close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

terrorism

FATF: આતંકવાદને અટકાવે પાકિસ્તાન નહી તો ફરીથી 'ગ્રે' યાદીમાં ફેંકાશે

એફએટીએફ રિપોર્ટ અંગે મીડિયાના સવાલોનાં જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે,એફએટીએફએ નિશ્ચય કર્યો છે કે જાન્યુઆરી અને મે 2019 માટે નિશ્ચિત કાર્ય યોજના લાગુ કરવામાં પાકિસ્તાનની અસફળતાને ધ્યાને રાખીને તેને આંતરરાષ્ટ્રીય સહયોગ સમીક્ષા સમુહની ગ્રે યાદીમાં જ રહેવા દેવામાં આવે

Jun 22, 2019, 04:46 PM IST

જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં આતંકીઓએ કર્યો IED વિસ્ફોટ, સેનાના 5 જવાન ઘાયલ

આ અગાઉ પુલવામામાં 14 ફેબ્રુઆરી, 2019ના રોજ જે સ્થળે આતંકી હુમલો થયો હતો તેનાથી 27 કિમી દૂર આજે ફરીથી સેનાના કાફલાને નિશાન બનાવવાનો પ્રાયસ કરાયો છે 
 

Jun 17, 2019, 08:01 PM IST

આતંકવાદીઓનું ફંડિગ અટકાવવા ગૃહમંત્રાલયે બનાવ્યું ટેરર મોનિટરિંગ ગ્રુપ

સરકારે કાશ્મીરમાં આતંકવાદ પર મોટો પ્રહાર કરવાની તૈયારી કરી લીધી છે. સમાચાર એજન્સી એએનઆઇના સુત્રોના હવાલાથી જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રાલયે હાલમાં જ એક નવો ટેરર મોનિટરિંગ ગ્રુપ (ટીએમજી)નું નિર્માણ કર્યું છે. જમ્મુ કાશ્મીર સીઆઇડીના એડિશનલ ડીજીપીને આ ગ્રુપના ચેરમેન  બનાવવામાં આવ્યા છે. સુત્રોનું કહેવું છે કે ટીએમજીમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ડાયરેક્ટ ટેક્સ, પ્રવર્તન નિર્દેશાલયનાં સભ્યો પણ પ્રતિનિધિ તરીકે પણ રહેશે.

Jun 15, 2019, 09:55 PM IST

SCO Summit : ઈમરાન ખાનની સામે જ મોદીએ કહ્યું, "આતંકનો સફાયો જરૂરી"

કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં ચાલી રહેલી શાંઘાઈ સહયોગ સંગઠનની શિખર પરિષદના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો 
 

Jun 14, 2019, 12:22 PM IST

PM મોદીએ જિનપિંગને કહ્યું, આતંકવાદ પર પોતાનાં વચનો નથી નિભાવી રહ્યું પાકિસ્તાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વાતચીત માટે પાકિસ્તાને માહોલ બનાવવો પડશે

Jun 13, 2019, 07:06 PM IST

યુપીના ફૈઝાબાદ-ગોરખપુરમાં આતંકી સંગઠન લશ્કરે બનાવ્યો બેઝઃ ગુપ્તચર એજન્સીનો અહેવાલ

ઝી ન્યૂઝને મળેલી એક્સક્લૂસિવ માહિતી અનુસાર ઉમર મદનીએ નેપાળના કપિલવસ્તુમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે, જેથી ત્યાં રહીને લોકોને પોતાના ગ્રૂપ સાથે જોડી શકે અને ભારતીય સુરક્ષા એજન્સીની નજરથી બચી શકે 
 

Jun 13, 2019, 09:54 AM IST

ગૃહમંત્રી અમિત શાહની કાર્યવાહીથી ડર્યું ISI, જમ્મુ-કાશ્મીરમાં બનાવ્યું નવું અલગતાવાદી જૂથ

ગૃહમંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ ઝી ન્યૂઝને જણાવ્યું કે, દિલ્હીમાં સ્થિત પાકિસ્તાન હાઈ કમીશન અગાઉ પણ અલગતાવાદી નેતાઓને મદદ કરતું રહ્યું છે 

Jun 12, 2019, 09:23 AM IST

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર મરાયો

સુરક્ષા દળોને આ વિસ્તારમાં 2 થી 3 આતંકી છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના આધારે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, હાલ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે, જેના પગલે આ વિસ્તારની ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવાઈ છે 

May 29, 2019, 08:42 AM IST
Possibilities of Terrorist attacks in Srinagar PT3M9S

શું જમ્મુ-કાશ્મીરમાં ફરી કરવામાં આવશે આતંકી હુમલો?

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને અવંતીપુરા એરબેઝ પર આતંકી હુમલાની આશંકા.સુરક્ષા એજન્સીઓએ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરતાં બંને એરબેઝની સુરક્ષા વધારવામાં આવી.મળતી માહિતી પ્રમાણે જૈશ-એ-મોહમ્મદના આતંકી એરબેઝને બનાવી શકે છે નિશાન.

May 17, 2019, 02:50 PM IST

J&Kમાં સુરક્ષા દળની કાર્યવાહી, 24 કલાકમાં જૈશના કમાન્ડર સહિત 6 આતંકી ઠાર

જમ્મૂ અને કાશ્મીરમાં સુરક્ષા દળને આતંકીઓ સામે ગુરૂવારે મોટી સફળતા હાથ લાગી છે. ગુરૂવારે પુલવામા અને શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળ સાથે થયેલા એન્કાઉન્ટરમાં 6 આતંકી માર્યા ગયા છે.

May 17, 2019, 09:37 AM IST

સુરક્ષા દળને મોટી સફળતા, પુલવામામાં જૈશના ટોપ કમાન્ડર સહિત ત્રણ આતંકી ઠાર

સુરક્ષા દળને જમ્મૂ અને કાશ્મીરના પુલવામામાં ગુરૂવાર સવારે થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાંન્ડર ખાલિદ સહિત ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. દલીપોરા વિસતારમાં સવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળનો એક જવાન પણ શહીદ થયો છે.

May 16, 2019, 12:32 PM IST

જમ્મૂ-કાશ્મીર: પુલવામામાં સુરક્ષા દળોએ ઠાર માર્યા 2 આતંકી, 1 જવાન શહીદ, 3 ઘાયલ

જમ્મૂ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરૂવાર સવારે એન્કાઉન્ટર શરૂ થઇ ગયું હતું. દલીપુરા વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પોલીસ, એસઓજી અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં 2 આતંકીઓ માર્યા ગયા છે.

May 16, 2019, 08:09 AM IST

Exclusive : બંગલા આતંકી સંગઠને ઘડ્યું મહિલા ફિદાયિન દ્વારા બુદ્ધપૂર્ણિમાના દિવસે હુમલાનું કાવતરું

ગુપ્તચર એજન્સીઓએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, આતંકવાદીઓ ફિદાયિન હુમલાની તૈયારીમાં છે, બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગર્ભવતી મહિલાના સ્વરૂપમાં આતંકવાદી હિન્દુ કે બૌદ્ધ મંદિરમાં પ્રવેશ કરી શકે છે 

May 15, 2019, 10:59 AM IST

જૈશના કૂખ્યાત આતંકવાદીને દિલ્હી પોલીસે શ્રીનગર જઈને ઝડપ્યો, આજે લાવશે દિલ્હી

પકડવામાં આવેલા આ આતંકવાદી સામે પોલીસ સ્ટેશનમાં 07/07 નંબરની ફરિયાદ દાખલ કરેલી હતી અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પડાયું હતું 
 

May 14, 2019, 11:36 AM IST

પાક.માં જ્યાં આતંકી હુમલો થયો એ દરગાહ દક્ષિણ એશિયાની સૌથી મોટી અને 11મી સદીની છે

પાકિસ્તાનના લાહોરમાં સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ તરીકે પ્રખ્યાત સુફી દરગાહ 'દાતા દરબાર'ની બહાર આજે થયેલા એક આતંકી હુમલામાં 8નાં મોત થયા છે અને 24થી વધુ ઘાયલ થયા છે 
 

May 8, 2019, 03:02 PM IST

પાકિસ્તાનમાં આતંકી હુમલોઃ દાતા દરબાર દરગાહ નજીક વિસ્ફોટ, 8નાં મોત, 24થી વધુ ઘાયલ

પાકિસ્તાનના લાહોરમાં આવેલી દક્ષિણ એશિયાની સૌથી મોટી દરગાહોમાંની એક ગણાતી દાતા દરબાર દરગાહ નજીક વિનાશક આતંકવાદી હુમલો થયો છે, જેમાં અસંખ્ય લોકો ઘાયલ થયાના સમાચાર છે, પાકિસ્તાન સ્થિત તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે. 
 

May 8, 2019, 10:50 AM IST

આતંકી મસૂદ અઝહર અંગે UNSCના નિર્ણયનું સ્વાગત કરીએ છીએઃ વિદેશ મંત્રાલય

આતંકવાદી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા બુધવારે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયા બાદ ગૂરૂવારે આયોજિત એક પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, 'UNSC દ્વારા યોગ્ય દિશામાં પગલું ભરાયું છે, પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે અને સમગ્ર વિશ્વમાં તેની થૂ-થૂ થઈ છે...'

May 2, 2019, 05:35 PM IST

જાણો જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ પછી મસુદ અઝહરની એ કબૂલાત બની પાકો પુરાવો

મસૂદ અઝહરે કબુલાત કરી હતી કે તેણે બાંગ્લાદેશમાંથી પોર્ટુગિઝ પાસપોર્ટ અને ભારતીય વિઝા વલી આદમ ઈસાના નામે બનાવ્યો હતો. તેણે કરાચી એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગમાં તેના વિદ્યાર્થી હાફિઝના નામથી પ્રવેશ મેળવ્યો હતો. 
 

May 2, 2019, 04:17 PM IST
UN adds Jaish chief Masood Azhar to global terror list PT6M56S

સંયુક્ત રાષ્ટ્રે મસૂદ અઝહરને જાહેર કર્યો આંતરરાષ્ટ્રીય આતંકવાદી

ભારતને બુધવારે ઘણી મોટી કુટનૈતિક સફળતા પ્રાપ્ત થઈ છે. જૈશ-એ-મોહમ્મદના સ્થાપક અને વડા તથા પાકિસ્તાનનો નાગિરક એવા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા ચીને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં મસૂદ અઝહરનું નામ સામેલ કરવા મુદ્દે પોતાનો વિરોધ પાછો ખેંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મસૂદ અઝહર ભારતમાં થયેલા અનેક મોટી આતંકી હુમલાનો મુખ્ય સૂત્રધાર રહ્યો છે.

May 2, 2019, 10:00 AM IST

મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતું સંયુક્ત રાષ્ટ્ર

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આખરે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે, ઉલ્લેખનીય છે કે, જૈશ-એ-મોહમ્મદનો વડો એવો મસૂદ પાકિસ્તાનમાં રહીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે અને ભારતમાં અનેક આતંકવાદી હુમલા કરાયા છે, છેલ્લે પુલવામામાં કરેલા આતંકી હુમલામાં ભારતના સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. 
 

May 1, 2019, 07:05 PM IST