સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ ન થઇ શક્યો: લોકસભા સ્થગીત

અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ સ્વીકારવાથી મનાઇ કરી દીધી: કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે સંસદ સત્ર ચાલુ થતાની સાથે જ હોબાળો ચાલુ થઇ ગયો હતો

સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ ન થઇ શક્યો: લોકસભા સ્થગીત

નવી દિલ્હી : તેલુગુ દેશમ પાર્ટી ( ટીડીપી) સાંસદોએ ભારે હોબાળાનાં કારણે લોકસભાને મંગળવારે 11 વાગ્યા સુધી સ્થગીત કરી દીધી છે. લોકસભા સ્પિકર સુમિત્રા મહાજને હોબાળાનાં કારણે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ સ્વીકારવાની મનાઇ કરી દીધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે સંસદ સત્ર ચાલુ થતાની સાથે જ હોબાળો ચાલુ થઇ ચુક્યો છે. જ્યાં સુધી હોબાળો શાંત નહી થાય ત્યાં સુધી ચર્ચા કઇ રીતે શક્ય બને. તે અગાઉ ટીડીપીનાં સાંસદો લોકસભા વેલમાં આવીને 'WE want Justics' નાં નારાઓ લગાવવા લાગ્યા હતા. 
 

રાજ્યસભામાં કામ અટકેલું
બીજી તરફ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સહિતનાં અલગ અલગ મુદ્દાઓ પર હોબાળાનાં કારણે રાજ્યસભાની બેઠક સોમવારે ચાલુ થયાનાં થોડા જ સમય બાદ સમગ્ર દિવસ માટે સ્થગિત  કરી દેવામાં આવી. ઉચ્ચ સદનમાં સોમવારે પણ શૂન્યકાળ અને પ્રશ્નકાળ હોબાળાનાં કારણે ચાલી શક્યો નહોતો. સંસદનાં બજેટ સત્રનાં બીજા તબક્કામાં અત્યાર સુધી ઉચ્ચ સદનમાં એક પણ દિવસ પ્રશ્નકાળ અને શૂન્યકાળ નહોતો થઇ શક્યો અને ન તો કોઇ કામ કાજ થઇ શક્યું.

આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે આશરે એક કલાક સુધી મહિલાઓનાં મુદ્દાઓ પર ચર્ચા થઇ. સોમવારે ઉચ્ચ સદનની બેઠક ચાલુ થયા બાદ સભાપતિ એમ.વેંકૈયા નાયડૂએ જરૂરી દસ્તાવેજ સદન પટલ પર મુકાવ્યા. ત્યાર બાદ તેમણે શૂન્યકાળ ચાલુ કરતા સભ્ય કે ટી એસ તુલસીનું નામ બોલ્યા. તુલસી સદનમાં હાજર નહોતા. ત્યારે નાયડૂએ કોંગ્રેસનાં પ્રતાપ સિંહ બાજવાને લોક મહત્વ સાથે જોડાયેલા તેમનાં મુદ્દાઓ ઉઠાવવા માટેની પરવાનગી આપી. બાજવાએ પોતાનો મુદ્દો બોલવાનું ચાલુ કર્યું પરંતુ અન્નાદ્રમુક, દ્રમુક, તેદેપા વગરેનં સભ્યોએ હોબાળો કરવાનું ચાલુ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news