Jay Shah:લિયોનસ મેસીએ BCCI સચિવ જય શાહ માટે મોકલી અણમોલ ભેટ, તમે જોઇ આ ખાસ તસવીર?

Messi Gift to Jay Shah : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સચિવ જય શાહને આર્જેટિનાના વર્લ્ડકપ વિજેતા કેપ્ટન મેસી તરફથી એક ખાસ ભેટ મળી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાની એક તસવીર દ્વારા તેની જાણકારી મળી.

Jay Shah:લિયોનસ મેસીએ BCCI સચિવ જય શાહ માટે મોકલી અણમોલ ભેટ, તમે જોઇ આ ખાસ તસવીર?

Lionel Messi Jersey Gift: સુપરસ્ટાર ફૂટબોલર લિયોનસ મેસીના ફેન્સ દુનિયાભરમાં હાજર છે. ભારતમાં તેમનો મોટો ફેન-બેસ છે. આ યાદીમાં બીજી રમતો સાથે જોડાયેલા ખેલાડી પણ સામેલ છે. આ દિગ્ગજે તાજેતરમાં જ પોતાની કેપ્ટનશિપમાં આર્જેટિનાને ફીફા વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. આર્જેટિનાએ કતરમાં રમાયેલા ફીફા વર્લ્ડ કપ ફાઇનલમાં જ્યારે જીત નોંધાવી, તો મેસી અને તેમની ટીમને દુનિયાભરમાં શુભેચ્છા મળી. હવે મેસીએ બીસીસીઆઇ સચિવ જય શાહ માટે ભેટ મોકલી છે. 

જય શાહને મોકલી ભેટ
લિયોનસ મેસીની પ્રસિદ્ધિમાં વધુ વધારો થયો, ત્યારે તેમણે પોતાની કેપ્ટનશિપમાં આર્જેટિનાને ફ્રાંસના વિરૂદ્ધ ફીફા વર્લ્ડકપ 2022 ની ફાઇનલમાં ખિતાબી જીત અપાવી. તેમણે ફાઇનલ સહિત પુરી ટૂર્નામેન્ટમાં કમાલનું પ્રદર્શન કર્યું. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સચિવ જય શાહને આર્જેટિનાના વિશ્વ કપ વિજેતા મેસી તરફથી એક ખાસ ભેટ મળી. 

ઓઝાએ શેર કરી તસવીર
ભારતના પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ ઇંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તેમાં તે મેસી તરફથી ગિફ્ટ કરવામાં આવેલી જર્સી પકડેલા જય શાહની સાથે જોવા મળી રહ્યા છે. ઓઝાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ. ઓઝાએ કેપ્શનમાં લખ્યું. 'GOAT એ જયભાઇ માટે મારી શુભેચ્છાઓ અને સહીવાળી મેચ જર્સી મોકલી છે. શું વિનમ્ર વ્યક્તિત્વ છે. આશા છે કે મને તમારા માટે પણ એક મળી જશે... જલદી જ.'

આ પહેલાં જય શાહે આર્જેટીનાને ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ત્રીજા વર્લ્ડ કપ ખિતાબ જીતવા પર શુભેચ્છા પાઠવી હતી. શાહે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું, 'ફૂટબોલની એક અવિશ્વનીય મેચ. બંને ટીમોએ સારી રમત રમી, પરંતુ આર્જેટીનાને પોતાનો ત્રીજો ફીફા વર્લ્ડ કપ જીતવા માટે શુભેચ્છા પાઠવી.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news