મારા પુસ્તકના લોકાર્પણમાં જ્યારે ન આવી શક્યા અટલ, તો મને ખુબ દુખ થયું હતું: અડવાણી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપીના નિધન પર રાજધાની દિલ્હીના ઈન્ડિરા ગાંધી સ્ટેડિયમમાં સોમવારે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
 

 મારા પુસ્તકના લોકાર્પણમાં જ્યારે ન આવી શક્યા અટલ, તો મને ખુબ દુખ થયું હતું: અડવાણી

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાપજેયીના નિધન પર રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં સોમવારે શોકસભાનું આયોજન કરવાનું કરવામાં આવ્યું હતું. શોકસભાને સંબોધિત કરતા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અટલજી વગર સભાને સંબોધિત કરીશ. અડવાણીએ કહ્યું કે, મેં જ્યારે પોતાની આત્મકથા લખી હતી તો તેમાં અટલજીનો ઉલ્લેખ હતો જ્યારે પુસ્તકનું વિમાચન થયું તો પરંતુ તેમાં અટલજી ન આવ્યા તો મને ખુબ દુખ થયું હતું. તેમણે કહ્યું કે, અટલજીની અનુપસ્થિતિમાં બોલવા પર દુખ થઈ રહ્યું છે. 

અટલજી સાથે મારી મિત્રતા 65 વર્ષ સુધી રહીઃ અડવાણી
અડવાણીજીએ અટલજીને પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કરતા કહ્યું કે, તેમણે ક્યારેય એવી સભા સંબોધિત કરી નથી કે જેમાં અટલજીની હાજરી ન હોય, પરંતુ આજે આમ થઈ રહ્યું છે કે અટલજી આપણી વચ્ચે નથી. તેવામાં મને ખુબ દુખ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, હું સૌભાગ્યશાળી છું કે મારી અટલજી સાથે મિત્રતા 65 વર્ષ સુધી રહી. અમે લોકો સાથે પુસ્તકો વાંચતા અને સિનેમા જોવા સાથે જતા હતા. સાથે ફરવા પણ જતા હતા. તેમણે કહ્યું કે, અટલજીની વિશેષતાઓમાં એક વિશેષતા તે હતી કે તેઓ ભોજપન પકવતા હતા. તેમણે કહ્યું કે, આપણે અટલજી પાસેથી ઘણું શિખ્યું છે અને ઘણું મેળવ્યું છે. તેથી તેમના દૂર જવાનું ખુબ દુખ થઈ રહ્યું છે. જો આપણે તેમની જણાવેલી વાતોને ગ્રહણ કરીને જીવન જીવીએ તો આ તેમના માટે મોટી શ્રદ્ધાંજલિ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news