મનોહર પર્રિકર અનંતની અંતિમ યાત્રાએ, સલામી સાથે પંચમહાભૂતમાં વિલીન
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે તેમના આવાસ ખાતે જ નિધન થઇ ગયું. તેઓ 63 વર્ષનાં હતા. પીએમ મોદી, સંરક્ષણ મંત્રી સહિતના કેન્દ્રીય નેતાઓ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા, તેમના મીરામર બીચ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી : ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના અંતિમ સંસ્કાર આજે ગોવાની રાજધાની પણજીમાં સાંજે પાંચ વાગ્યે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. અગાઉ તેમનો પાર્થીવ દેહ પણજીની ભાજપ ઓફીસમાં આશરે 1 કલાક સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો. આ દરમિયાન મોટા પ્રમાણમાં લોકો ત્યાં હાજર રહ્યા. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નીતિન ગડકરી પણ ત્યાં પહોંચ્યા. હવે તેમનો પાર્થિવ દેહ કલાક એકેડેમી ખાતે લઇ જવાઇ રહ્યો છે. ત્યાં નાગરિકો સાંજે 4 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલી અર્પીત કરી શકશે.
નૌકાદળના જવાનોએ બંદૂકમાંથી ત્રણ વખત ફાયર કરીને ગોવાના લોકલાડીલા મુખ્યમંત્રી મનોહર પર્રિકરને અંતિમ સલામી આપી હતી. પર્રિકરના પાર્થિવ દેહને ચિતા પર મુકી દેવામાં આવ્યો છે અને શાસ્ત્રોક્ત અંતિમ વિધી કરવામાં આવી રહી છે. મનોહર પર્રિકરકના પાર્થિવ દેહ પર ઢાંકવામાં આવેલો રાષ્ટ્રધ્વજ સન્માન સાથે નૌકાદળના જવાનોએ લઈને તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓનો પ્રારંભ કર્યો.
મનોહર પર્રિકરના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મીરામર બીચ પર મુકવામાં આવ્યો છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. નૌકાદળ, ગોવા પોલીસ સહિત રાજકીય નેતાઓ મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
અમેરિકા અને રશિયાએ પર્રિકરના નિધન પર શોક વ્યક્ત કર્યો. અમેરિકાના ભારત ખાતેના રાજદૂત કેનિથ જસ્ટરે ટ્વિટ કરીને લખ્યું છે કે, "ગોવાના મુખ્યમંત્રી અને ભારતના પૂર્વ સંરક્ષણ મંત્રીના નિધન પર અમને અત્યંત દુઃખ થયું છે. મનોહર પર્રિકરના પરિવાર અને તેમના મિત્રોના દુખમાં અમે ભાગીદાર છીએ."
રશિયાના ભારત ખાતેના રાજદૂત નિકોલય કુડાશેવે ટ્વિટ કરીને જણાવ્યું કે, "ભારતે એક ચમત્કારિક નેતા ગુમાવ્યો છે. રાજકીય અને સામાજિક જીવનમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. સંરક્ષણ મંત્રી તરીકે તેમણે દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવામાં તેમણે ઘણું કામ કર્યું છે."
ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને નેતા નીતિન ગડકરી ગોવા આવી પહોંચ્યા છે.
મનોહર પર્રિકરની અંતિમયાત્રા શરૂ થઈ ચૂકી છે. તેમના નિવાસસ્થાનેથી નિકળેલી આ યાત્રામાં તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે મીરામર બીચ તરફ લઈ જવાઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીને અંતિમ વિદાય આપવા માટે પણજીની સડકો પર લોકો ઉમટી પડ્યા છે. ચાર વખત મુખ્યમંત્રી રહેલા મનોહર પર્રિકરના મરીના બીચ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
તેમની અંતિમ રથયાત્રાને ભારતીય નૌકાદળનું બેન્ડ આગેવાની કરી રહ્યું છે અને શ્રદ્ધાંજલિ આપવાનું બેન્ડ વગાડી રહ્યું છે.
આ અગાઉ સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમન પણ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે આવી પહોંચ્યા હતા.
મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલી અર્પીત કરતા સમયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ભાવુક થઇ ગયા હતા. શ્રદ્ધાંજલી અર્પીત કર્યા બાદ તેઓ રડી પડ્યા હતા.
Panaji: Union Minister Smriti Irani gets emotional as she pays last respects to Goa CM #ManoharParrikar. pic.twitter.com/NOOucOU8iO
— ANI (@ANI) March 18, 2019
સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલી અર્પી હતી.
Smt @nsitharaman pays her last respects to Late Shri Manohar Parrikar in Goa. pic.twitter.com/1XDgQNyrrc
— Raksha Mantri (@DefenceMinIndia) March 18, 2019
ass="rtejustify">
વડાપ્રધાન મોદીએ પુષ્પાંજલી અર્પીત કરી
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના અંતિમ સંસ્કાર આજે ગોવાની રાજધાની પણજીમાં સાંજે 5 વાગ્યે રાજકીય અને સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. ભાજપ નેતાને શ્રદ્ધાંજલી આપવા માટે વડાપ્રધાન મોદી પણજી ખાતે પહોંચી ચુક્યા છે. તેઓ થોડા જ સમયમાં પર્રિકરનાં પાર્થિવ શરીરને પુષ્પાંજલી અર્પિત કરવા માટે પહોંચશે. કલા એકેડેમી ખાતે રખાયેલા તેમને પુષ્પાંજલી અર્પીત કરવા માટે નીતિન ગડકરી સહિતનાં દિગ્ગજ નેતાઓ પહોંચી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનોહર પર્રિકરને અંતિમ શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી અને તેમના બંન્ને પુત્રો સાથે વાત કરી હતી.
Prime Minister Narendra Modi, Defence Minister Nirmala Sitharaman and Governor Mridula Sinha meet family of Goa CM #ManoharParrikar, in Panaji. pic.twitter.com/X11DkUJofU
— ANI (@ANI) March 18, 2019
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બપોરે 01.30 વાગ્યે તેમને શ્રદ્ધાંજલી આપવા પણજી જશે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ 02.30 વાગ્યે પણજી પહોંચશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ પણજી જશે. ભાજપે આજે પોતાનાં તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે તેમના આવાસ ખાતે જ નિધન થઇ ગયું. તેઓ 63 વર્ષનાં હતા. તેમના અંતિમ સંસ્કાર સંપુર્ણ રાજકીય સન્માન સાથે સોમવારે પણજી ખાતે કરવામાં આવશે. તેમનો પાર્થિવ દેહ સવારે 09.30થી 10.30 વાગ્યા સુધી પણજીની ભાજપ કાર્યાલય ખાતે મુકવામાં આવશે. ત્યાર બાદ દેહને કલા એકેડેમી લઇ જવાશે. અહીં લોકો સવારે 11 વાગ્યાથી માંડી સાંજના 04 વાગ્યા સુધી કલા એકેડેમી ખાતે પર્રિકરનાં અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરી શકશે.
પર્રિકરની અંતિમ યાત્રા સાંજે ચાર વાગ્યે શરૂ થશે. તેમના અંતિમ સંસ્કાર સાંજે પાંચ વાગ્યે મિરામય ખાતે કરવામાં આવશે. વડાપ્રધાન મોદી પણ બપોરે 01.30 વાગ્યે તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરવા માટે પણજી જશે. આ અગાઉ કેન્દ્રીય કેબિનેટની 10 વાગ્યે બેઠક યોજાશે. તેમાં પણ પર્રિકરને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ 02.30 વાગ્યે પણજી પહોંચશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ પણજી જશે. ભાજપે આજે પોતાનાં તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.
જુઓ LIVE TV
ચાર વખત ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ સંરક્ષણ મંત્રી રહેલા પર્રિકર ફેબ્રુઆરી 2018થી જ અગ્નાશયના કેન્સરથી પીડિત હતા. પર્રિકરનું સ્વાસ્થય બે દિવસ પહેલા જ બગડ્યું હતું. સુત્રોએ જણાવ્યું કે, પૂર્વ સંરક્ષણ મંત્રી પર્રિકર શનિવારે મોડી રાતથી જ વેન્ટીલેટર પર હતા. મુખ્યમંત્રીનું નિધન રવિવારે સાંજે 06.40 વાગ્યે થયું. તેમની પત્નીનું પણ અગાઉ કેન્સરનાં જ કારણે નિધન થઇ ચુક્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા તેમનાં નિધનને કારણે સોમવારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની, કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યની રાજધાનીઓમાં રાષ્ટ્રધ્વજ અડઝો નમેલો રહેશે. ગોવામાં 7 દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે