Live: દેશના 4 રાજ્યોમાં પૂરનો કહેર ચાલુ, 180થી વધુ લોકોના મોત, ઘણા ગુમ

દેશના કેટલાક રાજ્યોમાં પૂરનો કહેર યથાવત છે. 9 રાજ્યોમાં પૂરની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં અલગ અલગ ઘટનાઓમાં 180થી વધુ લોકોના મોત થયા છે. કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા સૌથી વધારે પ્રભાવિત રાજ્યો છે

Live: દેશના 4 રાજ્યોમાં પૂરનો કહેર ચાલુ, 180થી વધુ લોકોના મોત, ઘણા ગુમ

નવી દિલ્હી: દેશના કેટલાક રાજ્યોમાં પૂરનો કહેર યથાવત છે. 9 રાજ્યોમાં પૂરની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં અલગ અલગ ઘટનાઓમાં 180થી વધુ લોકોના મોત થયા છે. કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા સૌથી વધારે પ્રભાવિત રાજ્યો છે. ઓડિશાના વિભિન્ન ભાગોમાં ભારે વરસાદના કારણે પૂરનો ખતરો જોવા મળી રહ્યો છે. સેનાની 21 ટીમ બચાવ તેમજ રાહત કાર્યમાં લાગી ગઇ છે. રક્ષા પીઆરઓના જણાવ્યા અનુસાર, લગભગ 3000 સુરક્ષા કર્મી 4 રાજ્યોના 15 પૂર ગ્રસ્ત જિલ્લાઓમાં રાહત તેમજ બચાવ કાર્ય કરી રહ્યાં છે.

ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન પણ પીડિત
પશ્ચિમ રાજ્યોમં ગુજરાત અને રાજસ્થાન પણ ભારે વરસાદનો માર સહન કરી રહ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધી 20થી વધુ લોકો પૂરના કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. રાજસ્થાનમાં પણ પરિસ્થિતિ ખરાબ છે. પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પૂરનો કહેર જોવા મળી રહ્યો છે. હવે ત્યાં ધીરે-ધીરે સામાન્ય થઇ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં પૂરે મચાવી તબાહી
મહારાષ્ટ્રમાં પૂરે સૌથી વધારે તબાહી મચાવી છે. કોલ્હાપુર અને સાંગલીમાં પૂરનો કહેર. મહારાષ્ટ્રમાં 43 લોકોના મોત થયા છે. કોલ્હાપુરમાં પરિસ્થિતિ ખરાબ છે. અહીં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એનડીઆરએફ, ભારતીય નેવી, વાયુસેના અને સેનાના જવાનો લોકોને બચાવવા માટે દરેક સંભવ પ્રયત્નો કરી રહ્યાં છે. જો કે, પુણે-બેગલુરુ હાઇવે ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો છે.

કેરળ-કર્ણાટકમાં પૂરનો કહેર
દક્ષિણ ભારતમાં પણ પૂરનો કહેર જોવા મળી રહ્યો છે. કર્ણાટકના પૂરમાં 48 લોકોના મોત થયા છે. કેરળમાં પણ 83થી વધારે લોકો પૂરમાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાએ પૂર પ્રવાભિત વિસ્તારોનો હવાઇ સર્વેક્ષણ કર્યો. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ તેમના સંસદીય વિસ્તાર બાયનાડમાં લોકોથી મળ્યા.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news