલ્લિકાર્જૂન ખડગેએ આપ્યું રાહુલને સમર્થન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, પાર્ટીનું નેતૃત્વ કરવા ઇચ્છતા કોઈપણ શખ્સને આખા દેશમાં ફરવુ જોઇએ અને તેમને કન્યાકુમારીથી લઇને કાશ્મીર અને પશ્ચિમ બંગાળથી લઇને ગુજરાતમાં સમર્થન મળ્યું જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે, તે વ્યક્તિ આખી કોંગ્રેસ પાર્ટીમાં જાણીતી, સ્વીકૃત વ્યક્તિ હોવી જોઈએ. આવું બીજું કોઈ નથી.

પાકિસ્તાનની ખેર નથી! ઘાતક ફોર્મમાં આવી રહ્યા છે ટીમ ઇન્ડિયાના આ ખતરનાક બેટ્સમેન
ભારત રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં તેના હરીફ પાકિસ્તાન સામે એક હાઈ-વોલ્ટેજ મેચ સાથે એશિયા કપ અભિયાનમાં એન્ટ્રી મારશે. અગાઉ જ્યારે ઓક્ટોબર 2021 માં ટી20 વર્લ્ડ કપ દરમિયાન પાતિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. જેને લઇને રવિવારના યોજાનારી મોટી મેચ પહેલા જ ભારતીય ખેલાડી નેટ્સ પર ખુબ પરસેવો વહાવી રહ્યા છે.

વિરાટનું બેટ મચાવશે તબાહી
આ દરમિયાન, તમામની નજર વિરાટ કોહલી પર હતી. જે લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ભારતના પૂર્વ કેપ્ટને નેટ્સમાં લાંબો સમય વિતાવ્યો, સ્પિનોની સામે મોટા શોટ માર્યા અને ક્યારેક ક્યારેક ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને અર્શદીપ સિંહના નેતૃત્વમાં ફાસ્ટ બોલર સામે સંઘર્ષ કર્યો.

ટ્રાન્સફોર્મેશન બાદ ગુલાબી મર્દ બન્યો કપિલ શર્મા, કહ્યું- તેનાથી પુરુષત્વ સમાપ્ત...
કોમેડિયન કપિલ શર્મા હાલમાં તેના ટ્રાન્સફોર્મેશનને લઇને ચર્ચામાં છે. આ વચ્ચે કપિલની એક લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયામાં સામે આવી છે. જે ઘણી ઝડપથી વાયરલ થઈ રહી છે. કપિલ શર્માએ તેની આ તસવીર પોતે જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે. સામે આવેલી તસવીરમાં કપિલ શર્માનો એકદમ અલગ લૂક જોવા મળી રહ્યો છે. તેનાથી પણ વધુ કોમેડિયનનું કૅપ્શન વખાણાઈ રહ્યું છે.

કપિલ શર્માનો પિંક લૂક
સામે આવેલી આ નવી તસવીરમાં કપિલ શર્મા હોટ પિંક કલરની ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. સાથે જ તેણે ચશ્મા પણ પહેર્યા છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરની સાથે તેણે એક રમૂજી કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું- મેં હમણા જ ગુગલ કર્યું છે. શું તમે આ વાંચી રહ્યા છો તમન્ના ભાટિયા. શું છોકરા પિંક પહેરી શકે છે? હા, તમે સાચું વાંચ્યું. અસલી મર્દ પિંક પહેરે છે. પિંક છોકરાઓ માટે એક પુરૂષવાચી અને કૂલ રંગ છે.
વધુ માહિતા વાંચવા માટે અહીં ક્લિક કરો... 

PMનો બે દિવસ ગુજરાત પ્રવાસ: મોદી અમદાવાદ પહોંચ્યા, 5 વાગ્યા સુધી એરપોર્ટ પર જ રોકાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે તેઓ અમદાવાદ રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવમાં હાજરી આપશે. સાબરમતી નદી પર બનેલા અટલ ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ એરપોર્ટ જ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તથા અન્ય નેતાઓ સાથે બેઠક કરવાના છે.

એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીના સ્વાગત અભિવાદ અને તેમના કાર્યક્રમની રૂપરેખા આપતા પોસ્ટર લાગ્યા છે. પ્રધાનમંત્રી એરપોર્ટ પર પહોંચશે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તેમનું સ્વાગત કરશે. જાણવા મળી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 વાગ્યા સુધી એરપોર્ટ પર જ રોકાશે. એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને અન્ય અગ્રણીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં ચીફ સેક્રેટરી કે કૈલાસનાથન પણ હાજર રહી શકે છે. અહીં એરપોર્ટ પર આગામી વિધાનસભા ચૂંટણીને લઇ મહત્વની ચર્ચા થઇ શકે છે.
વધુ માહિતા વાંચવા માટે અહીં ક્લિક કરો...

રેસ્ટોરન્ટ જવાની આદત પાડી દો! શું તમે જાણો છો ઓનલાઈન 60 ટકા મોંઘું મળે છે ફૂડ
આજકાલ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો ક્રેઝ વધી ગયો છે. લોકો ઘરે બેઠા સ્વિગી અને ઝોમેટો જેવા એપ્સ પરથી ખાવાનું મંગાવી રહ્યા છે, પરંતુ ઓનલાઈન ફૂડ ડિલીવરી કરતી એપ્સ પરથી ખાવાનું અને સ્વિટી વસ્તુ મંગાવવા પર તમારે 10 થી 60 ટકા સુધી એક્સ્ટ્રા ચાર્જ આપવો પડે છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે.

ઓનલાઈન ફૂડ હોય છે ઘણું મોંઘું
ઇન્ટરનેશનલ સંસ્થા જેફરીઝે આ સર્વે કર્યો છે. આ માટે જેફરીઝેએ રાજધાની દિલ્હી સહિત દેશના 8 શહેરના 80 રેસ્ટોરન્ટમાં આ સર્વે કર્યો છે. સર્વેના રિપોર્ટ અનુસાર, કમીશન અને પ્રમોશનનો ખર્ચ વધવાને કારણે એપ અને રેસ્ટોન્ટના મેન્યુ રેટમાં ઘણું અંતર છે. જે ડિશ રેસ્ટોરન્ટમાં માત્ર 100 રૂપિયામાં મળે છે, તેના ઓનલાઈન એપ્સમાં 110 થી 160 રૂપિયા સુધી વસુલવામાં આવે છે.

કોંગ્રેસના નેતાનો બેફામ વાણીવિલાસ
જૂનાગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજાનો વાણીવિલાસ જોવા મળ્યો છે. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા વાણીવિલાસ કર્યો છે. કોંગ્રેસના મેનીફેસ્ટો કાર્યક્રમમાં બાબુ વાજાએ અપશબ્દોનો પ્રયોગ કર્યો. કોંગ્રેસની ધારાસભ્યોની ભાજપમાં જોડાવવાની વાત પર બાબુ વાજા ભડક્યા હતા, અને કહ્યું હતું કે, સામે આવે તો હું તો ગાળો પણ આપું. 

કોંગ્રેસ ધારાસભ્ય ભાજપ ઉપર ભડક્યા હતા. બેફામ વાણી વિલાસ સાથે કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજાએ અપશબ્દ પણ કહ્યા હતા. માંગરોળ ધારાસભ્ય બાબુભાઇ વાજાએ જુનાગઢમા યોજાયેલ કોંગ્રેસના મેનિફેસ્ટો કાર્યક્રમમા ભાજપ ઉપર અપશબ્દનો મારો ચલાવ્યો હતો. તેઓ ભાજપનો ઉલ્લેખ થતા જ ભડક્યા હતા.
વધુ માહિતા વાંચવા માટે અહીં ક્લિક કરો...

શું તમે નોકરી બદલવા માંગો છો? બહુ જ કામના અપડેટ આવ્યા છે
પીડબલ્યુસી ઈન્ડિયાની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે, દેશમાં 30 ટકાથી ઓછા કર્મચારીઓ પોતાની નોકરી બદલવા માંગે છે. જ્યારે કે, 71 ટકા લોકોનું માનવુ છે કે, કરિયરમાં આગળ વધવા માટે તેમના કામની અવગણના કરવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં કાર્યસ્થળ પર કામકાજ કરવાની રીતમાં બહુ જ બદલાવ આવ્યો છે. કંપની અને કર્મચારી બંનેની માનસિકતામાં બદલાવ જોવા મળ્યો છે. આ રિપોર્ટ પીડબલ્યુસીના ગ્લોબલ વર્કફોર્સ હોપ્સ એન્ડ ફિયર્સ સરવે 2022 ના પરિણામો પર આધારિત છે. આ સરવેમાં ભારતના 2608 કર્મચારીઓએ ભાગ લીધો હતો અને તેમાં 93 ટકા સ્થાયી કર્મચારીઓ છે.
વધુ માહિતા વાંચવા માટે અહીં ક્લિક કરો...

સોનાલી ફોગાટ ડેથ કેસમાં ક્બલ માલિકની ધરપકડ; બાથરૂમમાંથી મળ્યા ડ્રગ્સ
ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગાટના મોત મામલે ગોવા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ગોવાના કર્લી ક્લબના માલિકની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે ક્લબના બાથરૂમમાંથી ડ્રગ્સ જપ્ત કર્યા છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરી છે. ફોગાટના પીએ સુધીર સાંગવાન, સુખવિંદર સિંહ, કર્લી ક્લબના માલિક અને એક ડ્રગ્સ પેડલરની પોલીસે ધરપકડ કરી છે.

કર્લી ક્લબના માલિકની ધરપકડ કરતા પહેલા પોલીસે પોસ્ટમાર્ટમ રિપોર્ટ અને પરિવારના આરોપો બાદ સુધીર અને સુખવિંદરની ધરપકડ કરી હતી. સુધીર સાંગવાન અને સુખવિંદર વાસી ફોગાટની સાથે 22 ઓગસ્ટના ગોવા પહોંચ્યા હતા. પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે સોનાલીના શરીર પર ઇજાના નિશાન હતા.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news